ટીડોળા અને કાચા કેળા ની ચીપ્સ નું જૈન શાક (Tindora Raw Banana Chips Jain Sabji Recipe In Gujarati)

Shweta Shah
Shweta Shah @Shweta_2882
Ahmedabad

#EB
#CookpadIndia
#COOKPADGUJRATI
Week1
Post 1
પહેલાં નાં સમય માં જમણવાર માં તિંડોરા નું શાક મોટાભાગે જોવા મળતું હતું. અહીં મેં ટિંડોરા સાથે કાચા કેળા નો ઉપયોગ કરી ને શાક બનાવ્યું છે. આ શાક સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે.

ટીડોળા અને કાચા કેળા ની ચીપ્સ નું જૈન શાક (Tindora Raw Banana Chips Jain Sabji Recipe In Gujarati)

#EB
#CookpadIndia
#COOKPADGUJRATI
Week1
Post 1
પહેલાં નાં સમય માં જમણવાર માં તિંડોરા નું શાક મોટાભાગે જોવા મળતું હતું. અહીં મેં ટિંડોરા સાથે કાચા કેળા નો ઉપયોગ કરી ને શાક બનાવ્યું છે. આ શાક સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
4 વ્યક્તિ માટે
  1. 300 ગ્રામટીડોળા
  2. કાચા કેળા
  3. લીલા મરચા
  4. ડાળી મીઠો લીમડો
  5. ૧ ચમચીજીરૂ
  6. ૧/૪ ચમચીહિંગ
  7. ૧/૪ ચમચીહળદર પાઉડર
  8. ૧/૨લાલ મરચું પાઉડર
  9. ૧ ચમચીટોપરા ની છીણ
  10. ૧ ચમચીતલ
  11. ૧/૨ ચમચીધાણાજીરૂ
  12. ૧/૪ ચમચીગરમ મસાલો
  13. ૨ ચમચીઝીણી સમારેલી કોથમીર
  14. ૧/૨ ચમચો તેલ
  15. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ટીંડોળા ને ધોઈને તેને લાંબા સમારી લો પછી કાચા કેળાની છાલ કાઢી તેને પણ ઉભી ચીપ્સ સમારી લો.

  2. 2

    એક કડાઇમાં તેલનો વઘાર મૂકી તેમાં જીરું હિંગ મીઠો લીમડો અને લીલા મરચાં, તલ તથા હળદર ઉમેરો. પછી તેમાં ટીંડોળા ઉમેરીને બધુ બરાબર મિક્સ કરીને ઢાંકીને થી ૭ મિનીટ માટે તેને ચડવા દો.

  3. 3

    હવે ખોલીને ટીડોળા ને એક વખત હલાવી લો.પછી તેમાં કાચા કેળા ઉમેરીને ફરી મિક્સ કરી લો. હવે ઢાંકીને ફરી પાંચથી સાત મિનિટ આ શાકને ચડવા દો પછી તેમાં લાલ મરચું પાઉડર મીઠું ધાણાજીરું પાઉડર અને ગરમ મસાલો, મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી ફરીથી ઢાંકીને ચારથી પાંચ મિનિટ માટે શાકને ચઢવા દો.

  4. 4

    પછી ગેસ બંધ કરીને તેમાં ટોપરાની છીણ અને કોથમીર ઉમેરી બરાબર મિક્સ કરી લો.

  5. 5

    તૈયાર કરેલ ટીંડોરા અને કાચા કેળાની ચિપ્સ ના શાક સર્વ કરેલ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shweta Shah
Shweta Shah @Shweta_2882
પર
Ahmedabad
Love to cook Jain recipes love to eat Jain food ❤️
વધુ વાંચો

Similar Recipes