ભાખરવડી (Bhakarwadi Recipe In Gujarati)

Bhavna Odedra
Bhavna Odedra @bko1775
Jamnagar(Sikka)

#TT2

આ રેસીપી હુ @પલક શેઠ
ના ઝુમ લાઈવ સેશનમાં શીખી છુ

ભાખરવડી (Bhakarwadi Recipe In Gujarati)

#TT2

આ રેસીપી હુ @પલક શેઠ
ના ઝુમ લાઈવ સેશનમાં શીખી છુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપચણાનો લોટ
  2. ૧+¼ મોટી ચમચી મેંદો
  3. ૧/૪ કપઘઉંનો લોટ
  4. ૧/૨ ચમચીહળદર
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. મસાલા માટે➡
  7. ૧/૨ કપછીણેલું લીલુ નાળીયેર
  8. ૧/૨ કપસુકા કોપરાનુ ખમણ
  9. ૧/૨ કપચણાનો લોટ ૩/૪ કપ દળેલી ખાંડ
  10. ૧/૪ કપશીંગદાણા
  11. ૩ મોટી ચમચીતેલ
  12. ૨ મોટી ચમચીખસખસ
  13. ૨ મોટી ચમચીવરીયાળી
  14. ૪/૫ તીખા લીલા મરચા
  15. ૧૪ થી ૨૦ કળી લસણ
  16. ૧ ટુકડોઆદું
  17. ૨ મોટી ચમચીલાલ મરચું
  18. ૨ નાની ચમચીલાલ મરચું
  19. ૨ નાની ચમચીગરમ મસાલો
  20. ૧ નાની ચમચીહળદર
  21. મીઠું સ્વાદ અનુસાર
  22. ૧ નાની ચમચીઆમચૂર પાઉડર
  23. લીંબુ નો રસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    શીંગદાણા શેકીને ફોતરા કાઢી લેવા, આદુ મરચા લસણ ની પેસ્ટ તૈયાર કરી લેવી,તલ, વરીયાળીને ખસખસ શેકી લેવા તેને એક બાઉલમાં કાઢી લેવા, તેમા ચણાનો લોટ શેકી લેવો લોટ લાલ ના થવો જોઈએ

  2. 2

    હવે બધા લોટ મીક્સ કરી મીઠું હળદર નાખી ભાખરી જેવો લોટ બાંધી લેવો લોટ ને ઢાંકી ને ૧૫ મીનીટ રેસ્ટ આપવો

  3. 3

    હવે મીક્સચર જારમા તલ,વરીયાળી ખસખસ પીસી લેવા, શીંગદાણા અને મરચુ પાઉડર, હળદર બધું નાખી પીસવુ ત્યારબાદ આદુ મરચા લસણ ની પેસ્ટ, કોપરાનુ છીણ નાખી ફરીથી બ઼ધુ પીસી લેવુ, તેને શેકેલા બેસન અને લીલા નાળીયેર નુ છીણ, લીંબુ નેો રસ નાખી બધું મીક્સ કરવુ, સ્ટફીંગ માટે નુ પુરણ તૈયાર છે

  4. 4

    હવે બાંધેલા લોટમાથી એકસરખા ભાગ કરી પ્લાસ્ટિક પર મોટો રોટલો વડી તેના પર બનાવેલો મસાલો પાથરી ટાઈટ રોલ વાળો તેના પર ફોક થી કાપા પાડો જેથી પડ ફુલે નહી છેડા પર મેંદાની સ્લરી લગાવી દેવી હવે ગોળ રોલ મા કટ કરો, તેલમાં લો ફ્લેમ પર બધી ભાખરવડી તળી લો, ઠંડી થાય પછી એરટાઈટ ડબામાં ભરી લો ૪ કે ૫ દીવસ સુધી સારી રહેશે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavna Odedra
Bhavna Odedra @bko1775
પર
Jamnagar(Sikka)

Similar Recipes