કોથમ્બીર વડી (Kothambir Vadi Recipe In Gujarati)

Ashlesha Vora
Ashlesha Vora @cook_26502355
ભુજ
શેર કરો

ઘટકો

૪૫ મીનીટ
૪ લોકો માટે
  1. ૨ વાટકા - ચણાનો લોટ
  2. ૧ વાટકી- ચોખા નો લોટ
  3. ૧૫૦ ગ્રામ-કોથમીર
  4. ૨‌‌ ચમચી-આદુ મરચાં ની પેસ્ટ
  5. ૬-૭- લસણની પેસ્ટ
  6. ૧ ચમચીમીઠું
  7. ૧/૨ ચમચી હળદર
  8. ૧ ચમચીમરચું પાઉડર
  9. ૧/૨ ટી સ્પૂનગરમ‌‌ મસાલો
  10. ૧ ચમચી ખીરા‌મા નાખવા‌ તેલ
  11. ૧ ચમચીબેકીંગ પાઉડર
  12. ૧/૨ ચમચી બેકીંગ સોડા
  13. ૨ ચમચીરોસ્ટેડ તલ
  14. ૧ નાની‌ વાટકી છાશ
  15. જરૂર મુજબ પાણી
  16. ૨-૩ ચમચીસેલો ફ્રાય કરવા તેલ
  17. સર્વ કરવા માટે:- ટોમેટો કેચઅપ
  18. લીલી ચટણી

રાંધવાની સૂચનાઓ

૪૫ મીનીટ
  1. 1

    સૌપ્રથમ ચણાનો લોટ અને ચોખાનો લોટ લો, કોથમીરને ઝીણી સમારી લો.

  2. 2

    ચણાના લોટમાં મીઠું,હળદર,મરચું પાઉડર,ગરમ મસાલો,બેકિંગ સોડા, બેકિંગ પાઉડર ઉમેરવા, ત્યારબાદ તેમાં થોડી છાશ અને જરૂર મુજબ પાણી ઉમેરી ઘટ્ટ ખીરું રાખવું

  3. 3

    એક કડાઈમાં એકથી બે ચમચી તેલ મૂકી તેમા રાઈ, જીરુ થાય એટલે હિંગ નાંખી તેમાં રોસ્ટેડ તલ, મરચાની પેસ્ટ, આદુ-લસણની પેસ્ટ, ઝીણી સમારેલી કોથમીર ઉમેરી અને પાંચ મિનિટ માટે સાંતળો, પછી કોથમીર વડી નું ખીરું તૈયાર કર્યું છે તેમાં મિશ્રણ ઉમેરો.

  4. 4

    ત્યારબાદ બીટર વડે આ મિશ્રણને એકદમ હલાવો અને પછી ઢોકળાના કુકરમાં પાણી મૂકી તેના પર ડીશ રાખી અને એક ડિશમાં તેલ લગાવી કોથમીર વડી નું મિશ્રણ પાથરો, દસથી પંદર મિનિટ માં કોથમીર વડી તૈયાર થાય એટલે નોનસ્ટીક પેનમાં તેલ મૂકી સેલો ફ્રાય કરવી.

  5. 5

    તો આ કોથમ્બીર વડી મહારાષ્ટ્રની પ્રખ્યાત વાનગી પણ હવે આખા ભારતમાં પ્રખ્યાત છે તેવી કોથમ્બીર વડી નો‌ સ્વાદ માણવા ‌સર્વ‌ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ashlesha Vora
Ashlesha Vora @cook_26502355
પર
ભુજ

Similar Recipes