મૈસુર મસાલા ઢોંસા (Mysore Masala Dosa Recipe In Gujarati)

Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 minutes
4 persons
  1. ઢોંસા માટે:-
  2. 1& 1/2 કપ ચોખા
  3. 1/2 કપઅડદ ની દાળ
  4. 1 ટેબલ સ્પૂનમેથી દાણા
  5. 1/2 કપપૌંઆ
  6. મીઠું સ્વાદ મુજબ
  7. મૈસુર ભાજી માટે:-
  8. 4 નંગમીડીયમ સાઈઝ ના બટાકા
  9. 2 નંગમીડીયમ સાઈઝ ના કાદાં
  10. 250 ગ્રામલીલા વટાણા
  11. 3 નંગમીડીયમ સાઈઝ ના ટામેટાં
  12. 7-8લસણની કળી
  13. 2 ટેબલ સ્પૂનલાલ મરચું પાઉડર
  14. 1 ટેબલ સ્પૂનપાઉં ભાજી મસાલો
  15. 1/2 ટી સ્પૂનહળદર
  16. 1/2 નંગલીંબુ નો રસ
  17. 2ચમચા તેલ
  18. 2 ટેબલ સ્પૂનઅમુલ બટર
  19. મીઠું સ્વાદ મુજબ
  20. સમારેલી કોથમીર
  21. સાંભાર માટે:-
  22. 1/2 કપતુવેર દાળ
  23. 1 નંગમીડીયમ સાઈઝ નું ટામેટું
  24. 1/2 ટેબલ સ્પૂનઆદુ-મરચાં ની પેસ્ટ
  25. 1 ટેબલ સ્પૂનલાલ મરચું પાઉડર
  26. 1 ટેબલ સ્પૂનધાણાજીરા નો પાઉડર
  27. 1 ટેબલ સ્પૂનસાંભાર મસાલો
  28. 1/2 ટી સ્પૂનહળદર
  29. 1 નંગલીંબુ નો રસ
  30. 1 ટેબલ સ્પૂનખાંડ
  31. મીઠું સ્વાદ મુજબ
  32. 1ચમચો તેલ
  33. 1 ટી સ્પૂનરાઈ
  34. 1/4 ટી સ્પૂનહીંગ
  35. 2 નંગસૂકા લાલ મરચાં
  36. 8-10મીઠા લીમડાનાં પાન
  37. 2 ટેબલ સ્પૂનસમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

30 minutes
  1. 1

    ચોખા અને અડદની દાળને બેથી ત્રણ વાર પાણીથી ધોઈ આખી રાત માટે પલાળીને રાખી મૂકો. તેમાં મેથી દાણા પણ પલાળી દેવા. સવારે અડદની દાળનું પાણી નિતારી મિક્સર જારમાં ઝીણું વાટી લેવું. જરૂર પડે તો પાણી ઉમેરો. હવે પૌવાને ધોઈ લેવા. અને તેને ચોખાની સાથે ઉમેરી વાટી લેવા. વાટેલા દાળ અને ચોખાને એક ડબ્બામાં લઈ ચારથી પાંચ મિનિટ માટે એક જ ડાયરેક્શનમાં મિક્સ કરી લેવું. અને પછી ડબ્બો બંધ કરી ફર્મેન્ટેશન માટે મૂકી દેવું.

  2. 2

    સાંભાર માટે તુવેર દાળ ધોઈ લેવી. મૈસુર ભાજી માટે બટેકા કાંદા ટામેટા ને સમારી લેવા. હવે કુકરમાં પહેલા દાળ ટામેટું મીઠું અને હળદર ઉમેરી લેવું. કુકર ના ડબ્બામાં બટાકા, કાંદા,ટામેટા,વટાણા, મીઠું, હળદર અને 1/2 ગ્લાસ પાણી ઉમેરી લેવું. કુકરમા સ્ટેન્ડ મૂકી દાળમાં બે ગ્લાસ પાણી મુકો. પછી કુકર નો ડબ્બો મૂકી કુકર બંધ કરી મીડીયમ આંચ પર પાંચથી વગાડી લેવી.

  3. 3

    દાળમાંથી સ્ટેન્ડ બહાર કાઢી દાળમાં લાલ મરચું પાઉડર, ધાણાજીરું પાઉડર, સાંભાર મસાલો, આદુ મરચાની પેસ્ટ, લીંબૂ, ખાંડ અને જરૂર પ્રમાણે પાણી ઉમેરી હેન્ડ બ્લેન્ડર થી ગ્રાઇન્ડ કરી લેવી. હવે તેલ ગરમ કરી તેમાં સૂકા લાલ મરચા, રાઈ,હિંગ અને લીમડાનો વઘાર કરી છેલ્લે તેમાં લાલ મરચું ઉમેરી તૈયાર વઘાર દાળમાં ઉમેરી બરોબર મિક્સ કરી સાંભાર ને ઉકાળી લેવો. સાંભાર તૈયાર થઈ જાય એટલે તેમાં કોથમીર ઉમેરી મિક્સ કરી ગેસ બંધ કરી લેવો.

  4. 4

    મૈસુર ભાજી માટે એક વાટકામાં લાલ મરચું પાઉડર લઈ તેમાં પાણી ઉમેરીને પેસ્ટ બનાવી લેવી. લસણ અને મરચાની ને લઇ વાટી ને પેસ્ટ બનાવી લેવી.

  5. 5

    બાફેલા શાકભાજી ને પાઉંભાજી ના મેસર થી બરોબર મેસ કરી લેવા.

  6. 6

    હવે એક કડાઈમાં તેલ ગરમ કરી પહેલા લસણની પેસ્ટ નાખી સાંતળવી. પછી તેમાં લાલ મરચા વાળી પેસ્ટ ઉમેરવી પછી તેમાં પાવભાજી નો મસાલો અને હળદર ઉમેરી મિક્સ કરી લેવું. પછી તેમાં બાફેલા શાકભાજી, મીઠું અને લીંબુ નો રસ ઉમેરી બરાબર મિક્સ કરી લેવું. ભાજી બરોબર ઉકળી ને તૈયાર થઈ જાય પછી તેમાં બટર અને કોથમીર ઉમેરી બરોબર મિક્સ કરી ગેસ બંધ કરી લેવો.

  7. 7

    ઢોસાના ખીરામાં આથો આવી જાય પછી તેમાં મીઠું ઉમેરી બરોબર મિક્સ કરી લેવું. (પાણી બિલકુલ નાખવું નહીં)

  8. 8

    હવે ઢોસાની નોન સ્ટિક પેન ગરમ કરી 1/2 ટી સ્પૂન તેલ મુકી ભીના કપડાં થી સાફ કરી ઢોસા નું ખીરૂ પાથરી લઈ ઉપર બટર લગાવી ઢોસા તૈયાર કરી લેવા. (બીજી વાર તેલ મૂકવું નહીં ફક્ત એક જ વાર શરૂઆતમાં મૂકવું.)

  9. 9

    હવે સર્વિંગ માટે ઢોસા, મૈસુર ભાજી, સંભાર, નારીયેલની ચટણી,કાંદા ટામેટા નુ કચુંબર અને છાશ સાથે પ્લેટર તૈયાર કરી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
પર

ટિપ્પણીઓ (45)

Similar Recipes