ખોયા રાઈસ ખીર (Khoya Rice Kheer Recipe In Gujarati)

Vaishali Thaker
Vaishali Thaker @Vaishali_0412
મુંબઈ

#mr
#cookpadindia
#cookpadgujrati
#KhoyaRiceKheer
#ખોયા રાઈસ ખીર
શ્રાદ્ધનો અર્થ એ છે કે તમારા પિતૃઓને આદર પુર્વક સેવા અને દાન કરીને પ્રસન્ન કરવું. શ્રાદ્ધ પક્ષમાં ખીર ખાવાનું ખાસ મહત્વ હોય છે. આ ગાળા દરમ્યાન પિતૃઓનાં માનમાં લગભગ દરેક હિન્દુ ઘરમાં ખીર બને છે.આપણા શાસ્ત્ર મુજબ ખીર બધાં જ પકવાનોમાં સૌથી ઉત્તમ છે.તે મીઠી હોય છે,અને ગળ્યું ખાધા પછી બ્રાહ્મણ સંતુષ્ટ થાય છે.જેને કારણે પૂર્વજો પણ ખુશ થાય છે.આ સાથે દેવતાઓ પણ ખીરને ખુબ જ પસંદ કરે છે.એટલે જ દેવતાઓને પણ ભોગમાં ખીર ચડાવવામાં આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનીટ
6 વ્યકિત માટે
  1. 1/2લીટર ગાય નું અમૂલ દૂધ
  2. 1 વાટકીસુરતી કોલમ રાઈસ (સ્ટિમ કરેલ)
  3. 1 વાટકીસાકર
  4. 50 ગ્રામમાવો
  5. 3 ચમચીકસ્ટર્ડ પાઉડર
  6. 2 ચમચીવેલ્ચી કેસર સીરપ
  7. 2-3 નંગઈલાયચી પાઉડર
  8. 1/4 નંગજાયફળ પાઉડર
  9. 1 મોટો ચમચોઘી
  10. ફ્રાય ડ્રાયફ્રુટસ ⬇️
  11. 20 ગ્રામબદામ
  12. 20 ગ્રામકાજુ
  13. 20 ગ્રામકિસમિસ
  14. 20 ગ્રામપિસ્તા
  15. 20 ગ્રામચારોળી
  16. 4-5 નંગઅખરોટનાં ટુકડા
  17. ગાર્નિશ ⬇️
  18. જરુર મુજબ ફ્રાય ડ્રાયફ્રુટસ
  19. જરુર મુજબ ડ્રાય ગુલાબ ની પાંખડીઓ
  20. જરુર મુજબ સિલ્વર પેપર (વરખ)

રાંધવાની સૂચનાઓ

15 મિનીટ
  1. 1

    સૌ પ્રથમ પુર્વ સામગ્રીની તૈયારી

  2. 2

    પહેલાં 1/2લીટર દૂધ ધીમી આંચ પર ગરમ કરવા મૂકો. 1થી 2 બોઈલ આવે ત્યાં સુધી દૂધ ગરમ કરો.
    બીજી બાજુ કુકરમાં કોલમ રાઈસ ઓછા પાણી માં 1 થી 2 સીટી આપવી.
    સ્ટિમ રાઈસ 1 વાટકી લો. તેમાંથી 1/2 વાટકી રાઈસ મિક્સર બાઉલમાં અધકચરા પિસી લેવાં.

  3. 3

    બીજી બાજુ એક પેનમાં એક મોટો ચમચો ઘી ગરમ કરી તેમાં વારાફરતી બધાં ડ્રાયફ્રુટસ ગોલ્ડન રંગ થાય ત્યાં સુધી ધીમી આંચ પર તળવા.
    ત્યાર બાદ તેમાં જ 1/2 વાટકી સ્ટિમ કરેલ રાઈસ ઘી માં સાંતળી લેવાં. (1મિનીટ સુધી).

  4. 4
  5. 5

    હવે દૂધ બોઈલ થાય ત્યારે 4ચમચી દૂધમાં સાંતળેલ રાઈસ અને માવા ને નાંખી સતત હલાવો. 3 ચમચી કસ્ટર્ડ પાઉડર મિક્સ કરી દૂધમાં મિક્સ કરી તરત જ હલાવો.જેથી લંમ્બ્સ ના પડે.
    ત્યાર બાદ કેસર સીરપ, સાકર,ઈલાયચી અને જાયફળ પાઉડર, તળેલા ડ્રાયફ્રુટસ ઉકળતા દૂધમાં મિક્સ કરી લેવાં.
    ચમચો સતત બધી બાજુએથી હલાવો. જેમ જેમ દૂધ ઘટ્ટ થાય ત્યાં સુધી જ હલાવો.ત્યાર બાદ ગૅસ બંધ કરી દો.

  6. 6
  7. 7

    રેડી કરેલ ખોયા રાઈસ ખીર ને ગાર્નિશ કરો.(ઘટકમાં બતાવેલ સામગ્રી મુજબ).

  8. 8

    સર્વ કરો ખીર ને ગરમા ગરમ પૂરી સાથે.
    રેડી છે સ્વાદિષ્ટ ખોયા રાઈસ ખીર.

  9. 9

    શ્રાદ્ધની થાળી તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vaishali Thaker
Vaishali Thaker @Vaishali_0412
પર
મુંબઈ
i am a tution teacher for all stds of students..as well as housewife..i love cooking because cooking is my pasion..😊😊
વધુ વાંચો

Similar Recipes