સેઝ્વાન ફ્રાઇડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)

Vaishali Thaker
Vaishali Thaker @Vaishali_0412
મુંબઈ

#TT3
#cookpadindia
#cookpadgujrati
#schezwanFriedRice
જીભનો ચટાકો એટલે ચાઈનીઝ વાનગીઓ. ચાઈનીઝ વાનગીઓ એકવાર ખાવ એટલે વારંવાર ખાવાનું મન થઈ જાય.આજે આપણે આ વાનગીઓમાંથી સેઝ્વાન ફ્રાઈડ રાઈસની રેસીપીની વાત કરીએ.
ચીનનાં સિચુઆન પ્રાંતમાંથી આવેલ રેસીપી એટલે સેઝ્વાન રાઈસ.જે લસણ અને મરચાં જેવા તિક્ષણ સામગ્રી દ્વારા લાવવામાં આવે છે.
મૂળ સેઝ્વાન રાઈસ રેસીપીમાં ખાસ સિચુઆન મરીનો ઉપયોગ કરવામાં આવે છે.જેનો લેમની સ્વાદ હોય છે.
ભારતમાં સેઝ્વાન સોસ લાલ મરચાં, વીનેગર અને લસણનો ઉપયોગ કરીને તૈયાર કરવમાં આવે છે.અને તેનો સ્વાદ ઉત્તમ છે.
દુનિયામાં વિવિધ પ્રકારના ફ્રાઈડ રાઈસ બને છે. પરંતુ એ બધામાં ચાઈનીઝ ફ્રાઈડ રાઈસ વધુ લોકપ્રિય છે. આ રાઈસ ને
વધુ ડ્રાય મંચુરિયન અથવા ગ્રેવી વીથ સર્વ કરીને ઘરે જ ચાઈનીઝ ખાવાની મજા માણી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મિનીટ
4 વ્યકિત
  1. સેઝ્વાન ફ્રાઇડ રાઈસ માટે ⬇️
  2. 150 ગ્રામચાઈનીઝ બોઈલ રાઈસ
  3. 1/2 કપહકકા નુડલ્સ
  4. 3 ગ્લાસપાણી
  5. 1 ચમચીતેલ
  6. ચપટીમીઠું
  7. વેજિટેબ્લ્સ બારીક અને લાંબા સમારેલ ⬇️
  8. 1/4 કપગ્રીન કેપ્સિક્મ
  9. 1/4કપરેડ કેપ્સિક્મ
  10. 1/4 કપયેલો કેપ્સિક્મ
  11. 1/4 કપફ્રેંચ બીન્સ
  12. 1/4 કપઓરેન્જ ગાજર
  13. 1/4 કપલીલાં કાંદા
  14. 2 ચમચીસેલરી
  15. 1/2 કપકેબેજ
  16. 2-3 ચમચીલસણની બારીક સમારેલ
  17. 3 ચમચીઅદ્ર્ક બારીક સમારેલ
  18. મીઠું સ્વાદ પ્રમાણે
  19. 1 ચમચીમરી પાઉડર
  20. સોસ ⬇️
  21. 1 ચમચીસોયા સોસ
  22. 1 ચમચીવિનેગર
  23. 1 ચમચીગ્રીન ચીલી સોસ
  24. 1 ચમચીરેડ ચીલી સોસ
  25. 5-6 ચમચીસેઝ્વાન સોસ
  26. ગાર્નિશ ⬇️
  27. જરૂર મુજબ બારીક સમારેલી ડુંગળીનાં લીલાં પાન
  28. જરુર મુજબ ગ્રીન અને યેલો કેપ્સિક્મ બારીક લાંબા કટ કરેલ
  29. સર્વ કરો ⬇️
  30. વેજ.મંચુરિયન ડ્રાય અથવા વીથ ગ્રેવી

રાંધવાની સૂચનાઓ

40 મિનીટ
  1. 1

    સૌ પ્રથમ એક પેનમાં 3 ગ્લાસ પાણી લો.તેમાં 1 ચમચી તેલ અને ચપટી મીઠું મિક્સ કરી બોઈલ કરો. ત્યાર બાદ ચાઈનીઝ ચોખા પાણીમાં ધોઈને સ્વચ્છ કરી બોઈલ પાણીમાં નાંખો. 85 % રાઈસ કૂક કરો. ત્યાર બાદ ગૅસ બંધ કરી દો. તરત જ નેટ પર બોઈલ રાઈસ ટ્રાન્સફર કરી તેનાં પર કોલ્ડ વોટર 1 બોટલ જેટલું નાંખો. જેથી રાઈસ નો દરેક દાણો સરસ રીતે છૂટો પડી જશે.

  2. 2

    વેજિટેબ્લ્સ ⬇️
    ઉપર ઘટક મુજબ બધાં વેજીટેબલ્સ ધોઇને લાંબા અને બારીક સમારી લેવાં.
    બીજી બાજુ એક પેનમાં 2 થી 3 ચમચી તેલ ગરમ થાય એટલે તેમાં બારીક સમારેલ લસણ અને અદ્ર્ક 1/2મિનીટ સુધી રોસ્ટ કરો.
    હવે તેમાં ડુંગળી રોસ્ટ કરો.ત્યાર બાદ બધાં વેજીટેબલ્સ નાંખો.અને બીજી 1 મિનીટ સુધી ફાસ્ટ આંચ પર રોસ્ટ કરો.(50 % વેજી કૂક કરો.)

  3. 3

    હવે ઘટકમાં બતાવેલ પ્રમાણે બધાં સોસ,મરી પાઉડર અને સ્વાદ પ્રમાણે અને મીઠું નાંખી બધુ બરાબર હલાવી લેવું.
    ત્યાર બાદ બોઈલ રાઈસ નાંખી બધુ બરાબર હલાવી મિક્સ કરી લેવું. બીજી 2 મિનીટ પછી ગૅસ બંધ કરી દો.

  4. 4

    હવે આપણે રેડી કરેલ સેઝ્વાન ફ્રાઇડ રાઈસ બનીને રેડી થઇ ગયા છે.
    ગાર્નિશ ⬇️
    ઘટકમાં બતાવેલ પ્રમાણે સેઝ્વાન રાઈસને ગાર્નિશ કરો.

  5. 5

    પ્લેન અથવા સેઝ્વાન ફ્રાઇડ રાઈસ મંચુરિયન સાથે સર્વ કરો.

  6. 6

    મેં પણ અહીં ગ્રેવી મંચુરિયન સાથે સેઝ્વાન ફ્રાઇડ રાઈસ સર્વ કર્યા છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vaishali Thaker
Vaishali Thaker @Vaishali_0412
પર
મુંબઈ
i am a tution teacher for all stds of students..as well as housewife..i love cooking because cooking is my pasion..😊😊
વધુ વાંચો

Similar Recipes