દુધી ની ખીર

asharamparia
asharamparia @Asharamparia

#RC2

ફ્રેન્ડસ, ઉનાળાની ગરમીમાં અથવા તો એસીડીટી માટે પણ આ ખીર ખુબ જ ઠંડક આપે છે. પૌષ્ટિક હોય , બાળકો માટે પણ સારી છે તો બનાવવા માં એકદમ ઇઝી આ ખીર ની રેસીપી નીચે આપેલ છે.
રેસીપી વિડિયો જોવા માટે YouTube પર " Dev Cuisine" સર્ચ કરો.

દુધી ની ખીર

#RC2

ફ્રેન્ડસ, ઉનાળાની ગરમીમાં અથવા તો એસીડીટી માટે પણ આ ખીર ખુબ જ ઠંડક આપે છે. પૌષ્ટિક હોય , બાળકો માટે પણ સારી છે તો બનાવવા માં એકદમ ઇઝી આ ખીર ની રેસીપી નીચે આપેલ છે.
રેસીપી વિડિયો જોવા માટે YouTube પર " Dev Cuisine" સર્ચ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપખમણેલી કુણી દુધી
  2. ૨-૩ ચમચી ઘી
  3. ૧/૨ ચમચીકસ્ટર્ડ પાઉડર
  4. ૫૦૦ ગ્રામ દુધ
  5. સ્વાદ પ્રમાણેખાંડ અથવા ગોળ
  6. ૧/૨ ચમચીઇલાયચી પાઉડર
  7. કાજુ, બદામ, પિસ્તા જરુર મુજબ
  8. ૧ ચમચીચારોળી (ઓપ્શનલ)

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક પેન માં ઘી ગરમ કરી ખમણેલી દુધી ૪ થી ૫ મિનિટ સેકી લેવી. દુધી થોડી સોફ્ટ થઈ જાય એટલે તેમાં ૩ ચમચી દુધમાં કસ્ટર્ડ પાઉડર ઉમેરીને મિક્સ કરી તે મિશ્રણ અને દુધ પણ ઉમેરી થોડીવાર ઉકાળવું જેથી દુધ થોડું ઘટ્ટ થાય.

  2. 2

    દુધ થીક થાય અને સાથે જ દુધી પણ બોઈલ થઈ જાય ત્યાર પછી જ તેમાં ખાંડ નાખવી. ખાંડ ઉમેરી ને ફરી થોડીવાર (લગભગ ૬ થી ૭ મિનિટ) ઉકાળવું જેથી ખાંડ નું પાણી બળી જાય અને ખીર સરસ બને.

  3. 3

    ગેસ ની ફલેમ ઓફ કરી ગરમ ખીર માં જ ઇલાયચી પાઉડર, બઘાં ડ્રાયફ્રુટ, ચારોળી, ઉમેરી મિક્સ કરી લેવું. ખીર તૈયાર છે હવે રુમ ટેમ્પરેચર પર આવે ત્યારે અથવા ફ્રીઝ માં મુકી એકદમ ચીલ્ડ થાય પછી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
asharamparia
asharamparia @Asharamparia
પર

Similar Recipes