રાઈસ ખીર (Rice Kheer Recipe in Gujarati)

Disha Prashant Chavda
Disha Prashant Chavda @Disha_11
USA

ખીરનું નામ સાંભળતા જ લોકોના મોઢામા પાણી આવી જાય છે. ખીર આપણા દેશમાં મોટાભાગે તહેવારો અને પૂજા-પ્રસંગો પર ખીર બનાવવામાં આવે છે. આ ખીર લોકોની ખૂબ જ લોકપ્રિય મીઠાઈ છે અને તેને ઠંડુ કરીને ખાવાનો સ્વાદ જ અલગ છે.

રાઈસ ખીર (Rice Kheer Recipe in Gujarati)

ખીરનું નામ સાંભળતા જ લોકોના મોઢામા પાણી આવી જાય છે. ખીર આપણા દેશમાં મોટાભાગે તહેવારો અને પૂજા-પ્રસંગો પર ખીર બનાવવામાં આવે છે. આ ખીર લોકોની ખૂબ જ લોકપ્રિય મીઠાઈ છે અને તેને ઠંડુ કરીને ખાવાનો સ્વાદ જ અલગ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
5 વ્યક્તિ
  1. 1 વાટકીચોખા
  2. 2લીટર દૂધ
  3. 1-1/2 વાટકીખાંડ
  4. 1/2 ચમચીઇલાયચી પાઉડર
  5. થોડાકાજુ બદામ પિસ્તા સમારેલા

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    ચોખા ને ધોઈ ને 10-15 મિનિટ માટે પલાળવા.

  2. 2

    દૂધ ને ગરમ કરવા મૂકવું. ઊકળે એટલે તેમાં ચોખા નાખી હલાવતા રહેવું. ચોખા નીચે બેસી ન જાય તેનું ધ્યાન રાખવું

  3. 3

    ચોખા ચડી જાય એટલે તેમાં ખાંડ નાખી ઉકાળવું. સહેજ ઘટ્ટ થાય એટલે ઇલાયચી પાઉડર અને કાજુ બદામ પિસ્તા નાખી ગેસ બંધ કરવો

  4. 4

    ખીર ને થોડી વાર ઠંડા પાણી નાં મોટા વાસણ માં મૂકી ત્યારબાદ ફ્રીઝ માં મૂકી ઠંડી કરવી.

  5. 5

    તૈયાર છે ઠંડી ઠંડી ખીર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Disha Prashant Chavda
પર
USA
Cooking is therapy: Making meals helps to reduce stress, heal a broken heart, among other benefits.Cooking is love made Edible 🥰
વધુ વાંચો

Similar Recipes