પાસ્તા પેસ્તો (Pasta Pesto Recipe In Gujarati)

Dhruti Raval
Dhruti Raval @Annpurana

#prc
મૂળ ઇટાલિયન ડિશ છે રેડ સોસ , વ્હાઇટ સોસ માં તો પાસ્તા બનાવતા જ હોય છે આજે હું બેસિલ લીવ્સ માંથી પેસટો પાસ્તા બનાવવાની છું જે ટેસ્ટ માં બહુ સરસ લાગે છે

પાસ્તા પેસ્તો (Pasta Pesto Recipe In Gujarati)

#prc
મૂળ ઇટાલિયન ડિશ છે રેડ સોસ , વ્હાઇટ સોસ માં તો પાસ્તા બનાવતા જ હોય છે આજે હું બેસિલ લીવ્સ માંથી પેસટો પાસ્તા બનાવવાની છું જે ટેસ્ટ માં બહુ સરસ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 minutes
2 વ્યક્તિઓ માટે
  1. 1 મોટો બાઉલ આશરે 100 ગ્રામ પાસ્તા
  2. 1 નાનો બાઉલ બેસિલ લિવ્સ
  3. 15બદામ
  4. 4મોટી કળી લસણ
  5. ઓલિવ ઓઈલ જરૂર મુજબ
  6. 1 ટી.સ્પૂન મરી નો ભૂકો
  7. 1 ટી.સ્પૂન ચીલી ફ્લેક્સ
  8. મીઠું
  9. પાર્મેઝન અથવા મોઝરેલા ચીઝ

રાંધવાની સૂચનાઓ

30 minutes
  1. 1

    સૌ પ્રથમ બદામ ને 3 કલાક માટે પલાળી રાખો બેસિલ ને પાણી થી ધોઈ સાફ કરી લો

  2. 2

    હવે બદામ ની છાલ કાઢી નાખો એક ગ્રાઈન્ડર માં પહેલા બદામ અને લસણ નાખી પીસી લો બિલકુલ પાણી નથી નાખવાનું ફક્ત ઓલિવ ઓઈલ જ નાખવું હવે બેસિલ લિવ્સ અને મીઠું નાખો ઓલિવ ઓઈલ નાખતા જાવ અને પેસ્ટ બનાવો તો ત્યાર છે સોસ

  3. 3

    હવે ઊકળતા પાણીમાં મીઠું અને તેલ નાખી પાસ્તા બાફી લો

  4. 4

    એક પાન માં ઓલિવ ઓઈલ ગરમ કરી તેમાં પાસ્તા સાંતળો તેમાં મરી ચીલી ફ્લેક્સ નાખી હલાવો પાસ્તા રેડ્ડી છે જ્યારે સર્વ કરવું હોય ત્યારે જ પાસ્તા સોસ નાખી સર્વ કરવાનું

  5. 5

    નોંધ પેસતો સોસ ની ફ્લેવર બહુ સ્ટ્રોંગ હોય છે એટલે ડિશ સર્વ કરો ત્યારે જ ડિશ માં પાસ્તા લઈ ફાવે એટલો સોસ નાખો સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dhruti Raval
Dhruti Raval @Annpurana
પર

Similar Recipes