પેને અરાબિતા પાસ્તા (Penne Arrabiata Pasta Recipe in Gujarati

Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
Vadodara, Gujarat, India

#prc
#italianpasta
#રેડ_સોસ_પાસ્તા
#cookpadgujarati

પેને અરાબિતા પાસ્તા એ એક લોકપ્રિય ઇટાલિયન રેસીપી છે જેમાં મસાલેદાર સૂકા લાલ મરચાં, લસણ અને ઓલિવ તેલમાં રાંધેલા ટામેટાં વડે ચટણી બનાવવામાં આવે છે.. વાસ્તવમાં, ઇટાલિયનમાં "અરાબિતા" શબ્દનો અર્થ ગુસ્સો થાય છે, જે વાનગીની બોલ્ડ મસાલેદારતાને દર્શાવે છે. . સોસ લેઝિયો પ્રદેશમાંથી અને ખાસ કરીને રોમ શહેરમાંથી ઉદ્દભવે છે.
ઇટાલિયન ફૂડ હોવા છતાં બાળકો અને યુવાનોની વચ્ચે ફાસ્ટ ફૂડ તરીકે પાસ્તા ખૂબ જ લોકપ્રિય બન્યા છે. બજારમાં અનેક વેરાયટીમાં પાસ્તા મળે છે. બાળકો માટે પણ નાસ્તા તરીકે પાસ્તા એક સારો વિકલ્પ બની શકે છે. બાળકોમાં પિઝાની જેમ જ પાસ્તા ખુબ જ પ્રિય છે. પાસ્તાના વિવિધ આકાર બાળકોને આકર્ષે છે. અને પાસ્તાનો સોસ બાળકોને ખુબ ભાવતો હોવાથી તેઓ પાસ્તા પણ શોખથી ખાતા હોય છે. કોરોના મહામારીના કારણે બાળકોની શાળા બંધ છે. સાથે જ ઘરથી બહાર ન નિકળવાના કારણે તે બોર થઈ રહ્યા છે તેથી તેને ખુશ કરવા માટે તમે આ ઇટાલિયન રેડ સૉસ પાસ્તા બનાવી શકો છો. આ ખાવામાં ટેસ્ટી હોવાથી બાળક વગર કોઈ બહાના તેને જલ્દીથી ખાઈ જશે. આ વાનગીને ઘરે ખૂબ જ સરળતાથી તૈયાર કરી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
3 વ્યક્તિ
  1. 2 કપપેને પાસ્તા
  2. 1 tbspઓલિવ ઓઈલ
  3. નમક સ્વાદ અનુસાર
  4. પાણી જરૂર મુજબ
  5. 6-7 નંગટામેટા
  6. 2 નંગઆખા સૂકા કાશ્મીરી લાલ મરચાં
  7. 3 tbspઓલિવ ઓઇલ
  8. 5-6 નંગલસણ જીણું સમારેલું
  9. 1 નંગમીડિયામાં સાઇઝ ડુંગળી જીની સમારેલી
  10. 1/4 tspકાળા મરી પાવડર
  11. 1 tspરેડ ચીલી ફ્લેક્સ
  12. 1/2 tspમિક્સ હરબ્સ
  13. 2ક્યૂબ પ્રોસેસ ચીઝ
  14. 👉 ગાર્નિશ માટે :--
  15. પ્રોસેસ ચીઝ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક પેનમાં પાણી ગરમ કરવા મુકો. પાણી ઉકળે એટલે એમાં પેને પાસ્તા ઉમેરી તેમાં ઓલિવ ઓઈલ અને નમક ઉમેરી બરાબર મિક્સ કરી પાસ્તા ને બોઇલ કરી લો.

  2. 2

    હવે પાસ્તા બોઇલ થઈ જાય એટલે તરત જ તેને એક ગરણી માં કાઢી બધું પાણી નીતારી લો. ને ઉપર ઠંડુ પાણી ઉમેરી બાજુ પર મૂકી દો.

  3. 3

    હવે એક બીજી પેન મા પાણી ગરમ કરવા મૂકો..ત્યાર બાદ ટામેટાને ઉપર પ્લસ માં કટ કરી આ ટામેટા અને સૂકા આખા કાશ્મીરી લાલ મરચા ઉમેરી ફાસ્ટ ગેસ ની આંચ પર બોઇલ કરી લો જ્યાં સુધી ટામેટા ની છાલ થોડી સિકુડાઈ જાય ત્યાં સુધી.

  4. 4

    હવે આ ટામેટા ને બહાર કાઢી ઠંડા પાણી માં થોડી વાર રાખી એની છાલ ઉતારી લો. ત્યારબાદ એક મિક્સર જારમાં ઉમેરી ફાઇન પેસ્ટ પીસી લો.

  5. 5

    હવે એક બીજી પેન મા ઓલીવ ઓઈલ ગરમ કરી તેમાં જીણું સમારેલું લસણ ઉમેરી ધીમા ગેસ ની આંચ પર સાંતળી તેમાં જીની સમારેલી ડુંગળી ઉમેરી એનો કલર ચેન્જ થાય ત્યાં સુધી સાંતળી તેમાં બનાવેલી ટામેટા ની પેસ્ટ ઉમેરી 2 મિનિટ માટે કૂક કરી લો.

  6. 6

    હવે આમાં કાળા મરી પાવડર, ચીલી ફ્લેક્સ અને મિક્સ હરબ્સ ઉમેરી બરાબર મિક્સ કરી લો.

  7. 7

    હવે આમાં બોઇલ પાસ્તા ઉમેરી બરાબર મિક્સ કરી તેમાં ચીઝ ઉમેરી બરાબર મિક્સ કરી ગેસ ની આંચ બંધ કરી લો.

  8. 8

    હવે આપણા પેને અરાબીઆતા પાસ્તા તૈયાર છે સર્વ કરવા માટે..આ પાસ્તા ને ચીઝ થી ગાર્નિશ કરી સર્વ કરો.

  9. 9
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
પર
Vadodara, Gujarat, India
I love cooking & cooking is my Passion..😍😘
વધુ વાંચો

Similar Recipes