ઘુઘરા (Ghughra Recipe In Gujarati)

Smitaben R dave
Smitaben R dave @Smita_dave
Bhavnagar

#DFT
#પરંપરાગત રેશીપી

દિવાળી એટલે જાણે ઘુઘરાનો જ તહેવાર.લગભગ કોઈ ઘર ઘુઘરા વગરનું જોવા ના મળે.જો હું કહું તો દિવાળી ને ઘુઘરા ડે જ કહેવું જોઈએ. અને આ સમયે બનતા ઘુઘરાની મિઠાશ કંઈક ઓર જ હોય.અમસ્તા આપણે જો ઘુઘરા બનાવીએ તો એટલી મિઠાશ નથી આવતી.સત્યનારાયણના પ્રસાદ જેવું કથા હોય ત્યારે જ શીરામાં મિઠાશ હોય બાકી ગમે તેટલું બનાવો."ઉસમેં વો બાત નહીં જો પ્રસાદમેં મોજુદ હૈ"

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૫૦૦ ગ્રામ મોળો માવો
  2. 300 ગ્રામદળેલી ખાંડ
  3. ૨૦ નંગ બદામની કતરણ
  4. 20 નંગકાજુનાં ટુકડા
  5. 20 નંગકીસમીસ
  6. કણક બાંધવા માટે :-
  7. 200 ગ્રામમેંદો
  8. પ ચમચી ઘી મોણ માટે
  9. ૧ કપદૂધ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ માવાને ધીમા તાપે શેકી લો.
    માવો ઠંડો થાય જાય પછી તેમાં દળેલી ખાંડ અને કાજુ, બદામ,કીસમીસ ઉમેરી મિક્સ કરી દો.આ તૈયાર થયું ઘુઘરામા ભરવા માટેનું સ્ટફિંગ.

  2. 2

    હવે એક કથરોટમાં મેંદાને ચાળી લો.મોણ ઉમેરી મીકસ કરો.દૂધથી પૂરી જેવો સોફ્ટ લોટ બાંધી લો.

  3. 3

    હવે તેને થોડું ઘી લઇ કેળવી લો.તેનાં લૂવા પાડી નાની પૂરી વણી લ્યો.

  4. 4

    ત્યારબાદ તેમાં સ્ટફિંગ ભરી ધૂધરા દબાવીને બંધ કરી કાંગરી વાળી દો.આ રીતે બધા જ ધૂધરા બનાવી લો.

  5. 5

    હવે એક કડાઇમાં ઘી ગરમ કરી ધીમા
    તાપે બધા જ ધૂધરા તળી લો.ઠંડા થાય પછી ડબ્બામાં પેક કરી દો.સગાં-સ્નેહીઓ આવે ત્યારે સર્વિંગ પ્લેટમાં લઈ ચવાણુ, ફાફડા,મઠીયા સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Smitaben R dave
Smitaben R dave @Smita_dave
પર
Bhavnagar

Similar Recipes