ઘુઘરા (Ghughra recipe in Gujarati)

ઘુઘરા ગુજરાતમાં બનતી ટ્રેડિશનલ મિઠાઈ નો પ્રકાર છે જે દિવાળી દરમ્યાન દરેક ઘરમાં અચૂક બનાવવામાં આવે છે. ઉત્તર ભારતીય રાજ્યોમાં ઘુઘરાને ગુજીયા તરીકે ઓળખવામાં આવે છે જ્યારે મહારાષ્ટ્રમાં કરંજી તરીકે ઓળખાય છે. ઘુઘરા એ તહેવારોમાં બનાવામાં આવતી મિઠાઈ નો પ્રકાર છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ઘુઘરા બનાવવા માં ઘણો સમય અને મહેનત જાય છે પરંતુ ઘુઘરા ખાવાની ખૂબ જ મજા પડે છે.
ઘુઘરા (Ghughra recipe in Gujarati)
ઘુઘરા ગુજરાતમાં બનતી ટ્રેડિશનલ મિઠાઈ નો પ્રકાર છે જે દિવાળી દરમ્યાન દરેક ઘરમાં અચૂક બનાવવામાં આવે છે. ઉત્તર ભારતીય રાજ્યોમાં ઘુઘરાને ગુજીયા તરીકે ઓળખવામાં આવે છે જ્યારે મહારાષ્ટ્રમાં કરંજી તરીકે ઓળખાય છે. ઘુઘરા એ તહેવારોમાં બનાવામાં આવતી મિઠાઈ નો પ્રકાર છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ઘુઘરા બનાવવા માં ઘણો સમય અને મહેનત જાય છે પરંતુ ઘુઘરા ખાવાની ખૂબ જ મજા પડે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ફીલિંગ બનાવવા માટે એક કડાઈમાં ઘી ગરમ કરવું. હવે તેમાં રવો ઉમેરીને હલકા ગુલાબી રંગનો થાય ત્યાં સુધી શેકવો. હવે તેમાં કોપરાનું છીણ ઉમેરીને બધું બરાબર હલાવી લેવું.
- 2
હવે તેમાં કાજુ અને બદામ ઉમેરીને હલાવી લેવું. ગેસ બંધ કરીને એકદમ ઠંડું થવા દેવું. હવે તેમાં ઈલાયચી પાવડર, દ્રાક્ષ અને દળેલી ખાંડ ઉમેરીને બરાબર હલાવી લેવું. આ ફીલિંગ ને અઠવાડિયા અગાઉથી પણ બનાવીને રાખી શકાય છે. ફીલિંગ આગળ થી બનાવી રાખવાથી ઘૂઘરા બનાવવામાં ખૂબ જ સરળતા રહે છે.
- 3
એક વાસણમાં મેંદો અને ઘી ઉમેરીને આંગળી વડે બ્રેડ ક્રમ્સ જેવું થઈ જાય ત્યાં સુધી મિક્સ કરવું. હવે તેમાં થોડું-થોડું પાણી ઉમેરતા જઈ ને કઠણ લોટ બાંધી લેવો. લોટ ને ૨ થી ૩ મિનિટ માટે મસળીને ૩૦ મિનિટ માટે ઢાંકીને રહેવા દેવો.
- 4
30 મિનિટ પછી ફરી લોટ ને ૨ થી ૩ મિનિટ માટે મસળીને એમાંથી 50 નાના લુઆ કરી લેવા. હવે એક લુવાને લઈને એમાંથી પાતળી પૂરી વણીને કિનારીઓ પર પાણી લગાવી લેવું. એક બાજુ ફીલિંગ મૂકીને બીજી બાજુથી બંધ કરી લેવું અને કિનારીઓને હલકા હાથથી દબાવી દેવી. કિનારીઓ પર ચપટીથી કાંગરી બનાવવી અથવા તો કાંટાની મદદ થી સીલ કરી લેવું. બજારમાં તૈયાર મળતા ઘુઘરા ના મોલ્ડ નો પણ ઉપયોગ કરી શકાય.
- 5
આ રીતે બધા ઘુઘરા તૈયાર કરી લેવા. એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે ઘુઘરા બનાવતી વખતે ઢાંકીને રાખવા. ઘુઘરા ખુલ્લા રાખવાથી સુકાઈ જાય છે અને તળ્યા પછી જોઈએ એવા બનતા નથી.
- 6
એક કડાઈમાં મીડીયમ તાપ પર તેલ ગરમ કરી એમાં થોડા ઘુઘરા ઉમેરવા, વધારે ઘુઘરા ઉમેરવા નહીં. થોડા થોડા ઘુઘરા ધીમા તાપે હલકા ગુલાબી રંગના તળી લેવા. ધીમા તાપે તળવા થી ઘુઘરા એકદમ ક્રિસ્પી અને ફરસા બને છે. ઉતાવળે તળવાથી જોઈએ એવા બનતા નથી.
- 7
આ રીતે બધા ઘુઘરા તળી લેવા. ઠંડા થયા બાદ એર ટાઈટ કન્ટેનર માં બે થી ત્રણ અઠવાડિયા માટે સ્ટોર કરી શકાય છે.
- 8
ઘુઘરાને દિવાળીની મીઠાઈઓ અને ફરસાણ સાથે સર્વ કરવા.
Top Search in
Similar Recipes
-
માવા ના ઘૂઘરા / ગુજીયા (Mava ghughra/gujiya recipe in Gujarati)
ઘૂઘરા એક મીઠાઈ નો પ્રકાર છે જે તળીને બનાવવામાં આવે છે અને એનું પડ મેંદાના લોટમાંથી બનાવવામાં આવે છે જે ખૂબ જ ફરસું હોય છે. ઉત્તર ભારતીય રાજ્યોમાં એ ગુજીયા તરીકે ઓળખાય છે અને મહારાષ્ટ્રમાં કરંજી તરીકે ઓળખાય છે. આ મીઠાઈ ઉત્તર ભારતમાં હોળીના તહેવાર દરમ્યાન બનાવવામાં આવે છે જ્યારે ગુજરાતમાં દિવાળીના સમયે બનાવવામાં આવે છે. ઘૂઘરા નું ફીલિંગ સામાન્ય રીતે રવા અથવા/ અને માવાનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે એમાં દળેલી ખાંડ, કોપરું અને ડ્રાયફ્રૂટ ઉમેરવામાં આવે છે. આ મીઠાઈ બનાવવામાં ઘણી ધીરજ અને સમય લાગે છે પરંતુ પરિણામ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે.#DIWALI2021#cookpadindia#cookpad_gu spicequeen -
ઘુઘરા (Ghughra Recipe In Gujarati)
#DTRદીવાળી સ્પેશિયલ રવા માવા ના હેલ્થી ઘુઘરા બનાવ્યા.. Sangita Vyas -
ઉકડીચે મોદક (Ukdiche Modak Recipe In Gujarati)
ઉકડીચે મોદક ટ્રેડિશનલ મોદક નો પ્રકાર છે જે મરાઠી લોકો ગણેશ ચતુર્થી દરમ્યાન બનાવે છે. નારિયેળ અને ગોળનું ફીલિંગ બનાવીને એને ચોખાના લોટના પડથી કવર કરવામાં આવે છે. ત્યારબાદ મોદક ને સ્ટીમ કરવામાં આવે છે. આ મોદક ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. ટ્રેડિશનલી કિનારીઓ પર ચપટી લઈને મોદક બનાવવામાં આવે છે પરંતુ એના માટે ઘણી બધી પ્રેક્ટિસની જરૂર પડે છે તો જ એકદમ પરફેક્ટ સરસ મોદક બની શકે. મોદક ના મોલ્ડ નો ઉપયોગ કરીને પણ આ મોદક બનાવી શકાય.#SGC#ATW2#TheChefStory#cookpadindia#cookpad_gu spicequeen -
ઘુઘરા(Ghughra Recipe in Gujarati)
ગુજરાતી પારંપારિક દિવાળીની મીઠાઈ એટલે કે મીઠા ઘુઘરા. માવા અને રવાના ઘુઘરા બનાવ્યા છે. ખૂબ જ ટેસ્ટી મોઢામાં મૂકતાં જ ગળી જાય છે. ઘુઘરા વગર અમારા ઘરે દિવાળી અધૂરી રહી છે. એટલે પહેલી મીઠાઈ માવાના ઘુઘરા બનાવ્યા.#cookbook#post3#diwali Chandni Kevin Bhavsar -
ઘુઘરા (Ghughra Recipe In Gujarati)
#કૂકબુક#ઘુઘરાઘુઘરા દીવાળી ની પરપપરા ગત વાનગી પણ કહી શકાય મે અહીંયા રવો અને ડ્રાય ફ્રુટ નું પુરણ કરી ઘુઘરા બનાવવા છે Dipti Patel -
ઘુઘરા(Ghughra Recipe in Gujarati)
#કુકબુક#દિવાળી સ્પેશીયલ સ્વીટ#Goldan apron 4.Week 9#maida#friedઘુઘરા દિવાળી હોળી જેવા ત્યૌહારો ની પરમ્પરાગત મિઠાઈ છે. ઘુઘરા ને બીજા રાજયો મા ગુઝિયા ના નામ થી ઓળખે છે મૈદા,ઘંઉ ના લોટ ,મા માવા ( ખોવા) ,રવો ,કોપરા અને ડ્રાય ફુટ ની સ્ટફીગ કરી ને બનાવવા મા આવે છે. દરેક ભારતીય ઘરો મા ડ્રાય સ્વીટ તરીકે બને છે ,બનાવી ને સ્ટોર કરી શકાય છે.. Saroj Shah -
ઘુઘરા(Ghughra Recipe in Gujarati)
#GA4#week9#Mainda ઘુઘરા દિવાળીમાં ખાસ કરીને બનાવવામાં આવતા હોય છે. Miti Mankad -
પીન્ની (Pinni recipe in Gujarati)
પીન્ની ઉત્તરભારતીય મીઠાઈ નો પ્રકાર છે જે શિયાળામાં બનાવવામાં આવે છે. આ મીઠાઈ લોહરી અને મકરસંક્રાંતિ ના ઉત્સવમાં પણ ઉપયોગમાં લેવામાં આવે છે. આ એક શિયાળામાં બનતી ખૂબ જ આરોગ્યવર્ધક મીઠાઈ છે જે ઘણા બધા ડ્રાયફ્રુટ, ગુંદર, ઘી અને વસાણાં નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે જે આપણા શરીરને ઠંડી માં ગરમી અને તાકાત આપે છે.#MS#cookpadindia#cookpad_gu spicequeen -
બેક્ડ સુગરફ્રી ઘુઘરા (Baked Sugar Free Ghughra Recipe In Gujarati)
#DTRઘુઘરા એ દિવાળી ની ટ્રેડિશનલ ટ્રીટ છે. મારા દાદી દર વર્ષે અવશ્ય બનાવે જ. મારા દાદી એવું કહેતા કે ઘુઘરા વગર દિવાળી અધુરી. ત્યારે આટલી સરસ મીઠાઈ પણ ન મળતી એટલે ઘુઘરા જ બધી મીઠાઈ નું સ્થાન લઈ લેતા. હું ડાયાબિટીક પેશન્ટ છું પણ મિઠાઈ મારી નબળાઈ છે એટલે મેં આ ટ્રેડિશનલ સ્વીટ ને ટ્વીસ્ટ કરીને બનાવી છે અને ખુબ જ સ્વાદિષ્ટ બની. Harita Mendha -
ગુજીયા (Gujia Recipe In Gujarati)
#HRગુજીયા(ઘૂઘરા) ઘૂઘરા એક મીઠાઈ નો પ્રકાર છે જે તળીને બનાવવામાં આવે છે અને એનું પડ મેંદાના લોટમાંથી બનાવવામાં આવે છે જે ખૂબ જ ફરસું હોય છે. ઉત્તર ભારતીય રાજ્યોમાં એ ગુજીયા તરીકે ઓળખાય છે અને મહારાષ્ટ્રમાં કરંજી તરીકે ઓળખાય છે.આ મીઠાઈ ઉત્તર ભારતમાં હોળીના તહેવાર દરમ્યાન બનાવવામાં આવે છે. આ મીઠાઈ બનાવવામાં ઘણી ધીરજ અને સમય લાગે છે Aanal Avashiya Chhaya -
ખજૂર કોપરા ના લાડુ (Khajoor kopra na ladoo recipe in Gujarati)
ખજૂર કોપરા ના લાડુ શિયાળામાં બનાવવામાં આવે છે જે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. આ લાડુ ઉતરાયણ દરમ્યાન પણ ચીકી વગેરે વસ્તુઓ ની સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. ખજૂર કોપરા ના લાડુ માં કોઈપણ પ્રકારનો માવો, લોટ અથવા તો ખાંડનો ઉપયોગ કરવામાં આવતો નથી જેને કારણે આ મીઠાઈ ખૂબ જ હેલ્ઘી મીઠાઈ નો પ્રકાર છે. આ એ ખૂબ જ સ્વાદિષ્ટ મીઠાઈ છે જે ફક્ત ખજૂર અને સૂકા મેવાનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે.#MS#cookpadindia#cookpad_gu spicequeen -
-
ઘૂઘરા (Ghughra Recipe In Gujarati)
#DTRઘૂઘરા વગર દિવાળી અધૂરી છે અને આ પારંપરિક મિઠાઈ તો દરેક નાં ઘરમાં બને જ. મેં મિલ્ક પાઉડર નો માવો બનાવી ઘુઘરા બનાવ્યા છે. મિત્રો...જરૂર થી ટ્રાય કરશો. Dr. Pushpa Dixit -
બદામ નાં ઘુઘરા (badam na ghughra recipe in Gujarati)
#DFT દિવાળી હોય અને ઘુઘરા ન હોય તેવું ન બને.જેને અહીં બદામ અને ગોળ નો ઉપયોગ કરી ને બનાવ્યાં છે.જે સ્વાદ માં ખૂબ જ અલગ બન્યાં છે. Bina Mithani -
-
માવા નાં ઘૂઘરા (Mava Ghughra Recipe in Gujarati)
#GA4#WEEK9#MITHAI#MENDO#COOKPADGUJRATI#COOKPADINDIA ઘૂઘરા એ એક પરંપરાગત મીઠાઈ છે જે દિવાળી માં ખાસ કરીને બનાવવા માં આવે છે. મેંદા ની પૂરી વણી જુદા જુદા સ્ટફિંગ ભરી ને જુદા જુદા સ્વાદ નાં ઘૂઘરા તૈયાર કરી શકાય છે. Shweta Shah -
ઘુઘરા(Ghughra Recipe in Gujarati)
આજે મે પડ વાળા મીઠા ઘુઘરા બનાવ્યા છે.આમા ખારી, પફ જેમ પડ હોય છે... ખાવા મા ટેસ્ટી અને ક્રિસ્પી લાગે છે... ઘવ મેંદો ને રવો મિક્સ હોવા થી હેલ્થ માટે ફાયદાકારક......😊😋Hina Doshi
-
કાજુ કોપરા ચીક્કી (Kaju Kopra Chikki Recipe In Gujarati)
ચીક્કી એક ભારતીય મીઠાઈ છે જે અલગ-અલગ પ્રકારના ડ્રાયફ્રૂટ અને ગોળ અથવા ખાંડ ના ઉપયોગ થી બનાવવામાં આવે છે. ચીક્કી સામાન્ય રીતે ઉત્તરાયણ ના તહેવાર દરમિયાન બનાવવામાં આવે છે. શિયાળામાં ચીક્કી નું સેવન કરવાથી શરીરને તાકાત મળે છે અને શરીરમાં ગરમી જળવાઈ રહે છે કેમકે ચીક્કી બનાવવા માટે ડ્રાયફ્રુટ, ગોળ અને ઘી નો ઉપયોગ કરવામાં આવે છે.અલગ અલગ પ્રાંતમાં ચીક્કી અલગ અલગ નામથી લોકપ્રિય છે. અલગ અલગ પ્રકારની ચીક્કી ના નામ એમાં વપરાતી વસ્તુઓ પરથી આપવામાં આવે છે. ચીક્કી એક ખૂબ જ આરોગ્યપ્રદ અને સ્વાદિષ્ટ મીઠાઈ છે.કાજુ કોપરા ચીક્કી નું એક્દમ ફ્લેવરફૂલ કોમ્બિનેશન છે. આ ચીક્કી નો સ્વાદ એટલો સરસ લાગે છે કે એક ચીક્કી ખાધા પછી રોક લગાવવો મુશ્કેલ છે.#cookpadindia#cookpad_gu spicequeen -
ફાડા લાપસી (Fada lapsi recipe in Gujarati)
ફાડા લાપસી એ ટ્રેડિશનલ ગુજરાતી મિઠાઈ નો પ્રકાર છે જે લગ્નની આગળ થતી વિધિઓમાં, વાર તહેવારે કે ધાર્મિક પ્રસંગોએ બનાવવામાં આવે છે. ફાડા લાપસી ઘઉંના ફાડા/ દલિયામાંથી બનાવવામાં આવે છે. મેં અહીંયા પ્રેશર કુકર નો ઉપયોગ કરીને ફાડા લાપસી બનાવી છે જે ખૂબ જ ઝડપથી અને સરળતાથી બની જાય છે. મારા કુટુંબમાં આ મીઠાઈ ધનતેરસના દિવસે કે કોઈ શુભ પ્રસંગો એ બનાવવામાં આવે છે.#LSR#cookpadindia#cookpad_gu spicequeen -
ગુંદર પાક (Gundar pak recipe in Gujarati)
ગુંદર પાક શિયાળા માં બનાવવા માં આવતી મીઠાઈ / વાસણા નો પ્રકાર છે. ગુંદર પાક માં ઉમેરવા માં આવતી વસ્તુઓ એને આરોગ્યવર્ધક બનાવે છે. આ એક સ્વાદિષ્ટ અને ગુણકારી મીઠાઈ છે જે શિયાળા દરમ્યાન ખાવાથી શરીર ને ખૂબ ફાયદો થાય છે.#WK2#cookpadindia#cookpad_gu spicequeen -
છેના પોડા (Chhena Poda recipe in Gujarati)
છેના પોડા એ ઓડિશા રાજ્ય ની એક ખૂબ જ લોકપ્રિય મીઠાઈ છે. એનો મતલબ થાય છે શેકેલુ પનીર. એવું માનવામાં આવે છે કે છેના પોડા એ ભગવાન જગન્નાથની એક ખૂબ જ પ્રિય મીઠાઈ છે. આ મીઠાઈ દિવાળી અને દુર્ગાપૂજા જેવા તહેવારોમાં બનાવવામાં આવે છે. આ એક પ્રકારની પનીર માંથી બનતી કેક છે જે બનાવવામાં ખૂબજ સરળ છે અને ખાવામાં એટલી જ સ્વાદિષ્ટ છે.#ઈસ્ટ#પોસ્ટ6 spicequeen -
એરફ્રાઇડ ડ્રાયફ્રુટ ઘુઘરા
#ઇબુક#Day25ટ્રેડિશનલ દિવાળી ની મિઠાઈ.. ઘુઘરાવગર રવો, વગર માવો.. ફક્ત મિક્સ ડ્રાયફ્રુટ સાથે એરફ્રાયર માં બેક્ડ કરેલા પંરપરાગત દિવાળીની મિઠાઈ.. ની હેલ્ધી વાનગી... એરફ્રાઇડ ડ્રાયફ્રુટ ઘુઘરા.(બેક્ડ). Jasmin Motta _ #BeingMotta -
કાનુલા (સ્વીટ ઘુઘરા)(ghughra in Gujarati)
#વીકમીલ૧#વીકમીલ૨# સ્વીટ રેસીપી#માઇઇબુક રેસિપી 21# સ્વીટ કાનુલા મહારાષ્ટ્ર ની ફેમસ આઈટમ Yogita Pitlaboy -
ક્રિસ્મસ ફ્રૂટ કેક (Christmas Fruit Cake Recipe in Gujarati)
ક્રિસ્મસ ફ્રૂટ કેક પ્લમ કેક તરીકે પણ જાણીતી છે. ક્રિસ્મસ દરમ્યાન બનાવવા માં આવતી આ ખુબ જ લોકપ્રિય કેક નો પ્રકાર છે જે અલગ અલગ પ્રકાર ના સૂકા ફળ અને સૂકા મેવા માં થી બનાવવા માં આવે છે. તજ, સૂંઠ અને જાયફળ કેક ને ખુબ સરસ ફ્લેવર આપે છે. રોજબરોજ બનાવાતી કેક કરતા એકદમ અલગ પ્રકાર ની આ કેક ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.#CCC spicequeen -
સેમિયા પાયસમ (Semiyan payasam recipe in Gujarati)
સેમિયા પાયસમ એક દક્ષિણ ભારતીય મીઠાઈ છે જે વર્મીસેલી, દૂધ, ઘી, ખાંડ કે ગોળ નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ મીઠાઈ ખૂબ જ ઝડપથી બની જાય છે અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ મીઠાઈ પ્રસંગોપાત અથવા તો પૂજાના પ્રસાદ રૂપે પણ બનાવી શકાય. સેમિયા પાયસમ ભોજનની સાથે અથવા તો ભોજન પછી પણ પીરસી શકાય.#ST#cookpadindia#cookpad_gu spicequeen -
પરૂપ્પુ પાયસમ (Paruppu payasam recipe in Gujarati)
જેમ આપણા ઉત્તર ભારતમાં ખીર ખૂબ જ લોકપ્રિય છે એ જ રીતે દક્ષિણ ભારતમાં પાયસમ ખૂબ જ લોકપ્રિય છે. અલગ અલગ વસ્તુઓ નો ઉપયોગ કરીને પાયસમ બનાવવામાં આવે છે. પરૂપ્પુ પાયસમ મગની દાળ, ગોળ અને નાળિયેરના દૂધ માંથી બનાવવામાં આવતું પાયસમ છે. એમાં સુકામેવા પણ ઉમેરવામાં આવે છે. આ એક ખૂબ જ હેલ્ધી સ્વીટ ડીશ છે. સ્વાસ્થ્ય માટે ગુણકારી એવી આ સ્વીટ ડિશ બનાવવામાં પણ ખૂબ જ આસાન છે.#સાઉથ#પોસ્ટ1 spicequeen -
બેસન રવા લાડુ (Besan Rava Ladoo Recipe In Gujarati)
સામાન્ય રીતે એવી માન્યતા છે કે મિષ્ટાન્ન બનાવવા માટે ઘણો ટાઈમ જોઈએ, પરંતુ એવુ નથી. અમુક સ્વીટ્સ એવી પણ છે જે ખૂબ જ ફટાફટ બની જાય છે અને તે બધાને ભાવે પણ ખૂબ છે.આ લાડું ખૂબ ઓછા ઘીમાં બની જાય છે, અને ખાવામાં ખૂબ જ સોફટ, રવાનાં લીધે દાણેદાર લાગે છે.#rainbowchallenge#week1#yellowrecipes#RC1#ladoo#sweets#besanravaladdu#cookpadgujarati#cookpdindia Mamta Pandya -
રજવાડી ડ્રાયફ્રુટ ઘુઘરા (Rajwadi Dryfruit Ghughra Recipe In Gujarati)
#DTR#cookpad Gujarati#Diwali special Saroj Shah -
ઘુઘરા (Ghughra Recipe In Gujarati)
#DTRદિવાળીમાં બધાના ઘરે ઘુઘરા બનતા હોય છે જે મેં પણ બનાવ્યા ઘૂઘરાના કરીએ તો એમ લાગે કે જાણે દિવાળી આવી જ નથી Dhruti Raval -
તીખા ઘુઘરા(Spicy Ghughra recipe in Gujarati)
ડ્રાયફ્રૂટ કચોરી અને ખસ્તા કચોરીની જેમ જ થોડાક ફેરફાર સાથે બને છે. અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.. Palak Sheth
More Recipes
ટિપ્પણીઓ (17)