ઘૂઘરા (દિવાળી સ્પેશિયલ) (Gughra Recipe In Gujarati)

Nidhi Sanghvi
Nidhi Sanghvi @cook_9784
વડોદરા

ઘુઘરા એ પરંપરાગત ગુજરાતી સ્વીટ્સ છે. તે ગુજિયા તરીકે પણ ઓળખાય છે. ઘુઘરા નાળિયેર અને ડ્રાય ફ્રૂટ થી બનાવાય છે.ઘૂઘરા ખાધા વગર અને બનાવ્યા વગર દિવાળી અધૂરી છે.
ઘુઘરા મારી પ્રિય દિવાળીની સ્વીટ છે.

#કૂકબુક
#post2

ઘૂઘરા (દિવાળી સ્પેશિયલ) (Gughra Recipe In Gujarati)

ઘુઘરા એ પરંપરાગત ગુજરાતી સ્વીટ્સ છે. તે ગુજિયા તરીકે પણ ઓળખાય છે. ઘુઘરા નાળિયેર અને ડ્રાય ફ્રૂટ થી બનાવાય છે.ઘૂઘરા ખાધા વગર અને બનાવ્યા વગર દિવાળી અધૂરી છે.
ઘુઘરા મારી પ્રિય દિવાળીની સ્વીટ છે.

#કૂકબુક
#post2

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મિનિટ
૧૫ નંગ
  1. કણક માટે:-
  2. ૧ કપમેંદો
  3. ૨ ટેબલ સ્પૂનઘી
  4. ૧/૪ કપપાણી
  5. સ્ટફિંગ માટે
  6. ૧/૮ કપ ઘી
  7. ૧/૪ કપમિક્સ ડ્રાય ફ્રુટ
  8. ૧/૪ કપરવો
  9. ૧/૮ કપ માવો
  10. ૨ ટેબલ સ્પૂનટોપરા ની છીણ
  11. ૧/૨ ટી સ્પૂનખસ ખસ
  12. ૧/૨ કપદળેલી ખાંડ
  13. જરૂર મુજબ તેલ અથવા ઘી તળવા માટે

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ માં લોટ લઈ તેમાં ઘી નાખી લોટ ને બરાબર મસળી લો.પાણી થી લોટ બાંધી કણક ને ઘી લગાડી ૨૦ મિનિટ માટે રેસ્ટ આપો.

  2. 2

    સ્ટફિંગ માટે એક પેન લો.તેમાં ધી ઉમેરી પહેલા તેમાં ડ્રાય ફ્રૂટ રોસ્ટ કરી તેને કાઢી લો.હવે એ જ ધી માં રવો અને માવો ઉમેરી બરાબર શેકી લો.શેકાઈ જાય એટલે તેને એક બાઉલ માં કાઢી લો.હવે એ જ પેન મા ટોપરા ની છીણ અને ખસ ખસ ઉમેરી બરાબર શેકી લો.શેકાઈ જાય એટલે બાઉલ મા કાઢી લો

  3. 3

    હવે રોસ્ટ કરેલા ડ્રાય ફ્રુટ ને મિક્ષચર માં અધકચરા ક્રશ કરી લો.હવે એક બાઉલમાં બધું ભેગુ કરી તેમાં દળેલી ખાંડ ઉમેરી બરાબર મિકસ કરી લો

  4. 4

    હવે કણક ના એક સરખા લૂઆ કરો.હવે પૂરી વણો.એક વાટકી લઈ તેને પૂરી પર મૂકી વધારા ની કણક કાઢી લો.હવે પૂરી માં વચ્ચે સ્ટફિંગ મૂકો અને કિનારી ને આંગળી થી પાણી લગાડી દો.

  5. 5

    હવે બંને કિનારી ને સાથે ઉપાડી ચોંટાડી દો.કિનારી ને મનગમતી કાંગરી આપી ને વાળો.

  6. 6

    હવે તૈયાર થયેલા ઘૂઘરા ને ગરમ તેલ માં ધીમા તાપે ગોલ્ડન કલર ના તળી લો.તો તૈયાર છે ઘૂઘરા દિવાળી માં ખાવા માટે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nidhi Sanghvi
Nidhi Sanghvi @cook_9784
પર
વડોદરા
મને રસોઈ નો બહુ શોખ છે.મારા દિકરા ને પણ રસોઈ નો બહુ શોખ છે.મને જૈન રેસિપી માં વેરિયેશન કરી બનાવું ગમે છે.
વધુ વાંચો

Similar Recipes