ચીઝ બર્સ્ટ વઘારેલો ભાત (Cheese Burst Vagharelo Rice Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#PG
#cookpadindia
#Cookpadgujarati
ચીઝ બર્સ્ટ વઘારેલો ભાત

ચીઝ બર્સ્ટ વઘારેલો ભાત (Cheese Burst Vagharelo Rice Recipe In Gujarati)

#PG
#cookpadindia
#Cookpadgujarati
ચીઝ બર્સ્ટ વઘારેલો ભાત

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. મુઠ્ઠી બાસમતી ચોખા
  2. ૧ ટેબલ સ્પૂનઘી
  3. ૧\૨ ટી સ્પૂન રાઇ
  4. લવીંગ
  5. મીઠું સ્વાદ પ્રમાણે
  6. ૧ ટી સ્પૂનલાલ મરચું
  7. ૧/૪ ટી સ્પૂન હળદર
  8. ૧/૪ ટી સ્પૂન ગરમ મસાલો
  9. ૧/૨ ટી સ્પૂન ખાંડ
  10. ૧ ટેબલ સ્પૂનચીઝ સ્પ્રેડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચોખા ને પાણી મા સારી રીતે ધોઇ ૧૦ મિનિટ પલાળી રાખો હવે ૧ તપેલીમાં ૨ લીટર પાણી ગરમ કરવા મૂકો... ગરમ થયે એમાં ચોખા નાંખો.... શરુઆતમાં ઉબાલ આવે ત્યાં સુધી ફાસ્ટ તાપે થવા મુકો પછી મિડિયમ આંચ પર રાખો.... ચોખા ચડી જાય એટલે ગેસ બંધ કરી દો અને ભાત ૧ ચારણી મા ઓસાવી લો

  2. 2

    થોડીવાર પછી ઓસમાણ નીતારી જાય & ભાત કોરો પડે એટલે એને ૧ સ્ટીલના બાઉલમાં કાઢો એમાં મીઠું... મરચું... હળદર ખાંડ અને ગરમ મસાલો નાખો...

  3. 3

    બીજી બાજુ ૧ નાના વઘારિયા મા ઘી ગરમ કરો અને એમા રાઇ તતડે એટલે લવીંગ નાંખો... લવીંગ ફૂટે એટલે વઘાર ભાત માં નાંખો.... હવે ભાત ને ૧ ચમચી વડે હલાવો.... હવે ૧ માઇક્રો સેફ બાઉલ માં નીચે ૧ ચમચી ભાત પાથરો એની ઉપર ચીઝ સ્પ્રેડ મૂકો...

  4. 4

    હવે બધો જ ભાત નાંખો.... એને ઉપરથી ૧ ચમચા વડે પ્રેસ કરી સમથળ કરો.... જમવા ના થોડા સમય પહેલા ભાત ને ૨ મિનિટ માઈક્રો કુક કરો.. બહાર કાઢી બાઉલ ને ૧ ડીશમાં ઊંધો પાડો.... & હળવે થી બાઉલ ઉપાડી લો... & ગરમાગરમ સ્વાદિષ્ટ ચીઝ બસ્ટ વઘારેલા ભાત ની મોજ માણો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes