કાજુ અને લીલા લસણ નું શાક (Kaju Green Garlic Shak Recipe In Gujarati)

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કડાઇ માં તેલ ગરમ કરી કાજુ ને તળી લેવા.
- 2
હવે એજ કડાઇ માં બધા ખડા મસાલા ઉમેરી પછી તેમાં આદુ, લસણ અને મીઠા લીમડાનાં પાન ઉમેરી સાંતળો. પછી તેમાં કાદાં ઉમેરી આછા ગુલાબી રંગના થાય ત્યા સુધી સાંતળો.
- 3
પછી તેમાં બંને કલર ના ટામેટાં, લીલા મરચાં ની પેસ્ટ, કાજુ ના ટુકડા, મગજતરી ઉમેરી બરોબર મિક્સ કરી ને સાંતળો. ટામેટાં સોફ્ટ થાય પછી તેમાં પાલક ઉમેરવી.
- 4
5 મિનિટ પછી ગેસ બંધ કરી ને ઠંડુ થાય એટલે મિકસર જાર માં લઈ પેસ્ટ બનાવી લેવી.
- 5
હવે એક કડાઇ માં તેલ ગરમ કરી જીરુ ઉમેરી ને તરત જ પેસ્ટ નાખી સાંતળો. 5-6 મિનિટ પછી તેમાં લીલું લસણ અને કોથમીર ઉમેરી મિક્સ કરી લો.
- 6
પછી તેમાં હળદર, ધાણાજીરુ, કિચનકીંગ મસાલો અને મીઠું નાખી બરોબર મિક્સ કરી તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી મિક્સ કરી લેવું. 1 મિનિટ પછી તેમાં મલાઇ ઉમેરી મિક્સ કરી લેવું.
- 7
પછી તેમાં તળેલા કાજુ ઉમેરી બરોબર મિક્સ કરી ઢાંકણું ઢાંકી 5 મિનિટ માટે ધીમા તાપે શાક ને ચડવા દેવું.
- 8
તૈયાર કાજુ અને લીલા લસણ ના શાક ને પરાઠા અને છાશ સાથે સર્વ કરવું.
Similar Recipes
More Recipes

























ટિપ્પણીઓ (31)