ભૂંગળા બટાકા (Bhungra Bataka Recipe In Gujarati)

Smitaben R dave
Smitaben R dave @Smita_dave
Bhavnagar

#CB8

ભૂંગળા બટાકા એ ભાવનગરની સ્પે. રેશીપી ગણાય છે તેમાં ઘણી જાતના વેરીએશન કરી શકાય છે દા.ત. લસણીયા,ગ્રીન,કૂરકૂરા(ઉપરથી ચવાણુ નાં ખીને),ધમધમાટ સેવવાળા,ગાંઠિયાવાળા,જેવો જેમનો ટેસ્ટ.બેઝિક દરેકમાં ચટણીનો ભાગ મુખ્ય (ટેસ્ટ તરીકે)છે.તેથી તે ખૂબ જ ચટપટી-સ્પાઈસી બનાવાય છે.અહીં મેં લસણીયા બટાકા બનાવેલ છે.

ભૂંગળા બટાકા (Bhungra Bataka Recipe In Gujarati)

3 કમેન્ટ્સ કરેલ છે

#CB8

ભૂંગળા બટાકા એ ભાવનગરની સ્પે. રેશીપી ગણાય છે તેમાં ઘણી જાતના વેરીએશન કરી શકાય છે દા.ત. લસણીયા,ગ્રીન,કૂરકૂરા(ઉપરથી ચવાણુ નાં ખીને),ધમધમાટ સેવવાળા,ગાંઠિયાવાળા,જેવો જેમનો ટેસ્ટ.બેઝિક દરેકમાં ચટણીનો ભાગ મુખ્ય (ટેસ્ટ તરીકે)છે.તેથી તે ખૂબ જ ચટપટી-સ્પાઈસી બનાવાય છે.અહીં મેં લસણીયા બટાકા બનાવેલ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 10 નંગબટાકા બાફેલા
  2. વાટેલી ચટણી માટે
  3. 8 નંગલસણની કળી
  4. 4 ચમચી મરચું
  5. પ્રમાણસર મીઠું
  6. 1 ચમચીસમારેલી કોથમીર
  7. 30ભૂંગળા/જોઈતા પ્રમાણમાં
  8. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બટાકા ધોઈ બાફી તેને ફોલીને એક બાઉલમાં લઈ લો.અને લસણની ચટણી બનાવી લો.કડાઈમાં તેલ ગરમ કરી ભૂંગળા તળી લો.

  2. 2

    ત્યારબાદ એક વાટકીમાં લસણની ચટણી લઈ તેમાં પાણી ઉમેરી પાતળી કરી લો અને તેમાં 0ll ચમચી તેલ ઉમેરો.(તેલ એવોઈડ કરી શકાય છે.)

  3. 3

    તૈયાર કરેલ ચટણી બાઉલમાં બટાકા પર પાથરી દો પછી ચટણી બટાકાને કોટ થઈ જાય એ રીતે બાઉલને ઉપર-નીચે કરો. બરાબર મિક્ષ થઈ જાય એટલે સર્વિંગ પ્લેટમાં લઈ તળેલા ભૂંગળા સાથે સર્વ કરો. (સ્પાઈસી કરવા માટે ચટણીનુ પ્રમાણ વધારી શકાય.)જો અવે લેબલ હોય તો આંબલીની ગળી ચટણી પણ ઉમેરી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Smitaben R dave
Smitaben R dave @Smita_dave
પર
Bhavnagar

Similar Recipes