શેર કરો

ઘટકો

ત્રીસ મિનિટ
આઠ વ્યક્તિ
  1. 250 ગ્રામ ખજૂર
  2. ૨ ચમચીઘી
  3. 10 નંગકાજુ
  4. 10 નંગબદામ
  5. 10 નંગપિસ્તા
  6. 1 ચમચીકોપરાનું ખમણ
  7. 1 ચમચીખસખસ

રાંધવાની સૂચનાઓ

ત્રીસ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ખજૂરના ઠળિયા કાઢી તેને સમારી લેવા.અડધા ડ્રાયફ્રુટ્સ સમારી લેવા.

  2. 2

    હવે ગેસ ઓન કરી કડાઈમાં ઘી ગરમ કરી ઘી ગરમ થાય પછી તેમાં ખજૂર નાખી 15 મિનિટ સુધી ધીમા તાપે સાંતળો. ચમચાથી પ્રેશર આપો.જેથી ખજૂર એક રાસ થાય.ખજૂર સોફ્ટ થાય ત્યાં સુધી સાંતળો.

  3. 3

    હવે બાકીના અડધા બદામ,પિસ્તા અને કાજુને મિક્સરમાં ક્રશ કરી ખજૂરમાં ઉમેરો.પછી તેમાં કોપરાનું ખમણ નાંખી હલાવી લો.હવે તેને ઘી થી ગ્રીસ કરેલી થાળી માં પાથરી દો.પછી તેના ઉપર કાજુ, બદામ,પિસ્તા નાખી સજાવો. ઠંડુ થાય પછી એક કલાક ફ્રીઝ માં રાખી પછી તેના પીસ પાડી દો.

  4. 4

    રેડી છે ખજૂર પાક. તેને સર્વિંગ પ્લેટમાં લઈ ખસખસ મૂકી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jayshree G Doshi
Jayshree G Doshi @cook_27788835
પર

ટિપ્પણીઓ

Similar Recipes