ભૂંગળા બટાકા (Bhungra Bataka Recipe In Gujarati)

Juliben Dave
Juliben Dave @julidave

#માઇઈબૂક૧
#પોસ્ટ૧૧
#વિક્મીલ૧
પોસ્ટ:૮
સ્પાઈસી

ભૂંગળા બટાકા (Bhungra Bataka Recipe In Gujarati)

#માઇઈબૂક૧
#પોસ્ટ૧૧
#વિક્મીલ૧
પોસ્ટ:૮
સ્પાઈસી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 15-20 નંગનાના બટાકા (બાફેલા)
  2. 20-25કળી સૂકું લસણ ફોલેલું
  3. 3 ટેબલસ્પૂનલાલમરચું પાઉડર
  4. 3 ટેબલસ્પૂનકોથમીર
  5. 2 ટેબલસ્પૂનતેલ
  6. મીઠું સ્વાદમુજબ
  7. પિરસવામાટે
  8. તળેલા મોટા ભૂંગળા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બટેટાને ફોર્ક થી બે ત્રણ કાણાં પાડી બાફી લ્યો
    બાફતી વખતે સહેજ મીઠું નાખવું..જેથી બટાકા માં મીઠું ચડી જાય

  2. 2

    હવે ખાંડણીમાં લસણ અને સ્વાદમુજબ મીઠું લ્યો.
    અધકચરું ખાંડો,ત્યારબાદ તેમાં 1/2કોથમીર ઉમેરી દ્યો
    અને બારીક ખાંડો,
    સરખું ખંડાઈજાય એટલે લાલમરચું ઉમેરો,ફરી ખાંડો
    સરખું મિક્સ થઇ જાય એટલે વાટકીમાં કાઢી લ્યો.

  3. 3

    હવે કડાઈમાં તેલ ગરમ મૂકી બઝારમાં જે પીળા મોટા ભૂંગળા આવે છે
    તે તળી લ્યો,બટરપેપર પર નિતારી લેવા અથવા કોરા મમરા
    પર રાખી દ્યો તો પણ વધારાનું તેલ સોસાઈ જશે.હું હમેશા
    મમરા પર જ કાઢી લાઉ છું,જેથી તેલનો બગાડ પણ ના થાય.

  4. 4

    હવે એક મોટા તપેલામાં બે થી ત્રણ ચમચા તેલ લ્યો
    ગરમ કરવું હોય તો કરાય કાચું પણ સારું જ લાગે છે
    તેમાં લસણની ચટણી ઉમેરો અને મિક્સ કરી લ્યો
    પછી તેમાં બાફેલા બટાકા ઉમેરી અને ચમચાથી ખુબ સારી રીતે
    ઉપરનીચે હલાવી મિક્સ કરી લ્યો
    કોથમીર ભભરાવો...

  5. 5

    તૈય્યાર છે અસલ ભાવનગરી બટેટાંભૂંગળાં,,,,,
    બટેટાંભૂંગળાં નામ પડતા જ મોમાં પાણી આવી જાય
    એમાં ય આતો વરસાદી ઋતુ...મન લલચાઈ જ જાય
    પહેલા તો બટેટાંભૂંગળાનું નામ સાંભળતા લોકો મોં બગાડતા
    પણ એકવાર જે ચાખે પછી તે ક્યારેય મોં નહીં બગાડે,,
    બટાકા ભૂંગળા હવે તો મોટા મોટા પ્રસંગોમાં સાઈડ ડીશ તરીકે કે ફરસાણ
    રૂપે પીરસાય છે,,,ભીડ એ જ કાઉન્ટર પર હોય છે..

  6. 6

    મારુ પિયર ભાવનગર એટલે મારા મામેરીયા પણ અસલ ભાવનગરી,,
    મેં મારા દીકરાની જનોઈમાં મામેરાનાં પ્રસંગ વખતે સાંજના સમયે નાસ્તામાં
    બટાકા ભૂંગળા જ રાખેલા,જૂનાગઢીઓ માટે આ પ્રથમ વાર હતું,
    પણ તમે નહીં માનો જમણવાર જેટલા બટેટાંભૂંગળાં ખવાયા.....
    જૂનાગઢીઓએ મન મૂકીને મોજ માણી,,,,,
    આવા સ્વાદિષ્ટ અને ધમધમાટ બટેટાંભૂંગળાં તમે પણ બનાવજો..

  7. 7

    બહુ ઓછા મસાલા અને સાધનસામગ્રી સાથે બને છે પણ
    સ્વાદમાં લાજવાબ બને છે,,અને ખુબ જ ઝડપી બને છે
    કોઈ તૈય્યારી ની જરૂર નથી,,દરેક ઘરમાં હોય તે વસ્તુ થી જ
    બની જાય છે....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Juliben Dave
Juliben Dave @julidave
પર

Similar Recipes