લીલી તુવેર ના ટોઠા (Lili Tuver Totha Recipe In Gujarati)

Riddhi Dholakia
Riddhi Dholakia @RiddhiJD83

#CB10
ઉત્તર ગુજરાતના મહેસાણા ની પ્રખ્યાત રેસીપી ટોઠા એ મુખ્યત્વે લીલી અને સૂકી એમ બન્ને તુવેર માંથી બનાવવામાં આવે છે. શિયાળામાં બનતી આ રેસિપીમાં ભરપૂર માત્રામાં લીલા લસણ નો ઉપયોગ કરવામાં આવતો હોવાથી તે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી બને છે . આયુર્વેદ અનુસાર તુવેર ત્રિદોષહરનારી હોવાથી દરેક માટે સ્વાસ્થ્યવર્ધક પણ છે ,શિયાળામાં તુવેરના સેવનથી વાત પિત કફ મટે છે અને લોહીની શુદ્ધિ થાય છે ઉપરાંત તુવેર a high protein આપતું કઠોળ છે .આ રેસિપી મુખ્યત્વે બ્રેડ પરોઠા કે બાજરાના રોટલા સાથે સર્વ કરવામાં આવે છે .તો આવો આપણે જોઈએ લીલી તુવેર ના ટોઠા બનાવવાની રીત..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
ત્રણ વ્યક્તિ
  1. 1 બાઉલ લીલી તુવેરના દાણા
  2. ૧ નંગટમેટું ઝીણું સમારેલું
  3. ૩ નંગલીલી ડુંગળી ઝીણી સમારેલી
  4. પ નંગ લીલું લસણ ઝીણું સમારેલું
  5. 2 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  6. 1 ચમચીજીરૂ
  7. 1/2 ચમચી હિંગ
  8. 1/2 ચમચી હળદર
  9. 2 ચમચીકાશ્મીરી લાલ મરચું પાઉડર
  10. 1 ચમચીધાણાજીરૂ
  11. ૧ ચમચીગરમ મસાલો
  12. સ્વાદ અનુસારમીઠું
  13. વઘાર માટે તેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ તુવેરના દાણાને પાણીથી બરાબર ધોઈ પ્રેશર કુકરમાં સ્વાદ મુજબ મીઠું અને હળદર નાંખી બે વ્હીસલ વગાડી લો.

  2. 2

    હવે એક કડાઈમાં તેલ ગરમ મૂકી તેમાં જીરું હિંગ આદુ મરચાની પેસ્ટ લીલુ લસણ લીલી ડુંગળી ટામેટા ઉમેરી ૨ થી ૩ મિનીટ માટે સાંતળી લો ત્યારબાદ તેમાં જણાવેલા બધા જ મસાલા કરી તેલ છૂટું પડે ત્યાં સુધી ધીમા તાપે ચડવા દો.ત્યારબાદ તેમાં બાફેલી તુવેરના દાણા ઉમેરી સહેજ પાણી ઉમેરી ઉકળવા દો.

  3. 3

    તો તૈયાર છે લીલી તુવેર ના ગરમાગરમ ટોઠા.. જેને આપ વ્હાઇટ સ્લાઈસ બ્રેડ સેવ,ખાટું મીઠું મિક્સર,લાલ-લીલી ચટણી, માખણ અને છાસ સાથે સર્વ કરી શકો છો.

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Riddhi Dholakia
Riddhi Dholakia @RiddhiJD83
પર
If you think well, you cook well.😘🍱🍜☕🍹🍨🍢🥘
વધુ વાંચો

Similar Recipes