સોયા ચંક સબ્જી (Soya Chunk Sabji Recipe In Gujarati)

Deepika Yash Antani
Deepika Yash Antani @Deepika_1990
Mumbai - Ghatkopar (west)

આ ચંક એટલે સોયા વડી જે ભરપૂર પ્રોટીન વાળી છે જેને કોઈ પણ રીતે ટેસ્ટી બનાવી ને ખાવી જોઈએ.તો આ અમાનું એક રીત( રેસિપી) છે.

સોયા ચંક સબ્જી (Soya Chunk Sabji Recipe In Gujarati)

આ ચંક એટલે સોયા વડી જે ભરપૂર પ્રોટીન વાળી છે જેને કોઈ પણ રીતે ટેસ્ટી બનાવી ને ખાવી જોઈએ.તો આ અમાનું એક રીત( રેસિપી) છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 100 ગ્રામસોયાબિન વડી
  2. વડી ઉકળવા પાણી
  3. 1 મીડીયમ ટુકડોઆદુ
  4. 7-8કળી ફોલેલું લસણ
  5. 300 ગ્રામદહીં મીડીયમ ખાટુ
  6. 2 નંગસૂકી ડુંગળી
  7. 1 નંગટામેટું
  8. 5 ચમચીતેલ
  9. 1/2 ટી સ્પૂનજીરું
  10. 2 ટી સ્પૂનલાલ મરચું પાઉડર
  11. 1 ટી સ્પૂનહળદર પાઉડર
  12. 1 ચમચીકસૂરી મેથી
  13. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    પેહલા વડી ને 10 મિનિટ ઉકાળી લેવી,પછી અને જારા વડે કાઢી ઠંડાં પાણી માં નાખી દેવું. અને બીજી બાજુ ડુંગળીને ઝીણી સમારી લેવી અને ટામેટાંની પ્યોરી કરી લેવી.

  2. 2

    10 મિનિટ પછી એને પાણીમાંથી નીચોવીને અલગ બાઉલમાં કાઢી લેવી પછી તેમાં હળદર, મરચું,ધાણાજીરૂ, આદુ,લસણ ની પેસ્ટ, મીઠું સ્વાદ અનુસાર અને દહીં નાખી સરખું મિક્ષ કરી દસ મિનિટ મેરીનેટ થવા માટે છોડી દેવું.

  3. 3

    પછી 1 પેન માં વઘાર માટે તેલ મૂકી એમાં જીરું નાખી હિંગ નાખી તેમાં જીણી સમારેલી ડુંગળી નાખી સાંતળવા દેવી ગોલ્ડન થાય ત્યાં સુધી. પછી તેમાં ક્રશ કરેલી ટોમેટો પ્યુરી નાખી દેવી.

  4. 4

    પછી તેમાં તેલ છૂટે એટલે મેરીનેટ થયેલી સોયાબીન વડી ઉમેરી દેવી

  5. 5

    બસ દસ મિનિટ થવા દેવું અને પછી એમાં ઉપર કોથમીર ઉમેરવી હોય તો ઉમેરાઈ અથવા તો એમને એમ ગરમા ગરમ સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Deepika Yash Antani
Deepika Yash Antani @Deepika_1990
પર
Mumbai - Ghatkopar (west)
i love to cook..n also like to serve to all..delicious food.love to eat also....
વધુ વાંચો

Similar Recipes