પાલક શોરબા અને સોયા ચન્ક્સ વેજી. બિરયાની(Palak Shorba Soya Chunks Veg. Biryani Recipe In Gujarati)

Alpa Pandya
Alpa Pandya @Alpa_Kitchen_Studio

પાલક શોરબા ( સૂપ) અને સોયા ચન્ક્સ વેજીટેબલ બિરયાની
# GA4
# Week 16
પાલક શોરબા ને પાલક સૂપ પણ કહેવાય એમાં ઇન્ડિયન મસાલા નાખવામાં આવે છે.ઓરિજિનલ એ મોગલાઈ કુસીન ની રેસીપી છે,પણ એ પંજાબી અને નોર્થ ઇન્ડિયન ની પણ રેસિપી છે.પાલક શોરબા માં નુટરીશન થઈ ભરપૂર અને ટેસ્ટ માં બહુજ રિચ છે.
સોયા ચન્ક્સ અને વેજ. બિરયાની પ્રોટીન અને વિટામિન્સ થી ભરપૂર છે.શિયાળા માં બધા જ શાકભાજી સહેલાઇ થઈ મળી રહે છે.એટલે આવી વાનગી બનાવાની અને જમવાની બહુ જ મજા આવે છે.

પાલક શોરબા અને સોયા ચન્ક્સ વેજી. બિરયાની(Palak Shorba Soya Chunks Veg. Biryani Recipe In Gujarati)

પાલક શોરબા ( સૂપ) અને સોયા ચન્ક્સ વેજીટેબલ બિરયાની
# GA4
# Week 16
પાલક શોરબા ને પાલક સૂપ પણ કહેવાય એમાં ઇન્ડિયન મસાલા નાખવામાં આવે છે.ઓરિજિનલ એ મોગલાઈ કુસીન ની રેસીપી છે,પણ એ પંજાબી અને નોર્થ ઇન્ડિયન ની પણ રેસિપી છે.પાલક શોરબા માં નુટરીશન થઈ ભરપૂર અને ટેસ્ટ માં બહુજ રિચ છે.
સોયા ચન્ક્સ અને વેજ. બિરયાની પ્રોટીન અને વિટામિન્સ થી ભરપૂર છે.શિયાળા માં બધા જ શાકભાજી સહેલાઇ થઈ મળી રહે છે.એટલે આવી વાનગી બનાવાની અને જમવાની બહુ જ મજા આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ + ૧ કલાક
૪ વ્યક્તિ
  1. પાલક શોરબા માટે
  2. ૧ઝૂડીમોટો પાલક નો બન્ચ
  3. 1નંગમિડિયમ સાઈઝ ની ડુંગળી ઝીણી સમારેલી
  4. ૪-૫ કળીલસણ ઝીણા સમરેલ
  5. 1 કપદૂધ
  6. 1 ટી.સ્પૂનજીરૂ
  7. 2-3 નંગતમાલ પત્ર
  8. 2-3 નંગલવિંગ
  9. 1 નંગતજ
  10. ૧-૨ ટી.ચમચી ઘી
  11. ૧ ટી.સ્પૂનલાલ મરચું પાઉડર
  12. ૧.ટી.ચમચી ગરમ મસાલા
  13. ૧/૪ કપફુદીના ના પાન
  14. ૧ નંગલીલું મરચું
  15. ૧ ટી.સ્પૂનઆદુ ની પેસ્ટ
  16. વઘાર માટે
  17. 2 કળીલસણ ની કળી સમારેલ
  18. ચપટીલાલ મરચું પાઉડર
  19. ૧ ટી.સ્પૂનઘી
  20. સોયા ચન્ક્સ અને વેજ.બિરયાની
  21. બિરયાની માટે
  22. ૨ કપ બાસમતી ચોખા ૨૦ મિનિટ પલાળેલા
  23. ૧૦-૧૨ નંગ સોયા ચન્ક્સ ૧૫ મિનિટ ગરમ પાણી માં પલાળેલા
  24. ૨. ટે. ચમચી ઘી
  25. ૨ ટે. ચમચી તેલ
  26. ૨ -૨ નંગતજ,લવિંગ, ઇલાયચી, તમાલપત્ર,મરી, વઘાર ના મરચા બધું
  27. 2 કપમિક્સ વેજીટેબલ સમારેલ (ફ્લાવર, ફણસી, ગાજર,વટાણા કેપ્સિકમ)
  28. ૧/૪ કપફુદીનો અને લીલા ધાણા
  29. ૨ નંગટામેટા ઝીણા સમારેલા
  30. ૧/૪ટી. ચમચી હળદર
  31. ૧/૨ટી. ચમચી લાલ મરચું પાઉડર
  32. ૧.ટે. ચમચી બિરયાની મસાલો
  33. ૨ટે. ચમચી દહીં
  34. સ્વાદ મુજબમીઠું
  35. પેસ્ટ માટે
  36. ૧ટે. ચમચી આદુ લસણ ની પેસ્ટ
  37. ૧/૨ કપફુદીના ના પાન
  38. ૧/૨ કપલીલા ધાણા સમારેલા
  39. 2 નંગમીડીયમ ડુંગળી સમારેલી
  40. ૧નંગ લીલું મરચું

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ + ૧ કલાક
  1. 1

    પાલક સૂપ માટે પાલક ભાજી ને થોઈ ને સમારી લેવી.એક પણ લાઇ તેમાં ઘી લાઇ ગ્રામ થાય એટલે તેમાં જીરું,તમાલ પત્ર,લવિંગ,તજ નાખી તેને સાંતળવું.પછી સમારેલું લસનનાખી થોડું બ્રાઉન થઈ પછી તેમાં સમારેલી ડુંગળી નાખી તેને સાંતળવી કલર બદલાય ત્યાં સુધી પણ બળવી ના જોઈએ.

  2. 2

    તેમાં સમારેલી પાલક,લાલ મરચું,ગરમ મસાલો,આદુ ની પેસ્ટ,મીઠું નાંખી બરાબર મિક્ષ કરી હલાવવું.પાલક થોડી ચડે ઍલે તેમાં દૂધ નકી એક ઉભરો આવે ત્યાં સુધી ઉકાળવું.પછી ગેસ બંધ કતી નીચે ઉતારી લેવું.તજોડું ઠંડુ પડે એટલે તેમાં ફુદીના ના પાન, લીલું મરચું નાંખી મિક્સર માં વાટી પ્યુરી બનાવી લેવી.અને ગાળી લેવું.તેમાં વઘાર માટે એક નાના પેન માં ઘી લાઇ ગરમ થસી એટલે સમારેલા લસણ નાખી થોડો બ્રાઉન કલર થઈ એટલે ચપટી લાલ મરચું નાખી તેને પાલક ના સૂપ પાર રેડવું અને ફ્રેશ ક્રીમ થી ગાર્નિશ કરવું.

  3. 3

    સોયા ચન્ક્સ અને વેજ.બિરયાની માટે,સોયા ચન્ક્સ ને ૧૫ મિનિટ ગ્રામ પાણી માં પલાળી રાખવા પછી નીચોવી ને બહાર કાઢી સાઈડ પાર રાખવા.પેસ્ટ માટે ની બધી સામગ્રી લાઇ થોડું પાણી નસખી મિક્સર માં વતી પેસ્ટ બનાવી લેવી.

  4. 4

    એક કુકર માં ઘી, તેલ લઇ ગરમ થાય એટલે તેમાં લવિંગ, તજ,મરી,ઇલાયચી, તમાલ પત્ર,વઘાર ના મરચાં નાખવા. ઉપર તૈયાર કરેલ પેસ્ટ નાંખી હલાવી તેને સાંતળવી.તેમાં ટામેટા નાખી મિક્સ કરી ટામેટા ગળી જાય ત્યાં સુધી સાંતળવું.

  5. 5

    તેમાં સમારેલા મિક્સ વેજીટેબલ (ફ્લાવર,ફણસી,વટાણા,ગાજર,બધા કેપ્સિકમ)નાખી બરાબર હલાવી હળદર,લાલ મરચું પાઉડર,બિરયાની મસાલો નાંખી બરાબર હલવિદેવુ. દહીં અને સ્વાદ મુજબ મીઠું નાખી હલાવવું.

  6. 6

    સોયા ચન્ક્સ નાખી હલસવી ૧/૪કપ પાણી નાંખખી ગેસ ધીમો કરી ૫-૭ મીનીટ થવા દેવું. પછી તેમાં ૪ કપ પાણી નાખી ઊકળે એટલે પલાળેલા ચોખા નાખવા. મીઠું જરૂર મુજબ નાખી કુકર નું ઢાંકણું બંધ કરી ૨ સીટી વગાડવી.પછી ગેસ બંધ કસરી કુકર ની નીચે ઊતારી લેવું. થિદિવાર પછી કુકર ખોલી બિરયાની ને બહાર કાઢી લેવી. ડુંગળી ના રાયતા સાથે ગરમ ગરમ સોયા ચન્ક્સ અને વેજી. બિરયાની ઉપર કાજુ થઈ ગાર્નિશ કરી પીરસવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Alpa Pandya
Alpa Pandya @Alpa_Kitchen_Studio
પર
Cooking is my Passion.I love to prepare different types of dishes and to serve.
વધુ વાંચો

Similar Recipes