થેપલા કેસાડીલા (Thepla Quesadilla Recipe In Gujarati)

 Hina Naimish Parmar
Hina Naimish Parmar @hinanaimish

ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી વેજીટેબલ થી ભરપુર અને ચીઝ અને બટર થી ભરપુર હેલ્ધી રેસિપી અનુપમા સ્પેશિયલ થેપલા કેસાડીલા

થેપલા કેસાડીલા (Thepla Quesadilla Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી વેજીટેબલ થી ભરપુર અને ચીઝ અને બટર થી ભરપુર હેલ્ધી રેસિપી અનુપમા સ્પેશિયલ થેપલા કેસાડીલા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૩ વાટકીઘઉંનો લોટ
  2. ૧ વાટકીચણાનો લોટ
  3. ૧ ચમચીજીરુ
  4. ૧ નાની વાટકીદહીં
  5. ૧ નાની વાટકીમેથી જીની સુધારેલી
  6. ૨ચમચા તેલ
  7. સ્વાદ અનુસારમીઠું
  8. ૨ ચમચી મરચુ પાઉડર
  9. 1/2 ચમચી હળદર પાઉડર
  10. 1/2 ચમચી હિંગ
  11. ૧ નાની વાટકીદહીં
  12. સ્ટફિંગ ભરવા માટે
  13. ૨૫૦ ગ્રામ અમેરિકન મકાઈ
  14. ૨૫૦ ગ્રામ કોબી
  15. ૫ નંગડુંગળી
  16. કેપ્સિકમ મરચું
  17. ૧૫૦ ગ્રામ ટામેટાં
  18. ૩ ચમચીબટર
  19. ચીઝ
  20. ઓરેગાનો
  21. ચીલી ફલેક્સ
  22. સેઝવાન ચટણી
  23. ટોમેટો કેચપ
  24. મીઠું સ્વાદ અનુસાર
  25. તેલ અથવા બટર શેકવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ લોટ બાંધવા માટે એક વાસણમાં ઘઉંનો લોટ ચણાનો લોટ ઝીણી સુધારેલી મેથી હળદર મરચું મીઠું જીરુ હિંગ તેલનું મોણ આને દહીં નાખો આને પાણી નાખી થેપલા જેવો લોટ બાંધો

  2. 2

    લોટને પાંચ મિનિટ ઢાંકીને રાખી દો હવે મકાઈ ને બાફી લો પછી બધાએ વેજીટેબલ કટર માં ઝીણા સમારી લો હવે એક કડાઈમાં ૨ ચમચી બટર નાંખી ને બધા વેજીટેબલ મકાઈ નાખીને સાંતળો તેમાં સ્વાદ અનુસાર મીઠું અને ઓરેગાનો ચીલી ફ્લેક્સ નાખો હલાવી ને ઉતારી લ્યો

  3. 3

    હવે કાચા પાકા થેપલા ઉતારી લ્યો બધા થેપલા ઉતરી ગયા પછી એટલુ પાટલી ઉપર રાખો તેના પર સેઝવાન ચટણી ટોમેટો સોસ લગાવો પછી તેના પર વેજીટેબલ વાળો સ્ટફિંગ પાથરી દો હવે તેના પર સ્વાદ પ્રમાણે ચીલી ફ્લેક્સ ઓરેગાનો ફરતો નાખો હવે તેના પર ચીઝ ખમનો હવે તેના પર બીજું થયેલું દબાવી અને લોટી માં તેલ અથવા બટર સાથે બંને બાજુ શેકી લો એને દબાવી દે જો બદામી રંગનો થાય પછી ઉતારી પ્લેટ માં કરી સર્વ કરો

  4. 4

    તૈયાર છે તમારા થેપલા કેસાડીલા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
 Hina Naimish Parmar
Hina Naimish Parmar @hinanaimish
પર
I love cooking 😍🥰❤️
વધુ વાંચો

Similar Recipes