ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
5 થી 7 લોકો માટ
  1. 500 ગ્રામબટાકા
  2. 500 ગ્રામશક્કરિયા
  3. 150 ગ્રામરતાળુ
  4. તેલ પ્રમાણસર
  5. 100 ગ્રામચણાનો જાડો લોટ
  6. 2 ટેબલ સ્પૂનઘઉં નો જાડો લોટ
  7. 1 ટી સ્પૂનલાલ મરચું
  8. 1 ટી સ્પૂનહળદર
  9. 2 ટેબલ સ્પૂનધણાજીરુ
  10. 1 ટેબલ સ્પૂનબૂરું ખાંડ
  11. 150 ગ્રામમેથી
  12. 150 ગ્રામસુરતી રવૈયા
  13. 25 ગ્રામઆદુ
  14. 100 ગ્રામલીલા મરચા
  15. 1મોટી જુડી કોથમીર
  16. 2 ટેબલ સ્પૂનખાંડ
  17. 1/2 ટી સ્પૂનસાજીના ફૂલ
  18. 1 ટી સ્પૂનગરમ મસાલો
  19. 2 ટી સ્પૂનતલ
  20. 1/4 ટી સ્પૂનહીંગ
  21. 1/2પાણી વાડુ કોપરું
  22. 75 ગ્રામલસણ
  23. 4આખા લાલ મરચાં
  24. 1 ટી સ્પૂનઅજમો
  25. 500 ગ્રામ(ફોલવાની) પાપડી
  26. 150 ગ્રામદાણા વગર ની પાપડી
  27. 350 ગ્રામતુવેર
  28. મીઠું પ્રમાણસર

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    બટાકા, શક્કરિયા અને રતાળુ ને છોલી ને કટકા કરી તેલ માં તળી લો.

  2. 2

    મેથી ની ભાજી સમારી પાણી થી ધોઈ કાઢી લો.તેમાં મીઠું નાખી ચોળી નાખી પાણી કાઢી લેવું.જેથી મેથી ની કડવાસ જતી રહેશે.

  3. 3

    આ ભાજી માં ચણા નો અને ઘઉં નો લોટ, લાલ મરચું, ધાણાજીરૂ, બૂરું ખાંડ,ગરમ મસાલો,મુથી પડતું તેલ નું મોણ નાખી કઠણ લોટ બાંધવો અને નાની સાઇઝ ના મૂઠિયાં બનાવી તેલ માં તળવા.

  4. 4

    રવૈયા ને ધોઈ બે સાઇડ કાપા પાડીને તેમાં કોથમીર, આદું મરચા, ધાણાજીરું, મીઠું, ગરમ મસાલો,તલ ઉમેરી ને રવૈયા માં ભરો.

  5. 5

    એક વાસણ માં તેલ મૂકી રવૈયા ને ઘીમાં તાપે ચઢવા દો.

  6. 6

    કોથમીર ને ઝીણી સમારી ને તેમાં વાટેલાં આદુ, મરચાં,તલ,કોપરા નું છીણ, ખાંડ, મીઠું, ધાણાજીરૂ મિક્સ કરી મસાલો તૈયાર કરી લીલા મરચા માં ભરી દો.વધેલો મસાલો બટાકા, શક્કરિયા અને રતાળુ માં ઉમેરો.

  7. 7

    વધારે તેલ મૂકી તેમાં અજમો,હિંગ, સાજી ના ફૂલ બને જાત ની પાપડી અને તુવેર નાખી એક સીટી વગડો.

  8. 8

    એક મોટા બાઉલમાં બે મોટા ચમચા તેલ ગરમ કરો તેમાં લાલ મરચાં,લસણ ને સાતડો તેમાં ચડી ગયેલા પાપડી,દાણા,રવૈયા, ભરેલા મરચા, તળેલા બટાકા, શક્કરિયા, રતાડું, તળેલા મૂઠિયાં બધું મિક્સ કરો તેમાં ઉપર થી ગરમ મસાલો અને કોથમીર નાખી ગાર્નિશ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Neha.Ravi.Bhojani.
Neha.Ravi.Bhojani. @cook_32595020
પર

ટિપ્પણીઓ

Similar Recipes