ખીચડો (Khichdo Recipe In Gujarati)

#MS
#makarsakranti recepies
#Khichado
છડેલા ઘઉં દરેક જગ્યાએ મળતા નથી તો એની જગ્યાએ ઘઉં ના મોટા ફાડા નો ઉપયોગ કરી ને તીખો અને ગળ્યો ખીચડો બનાવી શકાય અને શિયાળામાં ખાસ કરીને ઉતરાયણના દિવસે ખિચડો બનાવવાનું મહત્વ હોય છે.આજે મેં ઘઉં ના ફાડા નો ઉપયોગ કરી ને બનાવ્યો છે.
ખીચડો (Khichdo Recipe In Gujarati)
#MS
#makarsakranti recepies
#Khichado
છડેલા ઘઉં દરેક જગ્યાએ મળતા નથી તો એની જગ્યાએ ઘઉં ના મોટા ફાડા નો ઉપયોગ કરી ને તીખો અને ગળ્યો ખીચડો બનાવી શકાય અને શિયાળામાં ખાસ કરીને ઉતરાયણના દિવસે ખિચડો બનાવવાનું મહત્વ હોય છે.આજે મેં ઘઉં ના ફાડા નો ઉપયોગ કરી ને બનાવ્યો છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘઉં ના ફાડા,તુવરદાળ, શીંગદાણા, વટાણા, લીલવા અને ખારેક ને પાણી માં ડૂબે એમ રાખી એકાદ કલાક માટે બાજુ પર રાખો.
- 2
પાણી નિતારી બે -ત્રણ વાર ધોઈ ને બધું ભેગું કરી લો.
- 3
હવે,પ્રેશરકૂકર માં ઘી - તેલ ઉમેરી, તેમાં સૂકા લાલ મરચાં,તમાલપત્ર,તજ,રાઈ,અજમો,લવિંગ, તાજાં લાલ મરચાં અને હીંગ નો સરસ વઘાર સાંતળો,પછી તેમાં છીણેલ કે કટકાં તાજા નારિયેળ ના ઉમેરી હલાવો ને પછી હળદર, આદુ-મરચાં ની પેસ્ટ ઉમેરી ને સરસ ૧\૨ મિનિટ સાંતળો પછી તેમાં ફાડા નું મિશ્રણ ઉમેરી સરસ હલાવી લો અને પછી તેમાં ૨.૫ ચમચી કે સ્વાદ મુજબ મીઠું ને બધી સામગ્રી ડૂબે એટલું પાણી ઉમેરી ને હલાવી લો.
- 4
પાણી ઉકળે એટલે તેમાં સમારેલી કોથમીર અને પલાળીને રાખેલ ખારેક ના કટકાં કરી ને ઉમેરો ને કુકર નું ઢાંકણ ઢાંકી ને ૬ સીટી બોલાવી લો.
- 5
કુકર ઠરે એટલે ઢાંકણ ખોલી સરસ હલાવી લો ને તૈયાર ગરમાગરમ ખીચડા ને બાઉલમાં કે પ્લેટ માં કાઢી ને ઉપર શિંગતેલ કે તલ નું તેલ ઉમેરી ને સર્વ કરો.
- 6
નોંધ -
૧ કપ - ૩ ગણું કે ચાર કપ પાણી લો.
Similar Recipes
-
તીખો ઘઉં ખીચડો (Spicy Wheat Khichdo Recipe In Gujarati)
#MS#cookpadindia#Cookpadgujaratiતીખો ખીચડો Ketki Dave -
તીખો ખીચડો (Tikho Khichdo Recipe In Gujarati)
ઉતરાયણ પર્વની ઉજવણીમાં મે સાત ધાન નો ખીચડો તીખો ખીચડો બનાવ્યો છેઘણા લોકો સ્વીટ ખીચડો પણ બનાવે છેતો આવો જોઈએ કઈ રીતે બને છેતમે વેજીસ પણ ઉમેરી શકો છો#MS chef Nidhi Bole -
ગળ્યો ખીચડો (Sweet Khichdo Recipe In Gujarati)
#MS#cookpadindia#Cookpadgujaratiગળ્યો ખીચડોYe UTTARAYAN Ka Jadu Hai MitvaaaaSWEETE KHICHADO Khana Hai MitvaSwad Me Jiske Kho Gaye... Diwane se Ho Gaye.....Nazar Wo Harsu Hai Mitva.... Ketki Dave -
ઘઉં નો તીખો ખીચડો (Wheat spicy Khichdo Recipe in Gujarati)
Ye mausam Ka Jadu Hai Dosto Na khane pe kabu hai Dostoહાઁ....જી..... શિયાળામાં ઘઉંનો તીખો ખીચડો ના ખાવો તો.... કુછ ભી નહીં ખાયા... ૧ વાર ગુજરાતી ઘઉંનો તીખો ખીચડો ખાઇ તો જુવો Ketki Dave -
મિક્સ દાળ ખીચડો (Mix Dal Khichdo Recipe In Gujarati)
#MSમકર સંક્રાંતિ ના દિવસે સાત ધાન નો ખીચડો બનવવમાં આવે છે. આ ખીચડો તીખો, ગળ્યો વગેરે અલગ અલગ રીતે બનાવવામાં આવતુ હોય છે. મારી આ રેસીપી માં મિક્સ દાળ મસાલા ખીચડો બનાવ્યું છે. Rashmi Pomal -
ધનુર્માસ નો ખીચડો (Dhanurmas Khichdo Recipe In Gujarati)
#MSઉતરાયણ નો સ્પેશ્યલ ટ્રેડિંશનલ ધનુર્માસ નો રજવાડી તીખો ખીચડો,ગળ્યોધઉ નો ખીચડો પણ બનેમે તીખો બનાવ્યો છે Bina Talati -
સાતધાન નો ખીચડો (Saatdhan Khichdo Recipe In Gujarati)
#MS#Makar Sankranti recipe challenge મકર સંક્રાંતિ નાં દિવસે આ પરંપરાગત ખીચડો બનાવવાનું અનેરૂ મહત્વ છે.બધા પોતાના સ્વાદ અનુસાર બનાવે છે. Varsha Dave -
ખીચડો (Khichdo Recipe In Gujarati)
#US#ઉતરાયણ સ્પેશિયલ રેસીપી ઉતરાયણના દિવસે સાત ધાન નો ખીચડો ખાવાનું અનેરૂ મહત્વ છે શિયાળાની ઠંડીમાં આ ખીચડો સ્વાસ્થ્યવર્ધક છે. તેમજ અનેક પોષક તત્વો થી ભરપુર બને છે. Varsha Dave -
-
મેથી મસાલા ખાખરા (Methi Masala Khakhra Recipe In Gujarati)
#KC#મેથી મસાલા ખાખરા#મેથી રેસીપી#ખાખરા રેસીપીશિયાળામાં અલગ અલગ પ્રકારની ભાજીઓ મળે...મેથી,પાલક,સૂવા.....તાંદળજા ને ...આજે આપણે મેથી ની ભાજી નો ઉપયોગ કરી ને ગુજરાતી ના પ્રિય એવા મેથી મસાલા ખાખરા....'ફાઈબર' થી ભરપૂર ઘઉં અને...'લોહતત્વ'થી ભરપૂર મેથી નો ઉપયોગ કરી ને સરસ..સ્વાદિષ્ટ ને કરકરા ખાખરા બનાવશું. Krishna Dholakia -
તીખો ખીચડો
#શિયાળાતીખો ખીચડો ખાસ શિયાળામાં બનાવવામાં આવતી વાનગી છે. જેમાં લગભગ દરેક પ્રકારના મરી મસાલા નો ઉપયોગ થાય છે. ચોખા અને બધીજ દાળ ઉમેરીને બનાવવામાં આવે છે તેથી પૌષ્ટિક પણ છે. ઘણી બધી સામગ્રી ની જરૂર પડે છે પરંતુ પરિણામ પણ તેટલું જ સ્વાદિષ્ટ છે. દરેક સામગ્રી ઘરમાં જ પ્રાપ્ય હોય તેવી છે. આ ખીચડા ને કઢી, પાપડ, પાપડી ના દાણા અને રીંગણ ના શાક સાથે પીરસવા માં આવે છે. Purvi Modi -
-
ખિચડો (Khichdo Recipe In Gujarati)
મકરસંક્રાંતિ મા આ વાનગી બનાવવાની પ્રથા છે. ખિચડો બે પ્રકાર નો બને છે.એક ખારો ખિચડો અને એક ગળ્યો. આ ગળ્યો ખિચડો લગભગ નાગર ના લોકો ના ઘરે જ જનરલી બને છે. Trupti mankad -
કાઠીયાવાડી કઢી ખીચડી.(Kathiyavadi kadhi khichdi in Gujarati.)
#TT1Post 1 ખીચડી એક પોષ્ટીક આહાર છે.આજે મે ચોખા, ઘઉંના ફાડા અને ફોતરાંવાળી લીલી મગનીદાળ નો ઉપયોગ કરી કાઠીયાવાડી ખીચડી બનાવી છે. Bhavna Desai -
માવા વગર ગાજર નો હલવો
#LSR#લગ્ન સ્ટાઈલ રેસીપી#cookpadIndia#cookpadGujarati#wthoutkhoyacarrothalawarecipe#CarrotHalawaRecipe#CarrotRecipe#SweetdishRecipeલગ્નપ્રસંગ હોય અને એમાંય શિયાળામાં તો...અવનવી સ્વીટ ડીશ પૈકી એક ગાજર નો હલવો તો ચોક્કસ જ હોય...માવા ના ઉપયોગ કર્યા વગર સરસ ગાજર નો ગરમાગરમ ને પાછો 'Super Delicious' હલવો આજે બનાવી ને રેસીપી મુકી રહી છું આશા રાખું છુ કે તમને બધા ને આ રેસીપી ગમશે. Krishna Dholakia -
વેજીટેબલ ખીચડો(vegetable khichdo recipe in gujarati)
#માઇઇબુક#સુપરસેફ 1#વેજીટેબલ ખીચડો ઉતરાયણ મા બનાવવામા આવે છે.જેમા આપને છડેલા ઘઉ નો ઉપયોગ કરશુ. Kankshu Mehta Bhatt -
સાત ધાન નો તીખો ખીચડો (Spice khichdo recipe in Gujarati)
#MS#cookpadgujarati#cookpadindia ઉતરાયણનો તહેવાર આપણે પતંગ ચગાવી ને ઉજવીએ છીએ. ઉતરાયણ આવે એટલે ઉતરાયણ સ્પેશિયલ વાનગીઓ બનવાની શરૂ થઈ જાય. ઘરમાં વિવિધ જાતની ચીકીઓ, મમરાના લાડુ, ઊંધિયું, જલેબી અને ખીચડો વગેરે ઉતરાયણ સ્પેશિયલ વાનગીઓ બને. આ દિવસનું ધાર્મિક મહત્વ પણ એટલું જ છે. જે દિવસે સુર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે તે દિવસને સંક્રાંતિ કહેવાય છે. પણ જે દિવસે સુર્ય મકર રાશિમાં પ્રવેશ કરે તે દિવસને મકરસંક્રાંતિ તરીકે ઉજવવામાં આવે છે. મકરસંક્રાંતિનો તહેવાર દર વર્ષે 14 જાન્યુઆરીએ જ ઉજવવામાં છે. આ દિવસે કમૂર્તા સમાપ્ત થઈ જતા હોય છે. ઉતરાયણના દિવસે ખીચડો બનાવવા નું મહત્વ પણ ઘણું છે. ઘણી જગ્યાએ મંદિરોમાં ખીચડાનો પ્રસાદ પણ હોય છે. મેં આજે ઉતરાયણની ઉજવણી માટે સાત ધાનનો તીખો ખીચડો બનાવ્યો છે. ખીચડો તીખો અને ગળ્યો એમ બંને પ્રકારનો બને છે. પણ અમારા ઘરમાં તીખો ખીચડો વધુ પસંદ કરવામાં આવે છે એટલા માટે મેં આજે સાત ધાનનો તીખો ખીચડો બનાવ્યો છે. જેમાં મેં સાત પ્રકારના અલગ-અલગ ધાન અને તે પણ શક્ય હોય એટલા લીલા લીધા છે. આ ખીચડો ખુબ જ મીઠો અને સ્વાદિષ્ટ બને છે. તો ચાલો જોઈએ આ ખીચડો કઈ રીતે બને છે. Asmita Rupani -
સાત ધાન ખીચડો(saat dhan khichdo recipe in Gujarati)
#MS ખીચડો એ ગુજરાત ની પ્રખ્યાત વાનગી છે અને ખાસ કરીને સંક્રાત નાં દિવસે બનાવવા માં આવે છે.આ એક ખૂબ જ આરોગ્ય પ્રદ વાનગી છે અને એક પૌષ્ટિક ગુજરાતી વાનગી છે.અગાઉ થી તૈયાર કરી લો તો ખીચડો જલ્દી બની જાય છે. Bina Mithani -
મકાઈ કેપ્સીકમ ચીઝ ઢોકળાં (Makai Capsicum Cheese Dhokla Recipe In Gujarati)
#EB#RC2#WEEK2#whiterecipe'ઢોકળાં' ઈ નામ સાંભળતાં જ મોંઢા માં પાણી આવી જાય,એમ થાય કે ઝટપટ બનાવી ને ઝટપટ ખાઈ લઇએ.'ઢોકળાં' નાના મોટાં સૌને ભાવે, આ....હા...તેલ સાથે ઢોકળાં,મેથિયા મસાલા સાથે,ચ્હા સાથે ઢોકળાં ખાવા ની મજા પડે,'રાબ'સાથે તો મોજ પડી જાય.આજે,આ બધા ની જરૂર ન પડે ને એકલા જ ખાઈ શકીએ તેવાં મકાઈ,ડુંગળી,ચીઝ ને કેપ્સીકમ નો ઉપયોગ કરી સ્ટફિંગવાળા ઢોકળાં મેં બનાવી કૂકપેડ માં રેસીપી મુકી છે. Krishna Dholakia -
દૂધ પૌંઆ (Dudh Poha Recipe In Gujarati)
#RC2Post 2 મુખ્યત્વે શરદપુનમ ના દિવસે દૂધ પૌંઆ ખાવાનું મહત્વ હોય છે.આજે ભગવાન ના પ્રસાદ તરીકે કેસર દૂધ પૌંઆ બનાવ્યા છે. Bhavna Desai -
ખીચડો (Khichdo Recipe In Gujarati)
#MS#Cookpadindia#Cookgugaratiમકરસંક્રાંતિ રેસીપી ચેલેન્જ ટ્રેડિશનલ છડેલા ઘઉંના સ્વાદિષ્ટ Ramaben Joshi -
સ્ટ્રોબેરી સોજી શીરો
#HRC#HoliSpecialRecipe#StrawberrySujiSheeraRecipe#SweetRecipe#SheeraRecipe#StrawberryRecipe હોળી ના દિવસે પ્રભુ સત્યનારાયણજી ને સ્ટ્રોબેરી સુજી શીરો બનાવી અર્પણ કરી ને પ્રસાદ ગ્રહણ કર્યો.....સ્વાદ માં મસ્ત, ખટો-મીઠો થયો...કાંઈક અલગ કરયા નો સંતોષ...અને પરીણામ ૧૦૦%...બધા ને પસંદ આવ્યો.... Krishna Dholakia -
બોળીયા ગુંદા નું અથાણું (Boriya Gunda Athanu Recipe In Gujarati)
#cookpad india#cookpad gujarati#boliya gunda nu athanu#ગુંદા રેસીપી#ગુંદા નું અથાણું તેલ - મરચાં ના બિલકુલ ઉપયોગ કર્યા વગર બનતું આ બોળિયા ગુંદા નું અથાણું...બીમાર વ્યક્તિ પણ ખાઈ શકે છેસ્વાદ માં પણ સુપર ટેસ્ટી એવું આ અથાણું દરેક નાગર ના ઘર ની શાન. Krishna Dholakia -
સાત ધાન ખીચડો (Saat Dhan Khichdo Recipe In Gujarati)
#MS મકરસંક્રાંતિ ખીચડો મકરસંક્રાંતિ માં ખાસ બનાવવામાં આવતી વાનગી. મકરસંક્રાંત સ્પેશિયલ સાત ધાન ખીચડો ગુજરાત ની પ્રખ્યાત વાનગી. સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગી. સાત પ્રકાર ના ધાન, લીલું કઠોળ, કંદમૂળ, ડ્રાયફ્રુટ બધું મિક્સ કરીને આ વાનગી બનાવવામાં આવે છે. Dipika Bhalla -
દેસાઈ વડા (Desai vada recipe in Gujarati)
#EB#Theme12#Week 12 □ દેસાઈ વડા એટલે અનાવિલ બ્રાહ્મણ સમાજ ની એકદમ જાણીતી અને સ્વાદિષ્ટ વાનગી..ઘરમાં કોઈ પણ શુભ પ્રસંગ હોય એટલે આ વડા બને જ.□વરસાદ ની ઋતુમાં દેસાઈ વડા ખાવા ની મજા કંઈક ઔર જ હોય છે.□આદુ ના સ્વાદ વાળા દેસાઈ વડા....monsoon માં જલસો કરાવી દે ભાઈ....જલસો...હોં□આ વડા ૩ થી ૪ દિવસ સુધી સારા રહે છે...એટલે પ્રવાસ માં લઈ જઈ શકાય છે. □દેસાઈ વડા એટલે "हर सफर का हमसफर".... Krishna Dholakia -
ગળ્યો ખીચડો (Sweet Khichdo Recipe In Gujarati)
#MSધનુૅમાસ ના સમયે ખેડૂતો એ પકાવેલા નવાં ધાન ઘઉં ચોખા તલ ગોળ તૈયાર થાય છે જે પ્રભુને અર્પણ કરી પછી ઘરમાં વપરાય છે. નવા પાકેલા બધા ધાન્યનો ખીચડો બનાવી ડાકોરજીને પ્રસાદ રુપે ધરાવાય છે. બ્રહ્મ ભોજનનું પણ ઘણું મહત્વ છે. તો ચાલો ભાવ ભક્તિ અને આનંદથી ધનુર્માસ નો મહિમા જાણી સચરા ચર માં જગાવી. આપણી જૂની પરંપરાનું પાલન કરીએ. Priti Shah -
તીખો ખીચડો
#MSધનુૅમાસ ના સમયે ખેડૂતો એ પકાવેલા નવાં ધાન ઘઉં ચોખા તલ ગોળ તૈયાર થાય છે જે પ્રભુને અર્પણ કરી પછી ઘરમાં વપરાય છે. નવા પાકેલા બધા ધાન્યનો ખીચડો બનાવી ડાકોરજીને પ્રસાદ રુપે ધરાવાય છે. બ્રહ્મ ભોજનનું પણ ઘણું મહત્વ છે. તો ચાલો ભાવ ભક્તિ અને આનંદથી ધનુર્માસ નો મહિમા જાણી સચરા ચર માં જગાવી. આપણી જૂની પરંપરાનું પાલન કરીએ. Priti Shah -
માલપુઆ.(Malpua Recipe in Gujarati.)
#EBWeek12માલપુઆ એક પારંપારિક વાનગી છે.માલપુઆ બે રીતે બનાવી શકાય.ખાંડ અને ગોળ નો ઉપયોગ કરી બનાવી શકાય.વધુ હેલ્ધી બનાવવા માટે ગોળ અને ઘઉં ના લોટ નો ઉપયોગ કરી આ વાનગી બનાવી છે. Bhavna Desai -
ગલકા વડી નું શાક (Galka Vadi Shak Recipe In Gujarati)
#RC4#WEEK4(Green colour recepies) Krishna Dholakia -
ખીચડો (Khichdo Recipe In Gujarati)
આ ખીચડો પ્રોટીન થી ભરપૂર છે.અમારા ઘરે ઉતરાયણ માં આ ખીચડો બને જ છે.ઉતરાયણ સ્પેશિયલ ખીચડો Alpa Pandya
More Recipes
ટિપ્પણીઓ (9)