ગલકા વડી નું શાક (Galka Vadi Shak Recipe In Gujarati)

ગલકા વડી નું શાક (Galka Vadi Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ગલકા ને ધોઈ,છાલ કાઢી ને તેનાં એકસરખા ટુકડા કરી લો.
- 2
એક કપ ખાટાં દહીં ને બાઉલમાં કાઢી લઈ સહેજ ફેટી લઈ તેમાં ૧\૨ ચમચી ધાણાજીરુ,૧.૧\૨ ચમચી કાશ્મીરી લાલ મરચું,૧\૨ ચમચી હળદર પાઉડર,સ્વાદ મુજબ મીઠું,૩ ચમચાં સિંગતેલ,૧ ચમચી કસૂરી મેથી ને હાથ થી ક્રશ કરી ઉમેરી ને તેમાં ગલકા ના કરેલા કટકા ઉમેરી ને હલાવી ૧ કલાક માટે ઢાંકી ને બાજુ પર રાખો.
- 3
હવે,પેન માં ૨ ચમચં તેલ ગરમ કરી તેમાં ૧\૨ ચમચી રાઈ ને ૧ ચમચી જીરું ઉમેરો,તતડે ને જીરું નો રંગ બદલાશે એટલે તેમાં ચપટી હીંગ ઉમેરી હલાવો ને તેમાં આદુ- મરચાં ની પેસ્ટ ઉમેરી સાંતળો પછી તેમાં એક જીણી સમારેલી ડુંગળી ઉમેરી ને સાંતળો સ્વાદ મુજબ મીઠું,૧\૨ ચમચી હળદર પાઉડર,૧ ચમચી કાશ્મીરી લાલ મરચું,૧\૨ ચમચી ધાણાજીરુ ઉમેરી ને સરસ ભેળવી લો.તેમાં ટામેટાં ના ટુકડા ઉમેરી હલાવીને તેલ છુટું પડે ત્યાં સુધી હલાવો.
- 4
હવે,તેમાં દહીંવાળા ગલકા ને તેમાં ઉમેરી હલાવો ને થાળીમાં પાણી રાખી પેન પર મુકી ને શાક ને ચડવા દો.વચ્ચે વચ્ચે થાળી ઉપાડીને શાક ને હલાવી ને ચકાસો.ગલકા અધકચરા ચડે એટલે મગ ની દાળ ની વડી ને (પેન માં શેકી લઈ ઉમેરવી)ઉમેરી હલાવો ને ઢાંકણ ઢાંકી ચડવા દો.
- 5
ગલકા સરસ ચડી જાય એટલે તેમાં ૨ ચમચી ખમણેલ ગોળ ઉમેરી હલાવો ને થોડુંક પાણી ઉમેરી (જો રસો વધુ જોઈએ તો વધુ પાણી ઉમેરવું) ને ૪ મિનિટ પછી શાક તૈયાર
- 6
ગલકા અને મગ ની દાળ ની વડી નું શાક મેં પરાઠા સાથે પીરસ્યું છે.
- 7
મગ ની દાળ ની વડી ને શેકી લઈ ગલકા ભેગી પકવી લેવી ને ફકત કોથમીર ઉમેરી ગરમાગરમ શાક ને મોજ થી પીરસો....ને સ્વાદ માણો....
Similar Recipes
-
તાંદળજા ની ભાજી નું શાક (Tandarja Bhaji Shak Recipe In Gujarati)
#RC4#WEEK4(Green colour recepies) Krishna Dholakia -
-
જુવાર પાલક નો હાંડવો (Jowar Palak Handvo Recipe In Gujarati)
#RC4#WEEK4(Green colour recepies) Krishna Dholakia -
-
ગલકા નું શાક (Galka Shak Recipe In Gujarati)
#EB#Week 5#Theme 5# Recipe 10ગલકા નું દહીં સેવ વાળું શાક Krishna Dholakia -
લીલાં આંબળા નું જયુસ અને મરી-ફુદીના ફ્લેવર વાળા મખાણા
#RC4#WEEK4(Green colour recepies) Krishna Dholakia -
-
દૂધી સરગવા નો સૂપ (Dudhi Saragava Soup Recipe In Gujarati)
#RC4#WEEK4(green colour recepies) Krishna Dholakia -
-
-
ગલકા નું શાક (Galka Shak Recipe In Gujarati)
મે ગલકા ના શાક માં ચોળા ની વડી પણ નાખી છે જેથી શાક પૌષ્ટિક પણ બને છે.#EB#Week 5 Dipika Suthar -
ભીંડા અને કેપ્સીકમ નું શાક (Bhinda Capsicum Shak Recipe In Gujarati)
#EB#RC4 (Green colour Recipe) Krishna Dholakia -
-
-
-
-
-
-
ભરેલા ગલકા નું શાક (Bharela Galka Shak Recipe In Gujarati)
#EB#Week-5ગલકા નું શાક ઘણી રીતે થાય છે.અહીંયા ભરેલા ગલકા નું સાંક બનાવ્યું છે. Dhara Jani -
-
સેન્ડવીચ ની ગ્રીન ચટણી (Sandwich Green Chutney Recipe In Gujarati)
#RC4#WEEK4GREEN COLOUR daksha a Vaghela -
-
ગલકા તુવેર દાણા નું શાક (Galka Tuver Dana Shak Recipe In Gujarati)
#RC4ગલકા તુવેર દાણા નું રસાવાળુ શાક ખાવાની ખૂબ મજા આવે છે Pinal Patel -
-
-
-
-
-
મેરીનેટ ગલકા નુ શાક (Merinate Galka Shak Recipe In Gujarati)
#EB#week5ગલકા નું શાક પચવા માં સરળ અને પેટ માટે ખુબજ લાભકારી હોય છે ગલકા માં પાણી ની માત્રા અને ફાઈબર અને ડાયટરી ન્યૂટ્રીશન વધારે પ્રમાણમાં હોય છે તે બાજરી ના રોટલા સાથે કે રોટલી સાથે હોય તો પણ ખુબજ સ્વાદિષ્ટ લાગે છે અહી મે તેને એક નવી રીત થી બનાવ્યું છે sonal hitesh panchal -
More Recipes
ટિપ્પણીઓ