બરફી ચુરમુ (Barfi Churmu Recipe In Gujarati)

Pinal Patel
Pinal Patel @pinal_patel

#FFC1 વિસરાતી મીઠાઈ બરફી ચુરમુ

બરફી ચુરમુ (Barfi Churmu Recipe In Gujarati)

#FFC1 વિસરાતી મીઠાઈ બરફી ચુરમુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
  1. ૧ કપઘઉંનો કરકરો લોટ
  2. ૨ ટીસ્પૂનચણાનો લોટ
  3. ૨ ટીસ્પૂનઝીણો રવો
  4. ૧/૩ કપઘી
  5. ૧/૨ કપખાંડ
  6. ૩ ટીસ્પૂનતેલ+ તળવા માટે તેલ
  7. ૧/૨ ટીસ્પૂનએલચીનો પાઉડર
  8. ૧/૪ ટીસ્પૂનખસખસ
  9. ૧/૪ ટીસ્પૂનજાયફળ પાઉડર
  10. ૨ ટીસ્પૂનબદામ કતરણ
  11. ૨ ટીસ્પૂનસૂકા કોપરાનું ખમણ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌથી પહેલાં ઘઉં ના કરકરા લોટ માં ચણાનો લોટ, રવો મિક્સ કરી તેમાં તેલનું મોણ નાખી,૩/૪ કપ હુંફાળા પાણીથી કઠણ લોટ બાંધવો, ૩ મિનિટ સુધી રહેવા દો, પછી તેના મુઠીયા વાળી લો, તળવા માટે તેલ ગરમ કરો

  2. 2

    મીડીયમ આંચ પર મુઠીયા તળવા, મુઠીયા એક બાજુ બરાબર ચઢે પછી પલટાવવા, મુઠીયા ગુલાબી રંગ ના તળાય એટલે એક થાળી માં પંદરેક મિનિટ સુધી રહેવા દો ઠંડા પડે એટલે મીક્ષરમાં ક્રશ કરી લો

  3. 3

    ક્રશ કરેલા મુઠીયા ને ચાળી લો, ચુરમુ તૈયાર થાય એટલે ઓગાળેલા ઘી ને રેડી દો બરાબર મિક્ષ કરી લો, ખાંડ ની ચાસણી બનાવવા માટે એક વાસણમાં ખાંડ લઈ તેમાં ડુબે એટલું પાણી રેડી ને બરાબર ઉકળવા દો ત્રણ મિનિટ પછી ખાંડ ની ચાસણી તૈયાર થાય છે, બરાબર એક તારની ચાસણી થાય એટલે ચુરમુ ઉમેરો, તેમાં ઇલાયચી પાઉડર, જાયફળ પાઉડર, મીક્સ કરો, તૈયાર થયેલ મિકસર ને એક થાળી માં ઘી લગાવી પાથરવું, તેના પર ખસખસ, કોપરાનું ખમણ, અને બદામની કતરણ ભભરાવી સર્વ કરો

  4. 4
  5. 5

    દાદી નાની ની પેઢી માં શુભ પ્રસંગે, વારે તહેવારે ગુજરાતી ઘરોમાંબરફી ચુરમુ અવશ્ય બનતું હતું, જેમાં સ્વાદ, તંદુરસ્તી બન્ને જળવાતું હતું,

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pinal Patel
Pinal Patel @pinal_patel
પર

Similar Recipes