ઉડદ બરફી (Udad Barfi Recipe in Gujarati)

Neeru Thakkar
Neeru Thakkar @neeru_2710

#CookpadTurns6
#cookpad
#cookpadindia
#cookpadgujarati
🎊કુકપેડ છઠ્ઠા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે ત્યારે મીઠાઈ તો બનતી હૈ.Happy Birthday to our favourite COOKPAD🎂🎊
શિયાળો આવે એટલે કોઈ પણ પ્રકારે સુકા મેવા, ગુંદર,વસાણા, અડદની દાળ આ બધાનો ઉપયોગ કરવામાં આવે છે. સ્વાસ્થ્યવર્ધક અડદની દાળ અને તેની સાથે ગોળનું મિશ્રણ કરીને સુકા મેવા એડ કરીને અડદની દાળની બરફી બનાવી છે.

ઉડદ બરફી (Udad Barfi Recipe in Gujarati)

#CookpadTurns6
#cookpad
#cookpadindia
#cookpadgujarati
🎊કુકપેડ છઠ્ઠા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે ત્યારે મીઠાઈ તો બનતી હૈ.Happy Birthday to our favourite COOKPAD🎂🎊
શિયાળો આવે એટલે કોઈ પણ પ્રકારે સુકા મેવા, ગુંદર,વસાણા, અડદની દાળ આ બધાનો ઉપયોગ કરવામાં આવે છે. સ્વાસ્થ્યવર્ધક અડદની દાળ અને તેની સાથે ગોળનું મિશ્રણ કરીને સુકા મેવા એડ કરીને અડદની દાળની બરફી બનાવી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૬ વ્યક્તિ
  1. ૧/૨ કપબદામ
  2. ૧/૨ કપઅખરોટ, ફોલેલા
  3. ૧/૪ કપકાજુ
  4. ૨ ટેબલસ્પૂનકીસમીસ
  5. ૧ ટીસ્પૂનમેથી
  6. ૧ ટેબલસ્પૂનખસખસ
  7. ૧ ટીસ્પૂનજાયફળનો પાઉડર
  8. ૧/૪ કપગુંદર
  9. ૧/૨ કપકોપરાનું છીણ
  10. ૧ કપઅડદની દાળનો લોટ
  11. ૧/૪ કપઘઉંનો કકરો લોટ
  12. ૩/૪ કપ ઘી
  13. ૩/૪ કપ ગોળ નો ભુકો

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌપ્રથમ એક નોનસ્ટીક પેનમાં બદામને ધીમા તાપે ત્રણથી ચાર મિનિટ સુધી શેકી લો. એક પ્લેટમાં કાઢી લો. એવી જ રીતે અખરોટ કાજુ, પિસ્તા ને પણ શેકી લો. પ્લેટમાં કાઢતા જવું. કિસમિસ ને બિલકુલ ધીમા તાપે એક મિનિટ માટે શેકી લેવી.

  2. 2

    હવે ગુંદરને પણ ફુલી જાય ત્યાં સુધી શેકી લો. કોપરાના છીણને બિલકુલ ધીમા તાપે બે મિનિટ માટે શેકી લો. બધું જ પ્લેટમાં કાઢો. હવે ખસખસ અને મેથીને પણ અલગ અલગ શેકો. જાયફળને બે મિનિટ માટે પેનમાં શેકી લો. તેમાંથી જાયફળનો એક નાનો ટુકડો લઈ લેવો. હવે આ બદામ, પીસ્તા, અખરોટ, કાજુ, ગુંદર જાયફળનો ટુકડો ઠંડું પડે એટલે મિક્સરમાં કરકરું પીસી લેવું.

  3. 3

    એક પ્લેટમાં ઘી થી ગ્રીસિંગ કરી રાખવું.હવે એક પેનમાં ઘી ગરમ કરો. ઘી ગરમ થાય એટલે તેમાં અડદ તથા ઘઉંનો લોટ એડ કરો અને મીડીયમ ફ્લેમ પર સતત હલાવતા રહો. લોટ શેકાઈને સરસ ફ્લેવર આવે અને ગોલ્ડન કલરનો થાય ત્યાં સુધી શેકવું. હવે તૈયાર કરેલ ડ્રાયફ્રુટ નો ભૂકો ૩/૪ કપ તેમાં એડ કરો. મિક્સ કરો. ગોળનો ભૂકો નાખો મિક્સ કરો.કીસમીસ,ખસખસ નાખી મીક્સ કરો. ગેસ ઓફ કરો. બધું જ મિક્સ કરી લેવું. ઘી થી ગ્રીસ કરેલી પ્લેટમાં મિક્સર એકસરખું સ્પ્રેડ કરી દો. ઉપર થોડુ કોપરાનું ખમણ અને ડ્રાય ફ્રુટ છાંટી દો ત્યારબાદ તેના પીસ પાડો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Neeru Thakkar
Neeru Thakkar @neeru_2710
પર
Happyness is Homemade
વધુ વાંચો

Similar Recipes