એપલ બરફી (Apple Barfi Recipe In Gujarati)

Vaishakhi Vyas
Vaishakhi Vyas @vaishu90

#makeitfruity
આ બરફી ઉપવાસમાં ખવાય છે. આ બરફી ફટાફટ બની જાય છે અને ખાવામાં પણ એકદમ ટેસ્ટી છે.

એપલ બરફી (Apple Barfi Recipe In Gujarati)

#makeitfruity
આ બરફી ઉપવાસમાં ખવાય છે. આ બરફી ફટાફટ બની જાય છે અને ખાવામાં પણ એકદમ ટેસ્ટી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૨ વ્યકિત
  1. ૨ નંગએપલ
  2. ૩/૪ કપ ખાંડ
  3. ૧ કપસૂકા કોપરાનું ખમણ
  4. ૧ કપશીંગદાણાનો ભૂકો
  5. ૧/૪ કપદૂધ
  6. ૩ ટેબલસ્પૂનમિલ્ક પાઉડર
  7. ૧ ટી.સ્પૂનઈલાયચી પાઉડર
  8. ૨ ટેબલસ્પૂનબદામ ફ્લેક્સ
  9. ૧ ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બધી સામગ્રી તૈયાર કરી લો અને એપલને છોલીને તેને છીણી લો.

  2. 2

    હવે એક નોનસ્ટિક પેનમાં ઘી લઈ, ઘી ગરમ થાય એટલે તેમાં છીણેલું એપલ ઉમેરી તેને ૪-૫ મિનિટ માટે એપલનો થોડો છુંદો થાય ત્યાં સુધી સાંતળો.

  3. 3

    હવે તેમાં ખાંડ ઉમેરી, બરાબર હલાવો અને ઢાંકીને ખાંડનું પાણી થોડું બળે ત્યાં સુધી ચડાવો.

  4. 4

    હવે તેમાં સુકા કોપરાનું ખમણ, શીંગદાણાનો ભૂકો, દૂધ, તથા મિલ્ક પાઉડર ઉમેરી બરાબર હલાવો અને તેમાંથી ઘી છૂટે ત્યાં સુધી હલાવતા રહો.

  5. 5

    હવે આ મિશ્રણમાં ઈલાયચી પાઉડર અને બદામ ફ્લેક્સ ઉમેરી હલાવી, મિશ્રણ લચકા પડતું થાય ત્યાં સુધી હલાવી, ગેસ બંધ કરી તેને ગ્રીસ કરેલ થાળીમાં પાથરી, ઠંડુ પડે એટલે પીસ કરી લેવા.

  6. 6
  7. 7
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vaishakhi Vyas
Vaishakhi Vyas @vaishu90
પર

Similar Recipes