ચાટ મસાલા ખાખરા (Chaat Masala Khakhra Recipe In Gujarati)

Smitaben R dave
Smitaben R dave @Smita_dave
Bhavnagar

#KC

ખાખરા એ એકદમ હળવો ખોરાક/નાસ્તો ગણાય છે.ઉપવાસીઓ માટે,ડાયેટ કરતા લોકો માટે,બિમાર લોકો માટે કે પછી ટુર/ પ્રવાસમાં લઈ જવા માટે ખૂબ જ ફેમસ ગણાય છે.ખાખરા અનેક પ્રકારના બનાવાય છે.એમાં ન પડતાં સીધા જ ચાટ મસાલા ખાખરાની રેશીપી શું છે તે આપને જણાવી દઉં. તો ચાલો.....

ચાટ મસાલા ખાખરા (Chaat Masala Khakhra Recipe In Gujarati)

5 કમેન્ટ્સ કરેલ છે

#KC

ખાખરા એ એકદમ હળવો ખોરાક/નાસ્તો ગણાય છે.ઉપવાસીઓ માટે,ડાયેટ કરતા લોકો માટે,બિમાર લોકો માટે કે પછી ટુર/ પ્રવાસમાં લઈ જવા માટે ખૂબ જ ફેમસ ગણાય છે.ખાખરા અનેક પ્રકારના બનાવાય છે.એમાં ન પડતાં સીધા જ ચાટ મસાલા ખાખરાની રેશીપી શું છે તે આપને જણાવી દઉં. તો ચાલો.....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 વાટકીઘઉંનો લોટ
  2. 2 ચમચીતેલ મોણ માટે
  3. 1 ચમચીતેલ કણક કેળવવા
  4. 1 ચમચીતેલ/ઘી/બટર ખાખરા ઉપર લગાવવા માટે અહીં તેલનો ઉપયોગ કર્યો છે
  5. 3 ચમચીચાટ મસાલો (2 કણક બાંધવામાં અને 1ચમચી ઉપર છાંટવા)
  6. 2 ચમચીધાણાજીરૂ
  7. 2 ચમચીશેકેલ જીરા પાઉડર
  8. મીઠું સ્વાદાનુસાર
  9. 3 ચમચીઘઉંનો લોટ અથવા ચોખાનો લોટ અટામણ માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ લોટમાં ઉપર મુજબ મસાલો કરી મોણ મીકસ કરી દો અને તેને 10 મિનીટ રેસ્ટ આપો.

  2. 2

    ત્યારબાદ એક વાટકી કે વઘારના લોયામાં 1 ચમચી તેલ ગરમ કરી ઠંડુ કરવા મૂકો.

  3. 3

    હવે બાંધેલ કણકને તેલથી કેળવી લો.પછી રોટલી જેવા લુઆ બનાવી અટામણની મદદથી રોટલીની જેમ પાતળા ખાખરા વણી તૈયાર કરી લો.

  4. 4

    હવે ગેસ પર લોઢી ગરમ કરવા મૂકો.ધીમી આંચે વણેલ ખાખરા કપડાની મદદથી પ્રેસર(દબાવીને) આપી શેકી લો.

  5. 5

    ત્યારબાદ ગરમ કરી ઠંડુ કરેલ તેલ બધા જ ખાખરા પર લગાવી દો.અને ચાટ મસાલો છાંટી દો.સર્વિંગ પ્લેટમાં તૈયાર કરેલ ખાખરા લઈ ચા/કોફી/છૂટ્ટા મગ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Smitaben R dave
Smitaben R dave @Smita_dave
પર
Bhavnagar

Similar Recipes