ખમણ ઢોકળા (Khaman Dhokla Recipe In Gujarati)

Trupti mankad
Trupti mankad @cook_26486292

#FFC1 (ફુડ ફેસ્ટિવલ)Week 1

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનીટ
ચાર વ્યક્તિ માટે
  1. 1/2 કિલો ચણાનો લોટ
  2. 1 મોટો વાટકોખાટી છાશ
  3. ગરમ પાણી જરુર મુજબ
  4. ચપટીહળદર
  5. મીઠું સ્વાદ મુજબ
  6. 1 મોટો ચમચોખાંડ
  7. 1 મોટો ચમચોરાઈ
  8. લીમડાના પાન જરુર મુજબ
  9. 1 મોટી ચમચીઆદુ-મરચા ની પેસ્ટ
  10. 1 નાની વાટકીતેલ
  11. 1 ચમચીતલ
  12. કોથમીર જરુર મુજબ
  13. 1 નાની વાટકીલીલા નારિયેળ નુ ખમણ
  14. ખાવા નો સોડા જરુર મુજબ

રાંધવાની સૂચનાઓ

45 મિનીટ
  1. 1

    સૌ પહેલા એક મોટા તપેલા મા ચણા નો લોટ નાખી તેમા એક વાટકી ખાટી છાશ અને ગરમ પાણી જરુર મુજબ નાખી બરોબર હલાવવું તેમા એક નાની ચમચી હળદર નાખી હલાવી ઢોકળા નુ ખીરું તૈયાર કરો. તેને ઢાંકણ ઢાંકી છ થી સાત કલાક આથો આવવા માટે રાખો.

  2. 2

    હવે ખીરા મા આથો બરોબર આવ્યો કે નહી તે ચેક કરી લેવુ જો આથો આવી ગયો હોય તો તેમા આદુ-મરચા ની પેસ્ટ,મીઠું જરુર મુજબ,હિગ નાખી બરોબર હલાવી પાચ મિનીટ ઢાંકીને રાખવુ.

  3. 3

    હવે કડાઈ મા જરુર મુજબ પાણી ઉમેરી તેમા કાઢો મુકી પાણી ગરમ કરવા મૂકો. થાળી મા તેલ લગાવી ગરમ કરવા મૂકો એક બાઉલ માં થાળી ના માપ નુ ખીરું નાખી તેમા એક ચમચી તેલ અને ચપટી સોડા નાખી ખૂબ હલાવવું થાળીમાં નાખી ઢાંકી દસ મિનિટ વરાળે થવા દો. છરી ની મદદ થી ચેક કરવુ બરોબર આરપાર છરી નીકળી જાય એટલે થાળી ઉતારી લેવી. આ રીતે બધી ઢોકળા ની થાળી ઉતારી લેવી.

  4. 4

    હવે ઢોકળા ઠંડા પડે એટલે તેના ટુકડા કરી લેવા. એક મોટા તપેલા મા તેલ નાખી તેમા રાઈ-જીરુ,તલ,લીમડા ના પાન હિગ નાખી વઘાર કરી તેમા જરુર મુજબ પાણી ઉમેરી સાથે ખાંડ નાખી બરોબર હલાવી પાચ મિનીટ ઉકળવા દો પાણી ઉકળી જાય એટલે તેમા કટ કરેલ ઢોકળા ના ટુકડા નાખી હલાવવું બરોબર હલાવી બે મિનીટ ધીમાં તાપે રાખી ઉપર થી કોથમીર અને ટોપરા નુ ખમણ નાખી બરોબર મિક્ષ કરવુ પછી ગરમાગરમ લીલી ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Trupti mankad
Trupti mankad @cook_26486292
પર

ટિપ્પણીઓ

Similar Recipes