બિસ્કીટ ભાખરી (Biscuit bhakri recipe in Gujarati)

#FFC2
#cookpadgujarati
#cookpadindia
#cookpad
બિસ્કીટ ભાખરી એક ગુજરાતી વાનગી છે. લગભગ દરેક ગુજરાતી ભાખરી નામની વાનગી થી પરીચીત હોય છે. ગુજરાતી લોકોના ઘરમાં ભાખરી સવારના નાસ્તામાં કે સાંજના ભોજનમાં બનતી હોય છે. બાળકોના ટિફિન બોક્સમાં પણ ભાખરીને પસંદ કરવામાં આવે છે.
બિસ્કીટ ભાખરી ને બનાવ્યા પછી લાંબા સમય સુધી સરસ રીતે સાચવી શકાય છે.આ ભાખરી જલ્દીથી બગડતી નથી. બિસ્કીટ ભાખરી બનાવવા માટે ઘઉંનો કરકરો લોટ વાપરવામાં આવે છે પરંતુ જો આપણી પાસે ઘઉંનો કરકરો લોટ અવેલેબલ ના હોય તો રોટલી બનાવવા માટેના ઘઉંના લોટમાં રવો ભેળવીને પણ આ બિસ્કીટ ભાખરી સરસ રીતે બનાવી શકાય છે. બિસ્કીટ ભાખરી ને દૂધ સાથે, ચા સાથે કે સબ્જી સાથે સર્વ કરી શકાય છે. તો ચાલો જોઈએ આ ક્રિસ્પી અને સ્વાદિષ્ટ એવી બિસ્કીટ ભાખરી કઈ રીતે બને છે.

રાંધવાની સૂચનાઓ
- 1
એક મોટા વાસણમાં ઘઉંનો લોટ ચાળીને લેવાનો છે અને તેમાં રવો ઉમેરવાનો છે.
- 2
તેમાં મોણ માટેના તેલ અને ઘી ઉમેરવાના છે.
- 3
જીરું અને મરી પાવડર ઉમેરવાનો છે. બધું બરાબર હાથેથી મિક્સ કરવાનું છે.
- 4
બધુ બરાબર મિક્સ કરી લોટને મુઠીમાં બાંધી ને જોવાનો છે મુઠીયા પડતુ મોણ હોવું જરૂરી છે. પછી જરુરિયાત મુજબ થોડું પાણી ઉમેરી કઠણ લોટ બાંધવા નો છે અને આ લોટને એક કપડું ઢાંકીને 10 થી 15 મિનીટ માટે રાખી મુકવાનો છે.
- 5
ત્યારબાદ ફરી 1 મિનીટ માટે લોટને હાથેથી કુણવી તેના લુવા બનાવી થોડી જાડી ભાખરી વણી વચ્ચે થોડા કાપા કરવાના છે.
- 6
લોઢીને ગરમ કરી તેમાં 2 Tsp જેટલું ઘી મૂકી ભાખરીને બંને બાજુથી ધીમાં તાપે શેકી લેવાની છે.
- 7
શેકતી વખતે ભાખરીને ડટ્ટાથી થોડું દબાવતા જવાનું છે અને ફરતી બરાબર રીતે શેકી લેવાની છે જેથી આપણી ક્રિસ્પી બિસ્કીટ ભાખરી તૈયાર થઈ જશે.
- 8
મેં આ રીતે બધી જ બિસ્કીટ ભાખરીને શેકીને તૈયાર કરી લીધી છે.
- 9
મેં બિસ્કીટ ભાખરી ને ચા સાથે સર્વ કરી છે.
- 10
- 11
- 12
- 13
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (65)