મેથી મસાલા બિસ્કિટ ભાખરી (Methi Masala Biscuit Bhakhri Recipe In Gujarati)

Vaishakhi Vyas
Vaishakhi Vyas @vaishu90

#FFC2
ભાખરી અલગ અલગ ફ્લેવર માં બનાવવામાં આવે છે. આ ભાખરી લાંબો સમય સુધી સારી રહે છે. બહારગામ જતી વખતે આ ભાખરી બનાવી ને લઈ જવાથી ૧ Week સુધી બગડતી નથી અને ચા સાથે ખાવામાં ખૂબ જ મજા આવે છે.

મેથી મસાલા બિસ્કિટ ભાખરી (Methi Masala Biscuit Bhakhri Recipe In Gujarati)

#FFC2
ભાખરી અલગ અલગ ફ્લેવર માં બનાવવામાં આવે છે. આ ભાખરી લાંબો સમય સુધી સારી રહે છે. બહારગામ જતી વખતે આ ભાખરી બનાવી ને લઈ જવાથી ૧ Week સુધી બગડતી નથી અને ચા સાથે ખાવામાં ખૂબ જ મજા આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦-૪૫ મિનિટ
૨-૩ વ્યક્તિ
  1. ૨ કપઘઉંનો લોટ
  2. ૧ કપભાખરી નો લોટ
  3. ૧/૨ કપસમારેલી લીલી મેથી
  4. ૧/૨ કપજેટલું તેલ
  5. ૧ ચમચીઆદુ લસણ મરચાની પેસ્ટ
  6. ૧ ચમચીઅજમો
  7. ૧ ચમચીતલ
  8. ચપટીહળદર
  9. ૨ ચમચીલાલ મરચું પાઉડર
  10. મીઠું સ્વાદ અનુસાર
  11. ઘી જરૂર મુજબ
  12. પાણી જરૂર મુજબ
  13. સર્વ કરવા માટે
  14. ૧ નાની વાડકીદહીં
  15. થોડુંકખાટું અથાણું
  16. મેથીયા મસાલો જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૪૦-૪૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ સમારેલી મેથી ને બરાબર ધોઈ કોરી કરી લો. હવે એક કડાઈમાં તેલ લઈ તેમાં મેથી અને ચપટી મીઠું નાખી તેને બરાબર પાણી ઉડી જાય ત્યાં સુધી સાંતળો.

  2. 2

    હવે એક બાઉલમાં બંને લોટ લઇ તેમાં આદુ મરચાની પેસ્ટ, મીઠું, હળદર, લાલ મરચું પાઉડર, તલ, અજમો તથા સાંતળેલી મેથી ઉમેરી બરાબર મિક્સ કરો. લોટમાં તેલનું મોર પડતું રાખવું જો ઓછું લાગે તો બીજું તેલ ઉમેરી શકાય છે.

  3. 3

    હવે જરૂર પડે એટલું જ એક એક ચમચી પાણી ઉમેરતા જઈ કઠણ લોટ બાંધી લો અને લોટને ૧૫-૨૦ મિનિટ સુધી રેસ્ટ આપો.

  4. 4

    હવે આ લોટમાં થી મહુવા કરી લો અને તેમાંથી ભાખરી વણી એક ડબ્બાના ઢાંકણા વડે એક સરખો જ શેપ આપી બધી ભાખરી વણી લો.

  5. 5
  6. 6

    હવે એક નોનસ્ટિક તવો લઈ તેમાં સમય તેટલી ભાખરી મુકી એકદમ ધીમા તાપે બંને બાજુ શેકો. થોડીક શેકાય ત્યારે બંને બાજુ સહેજ ઘી મુકે તેને બરાબર દબાવી ને એકદમ ગુલાબી થાય ત્યાં સુધી શેકો.

  7. 7

    તો તૈયાર છે જમેથી મસાલા બિસ્કીટ ભાખરી ખાવામાં એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી છે તો હવે તેને દહીં અને ખાટાં અથાણા સાથે સર્વ કરો.

  8. 8
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vaishakhi Vyas
Vaishakhi Vyas @vaishu90
પર

Similar Recipes