મેથી મસાલા બિસ્કીટ ભાખરી (Methi Masala Buiscuit Bhakhri Recipe i

Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
Vadodara, Gujarat, India

#FFC2
#week2
#cookpadgujarati

ગુજરાતી ભોજન એટલે કહેવું જ ન પડે. ખાસ કરીને ગુજરાતી લોકોના ઘરોમાં ભાખરી સવારના નાસ્તામાં કે સાંજ ના ભોજન માં બનતી જ હોય છે. મસાલા બિસ્કીટ ભાખરી એ ઘઉંના લોટ અને ઘી વડે બનાવવામાં આવતી લોકપ્રિય ગુજરાતી અને મહારાષ્ટ્રીયન ભોજન છે.
આ મસાલા ભાખરી ને બાળકોના ટિફિન બો્ક્સ માં પણ ભરી ને આપી સકાય છે આ મસાલા બિસ્કીટ ભાખરી ને બનાવ્યા પછી 3 થી 4 દિવસ માટે સ્ટોર કરી સકાય છે આ ભાખરી જલ્દીથી બગડતી નથી. આ મસાલા ભાખરી બનાવવા માટે ઘઉં નો કરકરો લોટ ના હોય તો ઘઉં ના જીના લોટમાં રવા ને ભેળવી ને પણ આ મેથી મસાલા બિસ્કીટ ભાખરી સરસ રીતે બનાવી શકાય છે. આ મેથી મસાલા બિસ્કીટ ભાખરી ને ચા, કોફી, મસાલા દહીં, આચાર મસાલા, અથાણાં કે દહીં તીખારી સાથે સર્વ કરી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
8 નંગ ભાખરી
  1. 1 કપઘઉંનો જીનો લોટ
  2. 1/4 કપરવો
  3. 1.5 tspનમક
  4. 2 tspજીરું હાથેથી મસળેલ
  5. 1/4 tspહિંગ
  6. 1/2 tspહળદર પાઉડર
  7. 1 tspલાલ મરચું પાવડર
  8. 1 tspધાણા જીરું પાઉડર
  9. 1 tbspસફેદ તલ
  10. 2 tbspકસૂરી મેથી પાવડર
  11. 1 tbspતેલ
  12. 2 tbspઘી
  13. ઘી / તેલ શેકવા માટે જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક મોટા બાઉલમાં ઘઉંનો લોટ ચાળી ને લેવાનો છે અને તેમાં રવો ઉમેરી બરાબર મિક્સ કરી લો.

  2. 2

    હવે આમાં નમક, જીરું, હિંગ, હળદર પાઉડર, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાઉડર, સફેદ તલ, કસૂરી મેથી, તેલ અને ઘી ઉમેરી બધું બરાબર હાથેથી મિક્સ કરી લો.

  3. 3

    હવે બધું મિક્સ કરી લોટને મુઠ્ઠી માં બાંધીને જોવાનો છે. મુઠીયા પડતું મોણ લોટમાં હોવું જરૂરી છે. ત્યાર બાદ જરૂરી મુજબ થોડું પાણી ઉમેરી કઠણ લોટ બાંધી લો.

  4. 4

    ત્યાર બાદ આ લોટ નાં કણક ને એક કપડુથી ઢાંકી ને 15 મિનિટ માટે રેસ્ટ આપવાનો છે.

  5. 5

    ત્યારબાદ ફરીથી 1 મિનિટ માટે લોટ ને હાથેથી કુણવી તેના એકસરખા લુઆ બનાવી થોડી જાડી ભાખરી વણી વચ્ચે ચાકુ થી કે ફોર્ક સ્પૂન થી કાપા પાડી લો.

  6. 6

    હવે લોઢી ને ગરમ કરી તેમાં ઘી મૂકી ભાખરી ને બંને બાજુથી ઘી લગાવીને ધીમી ગેસ ની આંચ પર શેકી લેવાની છે. શેકતી વખતે ભાખરી ને ડટ્ટાથી થોડું દબાવતા જવાનું છે અને બધી બાજુથી બરાબર રીતે શેકી લેવાની છે. જેથી આપણી ક્રિસ્પી મેથી મસાલા ભાખરી તૈયાર થઈ જશે.

  7. 7

    આ રીતે બધી જ બિસ્કીટ ભાખરી ને શેકી ને તૈયાર કરી લો.

  8. 8

    આ મેથી મસાલા બિસ્કીટ ભાખરી ને ચા, કોફી, મસાલા દહીં, આચાર મસાલા, અથાણાં કે દહીં તીખારી સાથે સર્વ કરો. આ બિસ્કીટ ભાખરી ને 2 થી 3 દિવસ માટે બહાર જ એર ટાઇટ ડબ્બા માં સ્ટોર કરી સકાય છે.

  9. 9
  10. 10
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
પર
Vadodara, Gujarat, India
I love cooking & cooking is my Passion..😍😘
વધુ વાંચો

Similar Recipes