બિસ્કીટ ભાખરી(biscuit bhakhri recipe in Gujarati)

Bina Mithani
Bina Mithani @MrsBina

#FFC2
આ ભાખરી લાંબો સમય સુધી સ્ટોર કરી શકાય છે.મુસાફરી કે પ્રવાસ દરમ્યાન લઈ જઈ શકાય છે.10-12 દિવસ સુધી બગડતી નથી.ઘઉં નો જાડો લોટ ન હોય તો રવા નો ઉપયોગ કરી બનાવી શકાય.

બિસ્કીટ ભાખરી(biscuit bhakhri recipe in Gujarati)

#FFC2
આ ભાખરી લાંબો સમય સુધી સ્ટોર કરી શકાય છે.મુસાફરી કે પ્રવાસ દરમ્યાન લઈ જઈ શકાય છે.10-12 દિવસ સુધી બગડતી નથી.ઘઉં નો જાડો લોટ ન હોય તો રવા નો ઉપયોગ કરી બનાવી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1 કપઘઉં નો લોટ
  2. 4 ચમચીરવો
  3. મીઠું પ્રમાણસર
  4. 1/2 ચમચીતલ
  5. 1/2 ચમચીજીરું
  6. 1/2 ચમચીઅજમો
  7. 3 ચમચીઘી/તેલ(મોણ માટે)
  8. ઘી (શેકવાં માટે)

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ પહોળા વાસણ માં ઘઉં નો લોટ અને રવો બંને ચાળવો.તેમાં મીઠું ઉમેરો.પાટલા પર અજમો,જીરું અને તલ લઈ વેલણ ની મદદ થી ક્રશ કરી લોટ માં ઉમેરી ઘી ઉમેરો.

  2. 2

    હાથે થી મિક્સ કરો.મુઠીયા પડતું મોણ હોવું જોઈએ. થોડું થોડું પાણી ઉમેરી લોટ બાંધતા જવું.લગભગ 4 ચમચી જેટલું પાણી જોઈએ. કઠણ લોટ બાંધવો.ઢાંકણ ઢાંકી 10 મીનીટ રાખો.બાદ 1 મીનીટ લોટ મસળવો.

  3. 3

    એકસરખાં લુવા બનાવવાં.પાટલા પર વેલણ થી જાડું વણવું. હાથ થી સરખાં કરતાં જવું. એકસરખી કરવાં માટે કટ્ટર અથવા ઢાંકણ થી કટ્ટ કરવી.છરી ની મદદ થી કાપાં પાડવાં.ગેસ પર નોનસ્ટિક તવો ગરમ કરી તેમાં એકસાથે ધીમાં તાપે બંને બાજુ શેકી લો.

  4. 4

    બાદ બંને બાજુ ઘી લગાવી ડટ્ટા ની મદદ થી શેકવું.જેથી ક્રિસ્પી તૈયાર થાય છે.અથાણાં અને ચા સાથે ખાવા ની મજા પડશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bina Mithani
Bina Mithani @MrsBina
પર

Similar Recipes