આલુ પાલક (Aloo Palak Recipe In Gujarati)

heena
heena @cook_26584469
Vadodara, Gujrat
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦મિનિટ
  1. ૨ નંગજીની સમારેલી ડુંગળી
  2. ૨ નંગનાના ઝીણા સમારેલા ટામેટા
  3. ૩ નંગલીલા મરચાં
  4. ટુકડોનાનો આદુ નો
  5. ૪-૫ કળી લસણ
  6. લાલ સૂકું મરચું
  7. ચપટીહિંગ
  8. ૨ ટી સ્પૂનલાલ મરચું
  9. નાના સમારેલા બટાકાં
  10. ૧ ટી સ્પૂનજીરું
  11. ૧ ટી સ્પૂનહળદર
  12. ૨ ટી સ્પૂનધાણજીરુ
  13. ૧ ટી સ્પૂનકસૂરી મેથી
  14. જુડી પાલક
  15. મીઠું પ્રમાણસર

રાંધવાની સૂચનાઓ

૩૦મિનિટ
  1. 1

    એક પેનીયા માં તેલ મૂકી લસણ નાં નાના ટુકડા, લાલ સૂકું એક મરચું નાખવું. હિંગ અને જીરું તેમાં જ નાખી લસણ થોડું સાતડો.

  2. 2

    ડુંગળી નાખવી અને લીલા મરચાં અને આદુ ઝીનું સમારેલું નાખવું મીઠું પ્રમાણસર.

  3. 3

    ડુંગળી પૂરેપૂરી સાટડવી નહિ થોડો રંગ બદલાય એટલે તેમાં ટામેટાં નાખવા.

  4. 4

    ટામેટાં નાખ્યા બાદ તેમાં લાલ મરચું, હળદર, ધાણાજીરૂ નાખી સરસ સાંતળવું.

  5. 5

    ટામેટાં સંતળાઈ જાય એટલે તેમાં બટાકા ના નાના ટુકડા નાખવા.

  6. 6

    બટાકા સરસ મિક્ષ કરી તેમાં કસૂરી મેથી નાખવી અને બટાકા માં થોડું પાણી નાખી બટાકા ચડવા દો.

  7. 7

    પાલક ને ધોઈ ને જીની સમારેલી રાખવી.

  8. 8

    બટાકા ચડી જાય એટલે તેમાં પાલક નાખી સરસ મીક્ષ કરો.

  9. 9

    પાલક બટાકા માં ભેગી થઈ જાય એટલે તમારું આલુ પાલક નું શાક તૈયાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
heena
heena @cook_26584469
પર
Vadodara, Gujrat

Similar Recipes