દૂધી ચણાની દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)

Sangita Vyas
Sangita Vyas @Sangit
Kenya
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ વ્યક્તિ માટે
  1. ૨૦૦ ગ્રામ દૂધી
  2. ૩/૪ કપ ચણાની દાળ
  3. ૧ નંગડુંગળી
  4. ૧ નંગટામેટું
  5. ૨ ટેબલસ્પૂનલીલા ધાણા
  6. ૧ ટેબલસ્પૂનઆદુ મરચા લસણ ની પેસ્ટ
  7. ૧ ટેબલસ્પૂનટોમેટો પ્યુરી
  8. મસાલા માં
  9. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  10. ૧ ચમચીધાણાજીરૂ
  11. ૧/૨ ચમચીહળદર
  12. ૧ ચમચીકિચન કિંગ મસાલો
  13. મીઠુ પ્રમાણસર
  14. ૧ ટેબલસ્પૂનલીંબુ નો રસ
  15. વઘાર માટે
  16. ૨ ચમચીતેલ
  17. ૧ ચમચીરાઈ,જીરું,અજમો,હિંગ, હળદર મિક્સ
  18. ૩ નંગલવિંગ
  19. ૧ નંગતમાલ પત્ર
  20. ૧ નંગસૂકું લાલ મરચું
  21. ૧ નંગતજ
  22. ૮-૧૦ મીઠા લીમડા ના પાન
  23. જરુર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    દૂધીના કટકા કરી પાણી માં રાખવા અને ચણાની દાળ ને ૨ કલાક પહેલા પલાળી રાખવી ડુંગળી ટામેટા ના કટકા કરી લેવા.

  2. 2

    પ્રેશર કુકરમાં તેલ લઇ રઈ જીરું અજમો હીંગ હળદર તમાલપત્ર સૂકું લાલ મરચું તજ અને લવિંગ નાખી વઘાર તૈયાર કરવો,ડૂંગળી સાથે કરી પત્તા નાખી સાંતળી લેવું,ત્યારબાદ ટામેટા ના પીસ ટોમેટો પ્યુરી અને આદુ મરચાં લસણ ની પેસ્ટ એડ કરી બધું સારી રીતે સાંતળી લેવું..

  3. 3
  4. 4

    તેલ છૂટું પડે એવું લાગે એટલે દૂધી ના પીસ એડ કરવા અને ચણાની દાળ માંથી પાણી નિતારી ઉમેરી દેવી.

  5. 5

    હવે પ્રમાણસર પાણી રેડી બધા સૂકા મસાલા એડ કરી,પાણી ઉકળે એટલે ઢાંકણ બંધ કરી ૩-૪ સિટી વગાડી લેવી.

  6. 6

    સીજાયા બાદ કુકર ખોલી તેમાં લીલા ધાણા કિચન કિંગ મસાલો અને લીંબુ નો રસ એડ કરી ૨ મિનિટ માટે ગેસ પર રાખી ઉતારી લેવું

  7. 7

    બાઉલ માં ટ્રાન્સફર કરી ઉપર થી ધાણા સ્પ્રિંકલ કરી સર્વ કરવું.
    ગરમ ગરમ સર્વ કર્યું છે.

  8. 8
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sangita Vyas
Sangita Vyas @Sangit
પર
Kenya
always exited to try new recipes..👍🏻
વધુ વાંચો

ટિપ્પણીઓ (7)

Similar Recipes