પાલક પત્તા ચાટ (Palak Patta Chaat Recipe In Gujarati)

Juliben Dave
Juliben Dave @julidave

#FFC4
ફૂડ ફેસ્ટિવલ - 4
Week - 4

ચાટ કોને ના ભાવે? ચાટનું નામ સાંભળીને જ મોંઢામાં પાણી આવી જાય હેં ને! ચાટ ખાવાની ખૂબ મજા પડે પરંતુ ઘણીવાર એવું થાય તે ઘરમાં ખાટી-મીઠી ચટણી ના હોવાથી ચાટ નહીં બની શકે. પરંતુ ચટણી વિના પણ તમે ચટપટી ચાટ બનાવી શકો છોએવી કોઈ વ્યક્તિ નથી કે જેને આલૂ ચાટનો સ્વાદ ન ગમતો હોય. સૌ કોઈ તેને હળવી ભૂખ લાગતા સૌથી વધુ ખાવાનું પસંદ કરે છે. તેને બનાવવું ખૂબ જ આસાન છે અને તે ઘરે જ ઉપલબ્ધ સામગ્રીઓમાંથી જ બનાવી શકાય છે.બાળકો પાલક ખાતા નથી તો તો મેં આજે પાલકમાંથી ચાટ બનાવી એક નવીન પ્રયોગ કર્યો ,,અને હું સફળ પણ રહી ,,ખરેખર ખુબ સરસ બની હતી ..

પાલક પત્તા ચાટ (Palak Patta Chaat Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#FFC4
ફૂડ ફેસ્ટિવલ - 4
Week - 4

ચાટ કોને ના ભાવે? ચાટનું નામ સાંભળીને જ મોંઢામાં પાણી આવી જાય હેં ને! ચાટ ખાવાની ખૂબ મજા પડે પરંતુ ઘણીવાર એવું થાય તે ઘરમાં ખાટી-મીઠી ચટણી ના હોવાથી ચાટ નહીં બની શકે. પરંતુ ચટણી વિના પણ તમે ચટપટી ચાટ બનાવી શકો છોએવી કોઈ વ્યક્તિ નથી કે જેને આલૂ ચાટનો સ્વાદ ન ગમતો હોય. સૌ કોઈ તેને હળવી ભૂખ લાગતા સૌથી વધુ ખાવાનું પસંદ કરે છે. તેને બનાવવું ખૂબ જ આસાન છે અને તે ઘરે જ ઉપલબ્ધ સામગ્રીઓમાંથી જ બનાવી શકાય છે.બાળકો પાલક ખાતા નથી તો તો મેં આજે પાલકમાંથી ચાટ બનાવી એક નવીન પ્રયોગ કર્યો ,,અને હું સફળ પણ રહી ,,ખરેખર ખુબ સરસ બની હતી ..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. બાઉલ પાલકના પાન
  2. ૧ વાટકીશીંગદાણા
  3. ૨ નંગબટાકા
  4. લીલા મરચા (સ્વાદમુજબ)
  5. ૩ ચમચીમિક્સ કઠોળ (મેં તૈય્યાર આવે છે તે જ લીધા છે)
  6. ચપટીમરી પાઉડર
  7. ચાટ મસાલો સ્વાદમુજબ
  8. લીંબુનો રસ સ્વાદ મુજબ
  9. દળેલી ખાંડ સ્વાદમુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ પાલક વીણી ધોઈ કપડાં પર સુકવી એક્દુમ કોરી કરી લેવી.
    પછી પાનની થપ્પી કરી કાતર વડે બારીક પતલા લાંબી સાઈઝ માં કાપવા,
    બટેટાને ધોઈ છાલ ઉતારી લાબું છીણ બનાવી લેવું,આ છીણ ને બરફના પાણીમાં ચપટી ફટકડી અને મીઠું ઉમેરી ડુબાડી રાખવું,તળવાની પાંચ મિનિટ પહેલા નિતારી કોરું કરી લેવું.
    મરચા પણ લાંબી પાતળી ચીરી કરી લેવા,

  2. 2

    હવે એક કડાઈમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે સૌ પ્રથમ શીંગદાણા તળી લેવા,
    ત્યારબાદ પાલક ના પાન તળી લેવા કડકડા થાય એ રીતે તળવા,
    મરચાની ચીરીઓ તળી લેવી,
    ત્યાબાદ છેલ્લે બટાટાની છીણ તળી લેવી,

  3. 3

    હવે એક બોઉલમાં બધું મિક્સ કરી સ્વાદમુજબ મરી ચાટમસાલો,લીંબુ,ખાંડ ઉમેરી મિક્સ કરી લેવું,
    સ્વાદમુજબ તળેલા કઠોળ ઉમેરવા,મેં ચણાદાળ અને મગ ઉમેર્યા છે,વધુ પોષક બનાવવા માટે તમે
    સ્પ્રોઉટ નો પણ ઉપયોગ કરી શકો,,સરખી રીતે હલાવી પીરસો,,
    તો તૈય્યાર છે એક નવીન જ ચાટ,,પાલક પત્તા ચાટ,,,
    આ ચાટ માં તમે સ્વાદમુજબ સીઝનલ ફળ,સૂકોમેવો,બીન્સ,ચટણીઓ,ડુંગળી,વિગેરે ઉમેરી શકો,

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Juliben Dave
Juliben Dave @julidave
પર

Similar Recipes