ગ્રીન ચટણી (Green Chutney recipe in Gujarati)

#GA4 #week4 #chutney
ગુજરાતી લંચમાં ગ્રીન ચટણી સાઈડ ડીશ તરીકે હોય છે પરંતુ સ્ટ્રીટ ફૂડ કે ચાટ ડીશ માં તેની ભૂમિકા અગત્યની છે. ગ્રીન ચટણી ચાટ ડીશ જેવી કે કટોરી ચાટ, રગડો, ભેળ, સમોસા, ઘૂઘરા અને સેન્ડવીચ વગેરે ગ્રીન ચટણી વગર અધૂરા છે.અહીં મેં ચટણી માં બ્લેન્ડ કરતી વખતે પાણીના બદલે આઈસ ક્યુબ નાખી હોય તેનો ગ્રીન કલર જળવાઈ રહે છે અને કાળી પડતી નથી.
ગ્રીન ચટણી (Green Chutney recipe in Gujarati)
#GA4 #week4 #chutney
ગુજરાતી લંચમાં ગ્રીન ચટણી સાઈડ ડીશ તરીકે હોય છે પરંતુ સ્ટ્રીટ ફૂડ કે ચાટ ડીશ માં તેની ભૂમિકા અગત્યની છે. ગ્રીન ચટણી ચાટ ડીશ જેવી કે કટોરી ચાટ, રગડો, ભેળ, સમોસા, ઘૂઘરા અને સેન્ડવીચ વગેરે ગ્રીન ચટણી વગર અધૂરા છે.અહીં મેં ચટણી માં બ્લેન્ડ કરતી વખતે પાણીના બદલે આઈસ ક્યુબ નાખી હોય તેનો ગ્રીન કલર જળવાઈ રહે છે અને કાળી પડતી નથી.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કોથમીર તેમજ ફુદીનાને સાફ કરી, પાણીથી ધોઈ નિતારી લો.
- 2
ત્યારબાદ મિક્સર જારમાં સમારેલ કોથમીર, ફુદીનાના પાન, સમારેલ લીલા મરચા, આદુનો ટુકડો, મરી પાઉડર, સંચળ પાઉડર, ચાટ મસાલો અને સ્વાદ અનુસાર નમક ઉમેરો. હવે તેમાં આઈસ ક્યુબ ઉમેરો અને ઢાંકણ બંધ કરી, બ્લેન્ડ કરી સ્મૂથ પેસ્ટ તૈયાર કરો.
- 3
તૈયાર થયેલ સ્મૂથ પેસ્ટને સર્વિંગ બાઉલમાં કાઢી, લીંબુનો રસ ઉમેરી બરાબર મિક્સ કરી લો.
- 4
અહીં મેં ચટણી માં બ્લેન્ડ કરતી વખતે પાણીના બદલે આઈસ ક્યુબ નાખી હોય તેનો ગ્રીન કલર જળવાઈ રહે છે અને કાળી પડતી નથી.તો તૈયાર છે ગ્રીન ચટણી જે લંચ તેમજ દરેક ચાટ ડીશ માં પીરસી શકાય.
Similar Recipes
-
ગ્રીન ચટણી (Green Chutney Recipe In Gujarati)
જમવાના માં સાથે જો લાલ ચટણી લીલી ચટણી હોય તો જમવાની મજા પડી જાય.તો આજે મેં કોથમીર ફુદીનાની ચટણી બનાવી છે. Sonal Modha -
કોથમીર ફુદીના ની ગ્રીન ચટણી (Kothmir Pudina Green Chutney Recipe In Gujarati)
નો ફાયર રેસિપી#NFR : કોથમીર ફુદીના ની ચટણીઆજે મેં સેન્ડવીચ ચાટ અને ફરસાણ સાથે સર્વ કરી શકાય એવી ગ્રીન ચટણી બનાવી. Sonal Modha -
ગ્રીન ચટણી(Green Chutney Recipe In Gujarati)
#RJSબ્રેડ કટકા રેસીપી માટે આ ગ્રીન ચટણી બનાવી. જે તમે સેન્ડવીચ કે બીજા કોઈ પણ ફરસાણ સાથે સર્વ કરી શકો છો. આ all purpose ગ્રીન ચટણી છે. Dr. Pushpa Dixit -
ગ્રીન ચટણી(Green Chutney Recipe in Gujarati)
ગ્રીન ચટણી સેન્ડવિચ. પકોડા. સમોસા. ભેળ. દહીંવડા વગેરે મા આ ચટણી બહુજ સ્વાદિષ્ટ લાગે છે.#GA4#week4#ચટણીRoshani patel
-
સેન્ડવીચ ની ગ્રીન ચટણી (Sandwich Green Chutney Recipe In Gujarati)
#CRC#છત્તીસગઢ રેસીપી ચેલેન્જફરા, ચૌસેલા કે નડ્ડા ચાટમાં ઉપયોગ માં લેવાતી ગ્રીન ચટણી. પેલાનાં જમાનામાં ખરલ કે સિલ બટ્ટા માં બનાવાતી હવે ત્યાં પણ મિક્સરમાં જ બનાવાય છે.આપણે સેન્ડવીચ, ભેળ, પાણી પૂરી, રગડા પૂરી, પાપડી ચાટ જેવી ઘણી રેસીપી માં ઉપયોગી થાય છે. Dr. Pushpa Dixit -
ગ્રીન ચટણી(green chutney recipe in Gujarati)
#વેસ્ટઆ ચટણી મુંબઈ ની ફેમસ ચટણી છે. ખાસ કરી ની સેન્ડવીચ ની ચટણી માં આ ચટણી નો ઉપયોગ કરતા હોય છે. Bijal Preyas Desai -
ગ્રીન ચટણી (Green Chutney Recipe In Gujarati)
#GA4#Week4આ ચટણી ને તમે સેન્ડવીચ ઢોકળાં કે પછી કોઈ પણ ચાટ માટે ઉપયોગ માં લઇ શકાય તેને એક ડબ્બામાં ભરી ફિજ મા એક વીક સુધી સાચવી શકાય છે Dipti Patel -
ગ્રીન ચટણી(Green Chutney Recipe in Gujarati)
#GA4#Week4અમારા ઘરે જમવામાં હરરોજ ગ્રીન ચટણી તાજી બનાવી અને વપરાય છે આ ગ્રીન ચટણી માં ધાણાભાજી હોવાથી આંખમાં ખૂબ ઠંડક પહોચાડે છે. Komal Batavia -
-
ગ્રીન ચટણી (Green Chutney Recipe In Gujarati)
આ ચટણી ફરસાણ, રોલ, સેન્ડવીચ બધા માં જ વપરાય છે અને બહુજ ટેસ્ટી બને છે.ગ્રીન ચટણી (ઑલ પરપઝ ચટણી) Bina Samir Telivala -
-
ગ્રીન ચટણી (Green Chutney Recipe In Gujarati)
#RC4ચોમાસુ હોય અને ચારેબાજુ હરિયાળી જ હરિયાળી હોય.... આ હરિયાળીમાં ગ્રીન ચટણી ભોજન સાથે ખૂબ જ સારી લાગે છે અને સાથે-સાથે હેલ્ધી પણ છેકારણ કે આપણે તેમાં પાલક મીઠા લીમડાના પાન અને એવરગ્રીન લીલા ધાણાનો ઉપયોગ કર્યો છે Prerita Shah -
તંદૂરી ચટણી (Tandoori Chatney Recipe In Gujarati)
#restaurantstyle#tandoorichutney#mintchutney#starterchutney#sidedish#cookpadindia#cookpadgujaratiફુદીનાની ચટણી વગરની તંદૂરી અધૂરી છે ખરું ને? આ એક શ્રેષ્ઠ કોમ્બો છે જેમાં દહીં સાથે ફુદીનો અને કોથમીર ચટણીને શાનદાર તેમજ સ્વાદિષ્ટ બનાવે છે. Mamta Pandya -
ગ્રીન ચટણી (Green Chutney Recipe In Gujarati)
#PS#cookpadindia#cookpadgujaratiચાટમા વાપરી શકાય તેવી ગ્રીન ચટણી Unnati Desai -
-
રેસટોરંટ સ્ટાઈલ ગ્રીન ચટણી
#ચટણીમિત્રો હોટલ માં આપણે જે ગ્રીન ચટણી ખાઈએ છીએ તે ખૂબ જ ટેસ્ટી લાગે છે.ઘણીવાર આપણે ટ્રાય કરીએ પણ નથી બનતી, ચાલો બનાવીએ ખૂબ જ સરળ ગ્રીન ચટણી.Heen
-
ગ્રીન ચટણી (Green Chutney Recipe In Gujarati)
#RC4Green 💚...આજે મેં અહીં બધા j કોમન ચાટ, અને બીજી ઘણી બધી વાનગીમાં વપરાતી ગ્રીન ચટણી બનાવી છે જે એક દમ ટેસ્ટી અને બહાર જેવી જ ને લાંબા સમય સુધી એક દમ લીલી જ રહે એવી રીતે બનાવી છે. Payal Patel -
ભજીયાની ગ્રીન ચટણી(Green Chutney recipe in Gujarati)
#MW3મેં ખૂબ જ ટેસ્ટી ગ્રીન ચટણી બનાવી છે.શિયાળામાં ગ્રીન ચટણી ખાવાની ખૂબ મજા આવે છે. Bijal Parekh -
લીલી ચટણી (Green Chutney Recipe In Gujarati)
ભારતીય ભોજન ચટણી વગર લગભગ અધૂરા છે. ભારતભરના બધા પ્રદેશો માં પારંપરિક ભોજન કે દરેક વાનગી સાથે અવનવી ચટણીઓ પીરસાય છે. ચટણીઓ શાક, ફળ અને અલગ અલગ ભારતીય મસાલાઓ થી બને છે. વળી આ બધા માં લીલી ચટણી નું એક અલગ જ સ્થાન છે. આ ચટણી ની ખાસિયત એ છે કે એ ઘણી બધી ભારતીય વાનગીઓ માં ફરજીયાત સ્વરૂપે વપરાય છે જેમકે ચાટ, સમોસા, આલું ટીક્કી વગેરે વગેરે.આ ચટણી ચટપટી તો લાગે જ છે સાથે સાથે જે વાનગી જોડે પીરસો તેને અનેરો સ્વાદ પૂરો પાડે છે. અહિયાં મેં ખુબ સરળ અને સ્વાદ માં ચટપટી ચટણી રજુ કરી છે. Mamta Pandya -
-
ગ્રીન જ્યુસ (Gujarati Juice Recipe In Gujarati)
#SJC#MBR3દિવસની શરૂઆત જો ગ્રીન જ્યુસ થી કરવામાં આવે તો આખો દિવસ તાજગીનો અહેસાસ થાય છે. ગ્રીન જ્યુસ અનેક પોષક તત્વો થી ભરપૂર હોય છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે. તેથી શરીર સ્વસ્થ રહે છે.કોથમીર, ફુદીનો, મીઠા લીમડાના પાન, કાકડી મિક્સર જારમાં લઇ તેમાં સંચળ પાઉડર,મીઠું, ચાટ મસાલો, લીંબુનો રસ ઉમેરી ક્રશ કરીને જ્યુસ સરળતાથી અને ઝડપથી બનાવી શકાય છે. તેમાં બીજા લીલા શાકભાજી પણ ઉમેરી શકાય છે. Ankita Tank Parmar -
ગ્રીન ચટણી(Green Chutney Recipe In Gujarati)
ગ્રીન ચટણી બધી જ રેસિપી મા સારી લાગે છે..ખાસ કરીને ફાસ્ટફૂડ મા તો ગ્રીન ચટણી વગર ચાલે પણ નહી Vidhi V Popat -
વોટરમેલન આઈસ ટી (Watermelon Ice Tea recipe in Gujarati)
#SRJ#cookpadgujarati#cookpadindia#cookpad આઈસ ટી ઘણી બધી અલગ અલગ ફ્લેવરની બનાવી શકાય છે. સામાન્ય રીતે આઈસ ટી ગ્રીન ટી, લેમન અને હની માંથી બનાવવામાં આવે છે પરંતુ અલગ અલગ ફ્લેવર વાળી આઈસ ટી પણ ખૂબ જ સરસ લાગે છે ઓરેન્જ, પાઈનેપલ, મેંગો, પીચ, કોકમ કે વોટરમેલન ફ્લેવરની આઈસ ટી બનાવવી પણ ખુબ જ સરળ છે. ફ્રુટ અને ટી ની ફ્લેવર સાથે મળીને એક ખૂબ જ સરસ રિફ્રેશિંગ ડ્રીંક તૈયાર થાય છે. આઈસ ટી એકદમ ચિલ્ડ સર્વ કરવામાં આવે તો તે વધુ સારી લાગે છે. Asmita Rupani -
ગ્રીન ચટણી(Green chutney recipe in gujarati)
#સાઇડલીલી ચટણી બનાવવી સરળ છે તેમજ ખૂબ સરસ લાગતી હોઈ છે. આ ચટણી તમે કોઈ પણ ફરસાણ સાથે માણી શકો. નાના બાળકો કોથમીર ના ખાતા હોય તો આવી રીતે ચટણી બનાવી ને આપી શકાય. Shraddha Patel -
ગ્રીન ચટણી (Green Chutney In Gujarati)
#GA4#Week4ગ્રીન ચટણી એક સામાન્ય અને સહેલી રેસિપી ગણી શકાય પણ ચટણી એક પૂરક વાનગી છે.ચટણી હોય તોજ આપણા ગુજરાતી ઓ નું ફરસાણ તેમ,સેન્ડવીચ, આલું પરાઠા તેમજ સ્ટાર્ટર તરીકે ખવાતી વગેરે જેવી વાનગીઓ સંપૂર્ણ લાગેછે.આપણે ઘણા પ્રકાર ની ચટણી બનાવીએ છીએ. મે ગ્રીન ચટણી થોડા વેરીએશન થી બનાવી છે જેનો કલર ખુબજ સારો આવે છે અને સ્વાદિષ્ટ પણ લાગે છે. khyati rughani -
આમળાની તીખી ચટણી (Amla Spicy Chutney Recipe In Gujarati)
#JWC3#cookpadgujarati#cookpad શિયાળાની સિઝનમાં જ્યારે આમળા ખૂબ જ સરસ આવે છે ત્યારે આમળા ની તીખી ચટણી બનાવીને ખાવાની ખૂબ જ મજા આવે છે આ ચટણી બનાવી ખૂબ જ સરળ છે અને ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવા ઇન્ગ્રિડિયન્સ માંથી બની જાય છે. આમળાની સાથે આદુ મરચાં ફુદીનો અને કોથમીર ને બ્લેન્ડ કરી બનાવવામાં આવતી આ ચટણી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. Asmita Rupani -
ચટણી(Chutney Recipe in Gujarati)
#GA4#Week4#chutneyઆ ચટણી હું મારા દાદીમા પાસેથી શીખી છું અને અમારા ઘરમાં બધાની ફેવરિટ છે. Niral Sindhavad -
લીલી ચટણી (Green chutney recipe in Gujarati)
#RC4#green#chutney#coriander#mint#chilli#sidedish#spicy#CookpadIndia#COOKPADGUJRATI જુદા જુદા ફરસાણ સાથે પીરસવામાં આવતી તીખી લીલી ચટણી ભોજનમાં અગત્યનું સ્થાન છે. જુદી જુદી જાતનાં ચાટ માં પણ લીલી ચટણી નો સારા પ્રમાણ ઉપયોગ થાય છે. અહીં મેં તીખી લીલી ચટણી બનાવવા માં ખટાશ અને ગળપણ નો ઉપયોગ કરેલ છે જે વાનગીના સ્વાદમાં વધારો કરે છે. કોથમીર મરચા ફુદીનો વગેરે નો યોગ્ય પ્રમાણમાં ઉપયોગ કરીને લીલી ચટણી તૈયાર કરવાથી તે સ્વાદિષ્ટ લાગે છે. Shweta Shah -
-
More Recipes
ટિપ્પણીઓ (8)