પાલક પત્તા ચાટ (Palak Patta Chaat Recipe In Gujarati)

Jigisha Modi
Jigisha Modi @Jigisha_16
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 4પાન પાલક ના
  2. ખીરા માટે :
  3. 1 નાની વાટકી ચણા નો લોટ
  4. 1/2 વાટકી ચોખા નો લોટ
  5. સ્વાદ અનુસાર મીઠું
  6. 1/2 ટી સ્પૂન હળદર
  7. 1/4 ટી સ્પૂન લાલ મરચું
  8. 1/8 ટી સ્પૂન ખાવાનો સોડા
  9. જરૂર મુજબ પાણી
  10. તળવા માટે તેલ
  11. સર્વ કરવા :
  12. 2-3 ટી સ્પૂન દહીં
  13. 2-3 ટી સ્પૂન લસણ ની ચટણી
  14. 2-3 ટી સ્પૂન મીઠી ચટણી
  15. 2-3 ટી સ્પૂન કોથમીર મરચાં ની ચટણી
  16. 2-3 ટી સ્પૂનજીણા સમારેલા ટામેટા અને કાંદા
  17. તીખી બૂંદી
  18. નાયલોન સેવ
  19. દાડમ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પાલક ના પાન ને ધોઈ અને કોરા કરી લેવા. ખીરા માટે ની બધી સામગ્રી ભેગી કરી પાણી ઉમેરી ખીરું બનાવી લેવું.

  2. 2

    પાલક ના પાન ને ખીરા માં બોળી અને તળી લેવા. સર્વિંગ પ્લેટ માં લઈ તેની ઉપર દહીં મૂકી દેવું.

  3. 3

    ત્યારબાદ લસણ ની ચટણી, મીઠી ચટણી, તીખી ચટણી પણ મૂકી દેવી.

  4. 4

    તેની ઉપર જીણા સમારેલા ટામેટા અને કાંદા મૂકી બૂંદી,સેવ અને દાડમ ભભરાવી સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jigisha Modi
Jigisha Modi @Jigisha_16
પર

Similar Recipes