પાલક પત્તા ચાટ (Spinach Leaves Chaat Recipe In Gujarati)

Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
શેર કરો

ઘટકો

  1. 20 નંગપાલક ના પાન
  2. 1/2 કપકોર્ન ફ્લોર
  3. 1/4 કપબેસન
  4. 1 ટેબલ સ્પૂનચોખા નો લોટ
  5. 1/2 ટી સ્પૂનઅજમો
  6. મીઠું સ્વાદ મુજબ
  7. 1 નંગબાફેલા બટાકા ના પીસ
  8. 1/2 કપબુંદી
  9. 1/2 કપદાડમ ના દાણા
  10. 1/2 કપગ્રીન ચટણી
  11. 1/2 કપખજૂર-આંબલી ની ચટણી
  12. 1 ટેબલ સ્પૂનલાલ મરચું પાઉડર
  13. 1 ટેબલ સ્પૂનશેકેલા જીરાનો પાઉડર
  14. 1 ટેબલ સ્પૂનચાટ મસાલો
  15. 1 કપસાકર વાળું મીઠું દહીં
  16. 1 કપનાયલોન સેવ
  17. સમારેલી કોથમીર જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ પાલક ના પાન ને ધોઈ ઠંડા પાણીમાં 10 મિનિટ માટે રાખો.

  2. 2

    હવે એક બાઉલમાં કોર્ન ફ્લોર, બેસન, ચોખા નો લોટ, અજમો અને મીઠું ઉમેરી જાડું પણ નહીં અને પાતળું પણ નહીં એવું બેટર બનાવી લેવું.અને તેલ ગરમ કરવા મુકવું.

  3. 3

    હવે ઠંડા પાણી માંથી પાન ને કપડાં પર મુકી કોરા કરી લેવા. પછી પાન ને બેટર માં બોળી ગરમ તેલ માં તળી લેવા.

  4. 4

    હવે તૈયાર પાલક પત્તા ને સર્વિંગ પ્લેટમાં મુકી ઉપર બાફેલા બટાકા ના પીસ, બુંદી, દહીં, ગ્રીન ચટણી અને ખજૂર-આંબલી ની ચટણી ઉમેરવી.

  5. 5

    પછી તેના ઉપર લાલ મરચું પાઉડર, શેકેલા જીરાનો પાઉડર, અને ચાટ મસાલો નાખવો. પછી નાયલોન સેવ, દાડમ ના દાણા, બુંદી અને કોથમીર ઉમેરી તરત જ સર્વ કરવું.

  6. 6
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
પર

Similar Recipes