મિક્સ વેજ પુલાવ અને કઢી (Mix Veg Pulao Kadhi Recipe In Gujarati)

Sangita Vyas
Sangita Vyas @Sangit
Kenya

લંચ માટે પરફેક્ટ મેનુ..
દિવાળી ના સપરમા દિવસે વેજ પુલાવ,કઢી અને કોઈ એક સ્વીટ..
બીજું કંઈ નહિ જોઈએ..

મિક્સ વેજ પુલાવ અને કઢી (Mix Veg Pulao Kadhi Recipe In Gujarati)

લંચ માટે પરફેક્ટ મેનુ..
દિવાળી ના સપરમા દિવસે વેજ પુલાવ,કઢી અને કોઈ એક સ્વીટ..
બીજું કંઈ નહિ જોઈએ..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મિનિટ
૩ વ્યક્તિ માટે
  1. પુલાવ માટે.
  2. ૨ કપબાસમતી ચોખા
  3. ૧ કપમિક્સ વેજ માં વટાણા,ગાજર,ફૂલગોબી,બટાકા, કેપ્સીકમ
  4. મસાલા માં
  5. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  6. ૧ ચમચીહળદર
  7. ૧ ચમચીધાણાજીરૂ
  8. મીઠું સ્વાદ અનુસાર
  9. ૧ ટેબલસ્પૂનઆદું મરચાં લસણ ની પેસ્ટ
  10. ૧ ચમચીપુલાવ મસાલો
  11. પાણી જરૂર મુજબ
  12. વઘાર માટે
  13. ૧ ચમચીતેલ
  14. ૧ ચમચીઘી
  15. ૩ નંગલવિંગ
  16. ૧ ટુકડોતજ
  17. ૧ ચમચીમેથી દાણા,રાઈ,જીરું મિક્સ
  18. ૧/૪ ચમચીહિંગ
  19. ૧/૪ ચમચીહળદર વઘારમાં નાખવા
  20. ૧૦-૧૨ મીઠા લીમડાના પાન
  21. કઢી માટે
  22. બાઉલ મીડિયમ ખાટું દહીં
  23. ચમચા ચણાનો લોટ
  24. મસાલા માં
  25. ૧/૨ ચમચીલાલ મરચું પાઉડર
  26. ૧/૨ ચમચીહળદર
  27. ૧/૨ ચમચીધાણાજીરૂ
  28. ચમચો આદુ મરચા લસણ ની પેસ્ટ
  29. ૧ ચમચીખાંડ
  30. મીઠું પ્રમાણસર
  31. વઘાર માટે
  32. ચમચો ઘી અને તેલ
  33. ૧ ચમચીમેથી,રાઈ,જીરું
  34. ૧/૨ ચમચીહિંગ અને હળદર
  35. ૮-૧૦ લીમડાના પાન
  36. ચમચો લીલા ધાણા
  37. પાણી જરુર મુજબ

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ચોખા ને ૨-૩ વાર ધોઈ ને પલાળી રાખવા અને બધા વેજીટેબલ ને ધોઈ મધ્યમ શેપ માં કાપી લેવા.

  2. 2

    પ્રેશર કુકરમાં તેલ અને ઘી લઈ મેથી,રઈ,જીરું,હિંગ,તજ,લવિંગ,હળદરઅને લીમડાના પાન નાખી વઘાર કરવો

  3. 3

    વઘાર તતડી ગયા બાદ વેજીટેબલ એડ કરી સાંતળી લેવા અને આદું મરચાં લસણ ની પેસ્ટ નાખી મિક્સ કરવું..

  4. 4

    ત્યારબાદ ચોખામાંથી પાણી નિકાળી એડ કરવા અને વેજીટેબલ સાથે સોતે કરવા અને જરૂર મુજબ પાણી નાખી હલાવી લેવું

  5. 5

    હવે બધાં સૂકા મસાલા એડ કરી પાણી ને ઉકાળવું પછી કુકર નું ઢાંકણ બંધ કરી ૩ whistle કરી લેવી..
    વેજ પુલાવ તૈયાર છે..

  6. 6
  7. 7

    કઢી બનાવવા માટે...
    એક પેન માં દહીં ને વલોવી ચણા નો લોટ એડ કરી મીકસ કરી લેવું..ગાંઠ ના પડે એનું ધ્યાન રાખવું

  8. 8

    હવે વઘરીયા માં ઘી તેલ લઇ મેથી દાણા રઈ જીરું હિંગ હળદર અને લીમડાના પાન તતડાવી કઢી માં એડ કરવો..

  9. 9

    ગેસ પર ધીમી આંચે મૂકી બધા મસાલા અને ખાંડ એડ કરી કઢી ને હલાવ્યા કરવું જેથી ઉકળીને ઉભરાઈ ના જાય.આ સમયે આદું મરચાં લસણ ની પેસ્ટ એડ કરીને ૪-૫ મિનિટ સુધી ઉકળવા દેવું ત્યારબાદ લીલા ધાણા એડ કરી ગેસ બંધ કરી દેવો..
    કઢી તૈયાર છે..

  10. 10
  11. 11

    પુલાવ કઢી નું plating કરી લેવું.મનભાવતી મીઠાઈ નું biting મૂકવું જ..મીઠાઈ વગર ની દિવાળી મનાવાય જ નહિ ને?
    તો લો,તૈયાર છે આજનું લંચ..👌😋🎉🥳

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sangita Vyas
Sangita Vyas @Sangit
પર
Kenya
always exited to try new recipes..👍🏻
વધુ વાંચો

ટિપ્પણીઓ (6)

Similar Recipes