સાંભાર મેંદુવડા (Sambhar Medu Vada Recipe In Gujarati)

Shilpa khatri
Shilpa khatri @shilpakhatri421
શેર કરો

ઘટકો

45મીનીટ
5 સર્વિંગ્સ
  1. 3 કપઅડદ ની દાળ
  2. 1 કપચોખા
  3. તળવા માટે તેલ
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. 3-4લીલા મરચાં. લીમડો ઝીણો કટ કરેલો
  6. 1ડુંગળી
  7. આદુ જરૂર મુજબ
  8. 1/2 ચમચીપીસેલી મરી
  9. લીલા ધાણા
  10. સાંભાર માટે
  11. 2 વાટકીતુવેર દાળ
  12. 1/2 ચમચીહળદર
  13. 2 ચમચીમરચું
  14. 2 ચમચીઘાણાજીરૂ પાઉડર
  15. સ્વાદ અનુસારમીઠું
  16. 2-3 ચમચીઆંબલી નું પલ્પ
  17. 2 ચમચીસાંભાર મસાલો
  18. લસણ. આદુ.મરચા જરૂર મુજબ
  19. લીમડો- લાલ આખા મરચા વઘાર માટે
  20. 1 ચમચીજીરું 1ચમચી રાઇ
  21. 100 ગ્રામદુધી
  22. 1ડુંગળી
  23. 2 નંગસરગવા ની શીંગ

રાંધવાની સૂચનાઓ

45મીનીટ
  1. 1

    સૌ પ્રથમ કુકર માં તુવેર દાળ બાફવા મુકો

  2. 2

    1કળાઇ માં તેલ ગરમ કરી વઘાર કરો ડુંગળી સાંતળો. પછી આદુ મરચા લસણ ની પેસ્ટ સાંતળો. પછી દુધી એડ કરો

  3. 3

    બધા મસાલા એડ કરો.સાંભાર મસાલો છેલ્લે નાખવું સારી રીતે મિક્સ કરી ને ચડવા દો. પછી આંબલી નાંખો બાફેલી દાળ ને બ્લેન્ડર થી બ્લેન્ડ કરી તેમાં નાખો.

  4. 4

    સરગવા ની શીંગ ને બાફી ને ટુકડા નાખવા. સારી રીતે ઉકળી જાય એટલે સાંભાર મસાલો નાખી ને 5મીનીટ પછી ગેસ બંધ કરી દેવું. તૈયાર છે સાંભાર

  5. 5

    મેંદુ વડાં માટે

  6. 6

    અડદ ની દાળ અને ચોખા ને 6-7કલાક પલાળવુ જયારે મેંદુવડા બનાવવા હોય ત્યારે પીસવુ. સારી રીતે ધોઇ ને મિક્ષર માં ક્રશ કરો. પાણી થોડું થોડું નાંખી ને પીસવુ
    ખીરું બહુ પાતળું ન કરવુ

  7. 7

    ખીરા માં મીઠું નાંખી ને થોડી વાર ફેટવુ. જેથી વડા સોફ્ટ થશે. પછી ઝીણી સમારેલી ડુંગળી. મરચા. ઘાણા. આદુ. ઝીણો સમારેલો લીમડો. મરી પાઉડર પણ ઉમેરી લો ને મિક્સ કરી લો પછી તેમા ગરમ તેલ નાખવું. જાળીદાર બનશે વડા. (સોડા ન નાખવી. સોડા નાખવા થી વડા ઓઇલી બનશે)

  8. 8

    ચમચા ની પાછળ સાઇડમાં પાણી વાળો હાથ ફેરવી ને ખીરું મુકો. પછી પાણી વાળી આંગળી થી વચ્ચે હોલ કરો પછી તેલ માં મુકો.

  9. 9

    તૈયાર છે સાંભાર મેંદુવડા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shilpa khatri
Shilpa khatri @shilpakhatri421
પર

Similar Recipes