આમ કી લોંજી અમઝોરા (Aam Ki Lonji Amjhora Recipe In Gujarati)

Juliben Dave
Juliben Dave @julidave

#CRC
#છત્તીસગઢ રેસીપી ચેલેન્જ
@DrPushpa Dixitji
આ રેસીપી મેં DrPushpa Dixitji ની રેસિપિને અનુસરીને બનાવી છે ,ખુબ જ સરસ બની આભાર પુષ્પાબેન ,,આટલી સરસ રેસીપી પોસ્ટ કરવા બદલ , આમ કી લોંજી કાચી કેરીનું શાક અમઝોરા
આ શાક કેરીની સીઝનમાં મારી બા કાયમ બનાવતા ,,ફુલ્કા રોટી અને કેરીનું શાક ,,બસ બીજું કઈ ના જોઈએ ,,,
અને અહાહા ,,,સગડી પર બનાવેલી માના હાથ ની રોટલી અને આ શાક ની મીઠાશ આજે પણ યાદ આવે છે તો મોમાં પાણી આવી જાય છે,

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. મોટી કેરી
  2. ૧ વાડકીગોળ
  3. ૧ ચમચીતેલ
  4. ૧ ચમચીજીરું
  5. ૧ ચપટીહીંગ
  6. ૧ ચમચીલાલ મરચું
  7. ૧/૨હળદર
  8. ૧/૨ ચમચીધાણા-જીરું
  9. ૧/૨વરિયાળી પાઉડર
  10. મીઠું સ્વાદાનુસાર
  11. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કેરીને ધોઈ, છાલ ઉતારી લો. પછી જરૂર મુજબ તેના ટુકડા કરી લો. હવે કડાઈમાં તેલ મૂકી જીરું-હીંગનો વઘાર કરી, કેરીનાં ટુકડા નાંખી હલાવો.

  2. 2

    હવે તેમાં બધા મસાલા, ગોળ અને મીઠું નાંખી, મિક્સ કરી જરૂર મુજબ પાણી નાંખી ઢાંકીને શાક ચડવા દો. ૫ મિનિટમાં કેરી થઈ જાય એટલે રસો ચેક કરી ઢાંકી દ્યો ઘટ્ટ રસો રહેવો જોઈએ પાણી ના દેખાવું જોઈએ

  3. 3

    આ શાક અગાઉ થી બનાવી રખાય છે અને શાક ન હોય ત્યારે અથવા અથાણાં ની જેમ સાઈડમાં રાખી ખવાતું શાક છે.
    તો તૈય્યાર છે આમ કી લોન્જી ખુબ જ સરસ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Juliben Dave
Juliben Dave @julidave
પર

ટિપ્પણીઓ

Similar Recipes