સુખડી (Sukhdi Recipe In Gujarati)

Jayshree Doshi
Jayshree Doshi @Jayshree171158
Baroda

#MDC
#COOKPAD GUJARATI
#COOKPAD INDIA

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
પાંચ વ્યક્તિ
  1. 1બાઉલમાં ઘઉંનો લોટ
  2. 1બાઉલ ઘી
  3. 1બાઉલ ઢીલો ગોળ
  4. 1 ચમચીસૂંઠ પાઉડર
  5. 1 ચમચીઈલાયચી પાઉડર
  6. 2 ચમચીબદામ અને પીસ્તા ની કતરણ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ કડાઈમાં ઘી ગરમ મૂકો. ઘી ગરમ થાય એટલે તેમાં લોટ ઉમેરી ધીમા તાપે હલાવતા જાવ. લોટ બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી શેકી લો.પછી ગેસ બંધ કરો.

  2. 2

    હવે શેકેલા લોટ માં ગોળ ઉમેરી બરાબર મિક્સ કરી હલાવો. હવે ગોળ ઓગળી જાય પછી તેમાં ઈલાયચી પાઉડર અને સૂંઠ પાઉડર ઉમેરીને મિક્સ કરી હલાવી લો.

  3. 3

    હવે ગ્રીસ કરેલી થાળી માં વાટકી ની મદદથી સુખડી ને પાથરી દો.પછી તેના પીસ કરો.

  4. 4

    રેડી છે સુખડી.એકદમ હેલ્થી સુખડી. ગરમાગરમ ખાવાની ખૂબ મજા આવે છે. તેને સર્વિંગ પ્લેટમાં લઈ ઉપર થી બદામ અને પીસ્તા ની કતરણ ભભરાવી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jayshree Doshi
Jayshree Doshi @Jayshree171158
પર
Baroda
મને નવી નવી વાનગી બનાવવાનો શોખ છે મારી મમ્મી અને મારી સાસુ જે વાનગીઓ બનાવતા હતા તેમની પાસેથી શીખી ને હું પણ બનાવું છું મારા ફેમિલીને એ વાનગીઓ ખૂબ જ ભાવે છે મને વેસ્ટ માંથી પણ બેસ્ટ બનાવવું ખૂબ જ ગમે છે હવે તો કુક પેડ માં થી ઘણું બધું શીખવાનું મળે છે ને મારા ફેમિલી નો ખુબ જ સપોર્ટ મળે છે થેન્ક્યુ કુક પેડ એડમીન
વધુ વાંચો

ટિપ્પણીઓ (5)

Janvi Patel
Janvi Patel @jhanvi1504
Mam me sukhdi bnavi e bv kathan thai 6 to ene soft krva su krvu joi

Similar Recipes