મેંગો ફ્રૂટી

Juliben Dave
Juliben Dave @julidave

કેરી રેસીપી ચેલેન્જ 🥭🥭🍹
#KR
#RB6
વીક 6
માય રેસીપી ઈબુક📒📕📗
ઉનાળો એટલે કેરી અને કેરીની વાનગી ખાવાની સીઝન. ઉનાળામાં તો આમ પણ જ્યુસ પીવાની સલાહ આપવામાં આવતી હોય છે, જેથી શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે. તો ઠંડક મેળવવા બહારના કેમિકલ અને કલર વાળા પીણાં ખરીદવા કરતા ઘરે જ તમે ટેસ્ટી અને હેલ્ધી મેંગો જ્યુસ બનાવી શકો છો.આ રીતે ઘરે જ ડ્રિન્ક બનાવશો તો બહારથી લાવવાની જરુર નહીં પડે.જો કાચી કેરી ઉમેરશો તો ખાટો-મીઠો સ્વાદ આવશે, અને જ્યુસ વધારે પડતો મીઠો નહીં બને.તમે જરુર પ્રમાણે ખાંડનું પ્રમાણ વધારી કે ઘટાડી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2પાકી કેસર અથવા હાફૂસ કેરી
  2. 1/2કાચી કેરી
  3. 1 કપખાંડ
  4. 1લીંબુનો રસ
  5. 4 ગ્લાસઠંડુ પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલા કાચી અને પાકી કેરીને ધોઈને સાફ કરો અને છાલ કાઢી લો.કેરીના કટકા કરો અને પછી એક ગ્લાસ પાણી નાખીને પ્રેશર કૂકરમાં બાફો.બફાયેલી કેરી ઠંડી થાય તો તેને ક્રશ કરીને ગળણીથી ગાળી લો, જેથી રેસા દૂર થઈ જાય.

  2. 2

    કેરીના ગાળેલા પલ્પને એક બાજુ મુકી દો.હવે એક તપેલીમાં ખાંડ અને પાણી ગરમ કરવા મુકો. ખાંડ ઓગળી જાય એટલે ગેસ બંધ કરો અને તેમાં લીંબુનો રસ ઉમેરો.ગાળેલા કેરીના પલ્પમાં ખાંડનું ગરમ કરેલું પાણી જરુર જેટલા પ્રમાણમાં ઉમેરો અને ફ્રીઝમાં આ મિશ્રણને ઠંડુ કરવા મુકો.ઠંડુ થાય તો સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Juliben Dave
Juliben Dave @julidave
પર

ટિપ્પણીઓ

Similar Recipes