મખાના ડ્રાયફ્રુટ મોદક (Makhana Dryfruit Modak Recipe In Gujarati)

Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123

#ગણેશ ચતુર્થી સ્પેશિયલ

મખાના ડ્રાયફ્રુટ મોદક (Makhana Dryfruit Modak Recipe In Gujarati)

#ગણેશ ચતુર્થી સ્પેશિયલ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 કપમખાના
  2. 1 ચમચીઘી
  3. કાજુ,બદામ, પિસ્તા ના ટુકડા અને તેની કતરણ જરૂર મુજબ
  4. ૧/૨ કપદેશી ગોળ (આપણી જરૂર મુજબ)
  5. ૩ ચમચીઘી
  6. 3 થી 4 ચમચી ટોપરાનું છીણ
  7. 2 થી 3 ચમચી અખરોટ ના નાના ટુકડા (roast કરી લેવા)
  8. 1 થી 2 ચમચી દૂધ (જરૂર પડે તો)

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક ચમચી ઘી લઇ મખાના ને શેકી લઇ ને ઠંડા કરો

  2. 2

    બધા ડ્રાયફ્રૂટ્સને પણ ઘીમા તાપે રોસ્ટ કરી લો કિસમિસને પણ ઘી મા રોસ્ટ કરી લો

  3. 3

    Roast કરેલ મખાના માંથી થોડા મખાના સાઈડ પર રાખી બીજા મખાના નો મિક્સરમાં પાઉડર કરી લો

  4. 4

    ડ્રાયફ્રુટ માં પણ થોડા કટકા અને કતરણ રાખી પાઉડર કરી લો.

  5. 5

    એક નોનસ્ટીક પેન લઇ તેમા બે ચમચી ઘી અને ગોળ લઈ ગોળ ઓગળે ત્યાં સુધી હલાવો.

  6. 6

    પછી તેમાં આ મખાના અને ડ્રાય ફ્રુટ પાઉડર ઉમેરો. થોડા મખાના હાથેથી પ્રેસ કરી અધકચરા કરી તેમાં ઉમેરો.

  7. 7

    પછી તેમાં ડ્રાયફ્રુટ્સ ની કતરણ કે ટુકડા ઉમેરી બધું સારી રીતે મિક્સ કરો

  8. 8

    ગેસ પરથી નીચે ઉતારી સહેજ વરાળ ઉડે એટલે તેને મોદકના મોલ્ડ વડે મોદક બનાવો (મોદક ન વળે તો તેમાં બે ચમચી દૂધ નાખી મિક્સ કરી બનાવો)

  9. 9

    તો તૈયાર છે મખાના ડ્રાયફ્રુટ ના લાડુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123
પર

ટિપ્પણીઓ

Similar Recipes