દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)

Bina Samir Telivala
Bina Samir Telivala @Bina_Samir

વન પોટ મીલ , ગુજરાતી ઘરનું કમ્ફર્ટ ફુડ, રવિવારે સવારે બનતી જ હોય અને સાંજે વધેલી ઠંડી દાળ ઢોકળીમાં તેલ નાંખી ને ખાવા માં આવે, એની કંઈ મજા જ ઓર છે અને ટેસડો પડી જાય છે.
#CB1
#Week1

દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)

વન પોટ મીલ , ગુજરાતી ઘરનું કમ્ફર્ટ ફુડ, રવિવારે સવારે બનતી જ હોય અને સાંજે વધેલી ઠંડી દાળ ઢોકળીમાં તેલ નાંખી ને ખાવા માં આવે, એની કંઈ મજા જ ઓર છે અને ટેસડો પડી જાય છે.
#CB1
#Week1

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મીનીટ
2 સર્વ
  1. 1/2 કપબાફેલી અને મેશ કરેલી તુવેર ની દાળ
  2. 2 નંગબાફેલી ખારેક
  3. 2 ટી સ્પૂનબાફેલી કાચી શીંગ
  4. 2-3પલાળેલા કોકમ
  5. 2 ટી સ્પૂનગોળ
  6. 1 ટી સ્પૂનલાલ મરચું
  7. 1/2 ટી સ્પૂનહળદર
  8. 1/2 ટી સ્પૂનગરમ મસાલો
  9. મીઠું
  10. વઘાર માટે : 2 ટી સ્પૂન ઘી
  11. 1/2 ટી સ્પૂનરાઈ
  12. 1તજ
  13. 2લવીંગ
  14. 1વઘાર નું મરચું
  15. 5-6લીમડાનાં પાન
  16. 1/4 ટી સ્પૂનહીંગ
  17. ઢોકળી માટે ની કણક :
  18. 1/2 કપ ઘઉંનો લોટ
  19. 1 ટી સ્પૂનતેલ નું મોણ
  20. 1 ટી સ્પૂનલાલ મરચું
  21. 1/2 ટી સ્પૂનહળદર
  22. 1/4 ટી સ્પૂનઆખું જીરું
  23. મીઠું
  24. સમારેલા કાંદા, કોથમીર- કોપરું સજાવટ માટે

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    બાફેલી તુવેર ની દાળ અને બાફેલી ખારેક ને બ્લેડર ફેરવી એકરસ કરવી. અંદર બાફેલી શીંગ નાંખી ઉકાળવા મુકવી. કોકમ અને ગોળ નાંખી મીકસ કરી 10 મીનીટ ઉકાળવી.

  2. 2

    ઢોકળી : ઘઉંના લોટમાં બધો મસાલો નાંખી અને તેલ નું મોણ મીકસ કરી, પરોઠા જેવો લોટ બાંધવો. અટામણ લઈને મોટી અને બહુ જાડી નહીં એવી રોટલી વણવી.રોટલી ને કાચી- પાકી શેકવી.પછી એને ડાંયમડ પીસ માં કટ કરી સાઈડ ઉપર રાખવી.

  3. 3

    ઉકળતી દાળ માં આ પીસીસ નાંખી, ઢોકળી ને 5 મીનીટ ચડવા દેવી.

  4. 4

    વઘાર: વઘારીયા માં ઘી ગરમ કરીને અંદર રાઈ, તજ, લવીંગ, વઘાર નું મરચું અને હીંગ નાંખી, વઘાર ને દાળ ઢોકળી ઉપર રેડવો. હલકા હાથે મીકસ કરવું. કાંદા,કોપરું - કોથમીર છાંટી ગરમ જ સર્વ કરવું.

  5. 5

    ઠંડી દાળ ઢોકળી : વધેલી દાળ ઢોકળી ઉપર કાચું તેલ નાંખી, ઠંડી જ સર્વ કરવી. ગુજરાતી ઘરોમાં દાળ ઢોકળી વધારે જ બનાવા માં આવે છે જે થી રાત્રે અથવા બીજે દિવસે ઠંડી દાળ ઢોકળી હોંશે હોંશે ખાઈ શકાય અને ટેસડો પડી જાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bina Samir Telivala
પર
Cooking is my passion.
વધુ વાંચો

ટિપ્પણીઓ (8)

Similar Recipes