કાકડી નું રાયતું.(Cucumber Raita Recipe in Gujarati)

Bhavna Desai
Bhavna Desai @Bhavna1766

#RB7
દહીં એ બહુ પોષ્ટીક આહાર છે. દહીં સાથે કાકડી અને દાળિયા નો ઉપયોગ કરી સ્વાદિષ્ટ રાયતું બનાવ્યું છે.

કાકડી નું રાયતું.(Cucumber Raita Recipe in Gujarati)

#RB7
દહીં એ બહુ પોષ્ટીક આહાર છે. દહીં સાથે કાકડી અને દાળિયા નો ઉપયોગ કરી સ્વાદિષ્ટ રાયતું બનાવ્યું છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૨ વ્યક્તિ
  1. કાકડી ની છીણ
  2. ૧૧/૨ કપ ઘટ્ટ દહીં
  3. ૪ ચમચીદાળિયા નો કરકરો ભૂકો
  4. લીલું મરચું
  5. ૨ ચમચીકોથમીર
  6. ૧ ચમચીફુદીનાના પાન
  7. ૧ ચમચીજીરૂ પાઉડર
  8. ૧/૪ ચમચીસંચળ
  9. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    એક બાઉલમાં દહીં ને ફેટી ને મિક્સ કરો. કાકડી ને છોલીને છીણી લો. હાથ વડે દબાવી કાકડી ની છીણ નું વધારાનું પાણી કાઢી લો.

  2. 2

    બાઉલમાં દહીં સાથે કાકડી ની છીણ નાખી મિકસ કરો. બાકીના બધા ઘટકો નાખી મિકસ કરો.

  3. 3

    તૈયાર છે કાકડી નું સ્વાદિષ્ટ અને હેલ્ધી રાયતું. ઠંડુ કરી ઉપયોગ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavna Desai
Bhavna Desai @Bhavna1766
પર
Cooking is My Passion.
વધુ વાંચો

Similar Recipes