ઑરેઓ કુકીક્રીમ આઇસક્રીમ (Oreo Cookie Cream Icecream Recipe in Gu

Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
Vadodara, Gujarat, India

#APR
#cookpadgujarati

આ આઇસક્રીમ મેં નિધી વર્મા જી ના ઝૂમ લાઈવ કલાસ માં શીખી હતી. જે ઓરીઓ બિસ્કીટ અને એની અંદરની ક્રીમ અને ક્રીમ ચીઝ નો ઉપયોગ કરી આ ઑરિયો કૂકી ક્રીમ આઇસક્રીમ બનાવ્યું છે. જે ખૂબ જ યમ્મી બન્યું છે. તમે પણ આ રીતે આઇસક્રીમ બનાવી જરૂર થી ટ્રાય કરજો.

ઑરેઓ કુકીક્રીમ આઇસક્રીમ (Oreo Cookie Cream Icecream Recipe in Gu

2 કમેન્ટ્સ કરેલ છે

#APR
#cookpadgujarati

આ આઇસક્રીમ મેં નિધી વર્મા જી ના ઝૂમ લાઈવ કલાસ માં શીખી હતી. જે ઓરીઓ બિસ્કીટ અને એની અંદરની ક્રીમ અને ક્રીમ ચીઝ નો ઉપયોગ કરી આ ઑરિયો કૂકી ક્રીમ આઇસક્રીમ બનાવ્યું છે. જે ખૂબ જ યમ્મી બન્યું છે. તમે પણ આ રીતે આઇસક્રીમ બનાવી જરૂર થી ટ્રાય કરજો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
5 વ્યક્તિ
  1. 1 કપ+ 1/4 કપ અમુલ વ્હીપ ક્રીમ અથવા નોન ડેરી વ્હીપ ક્રીમ
  2. 1/2 કપકન્ડેન્સ્ડ મિલ્ક
  3. 1/4 કપઆઇસિંગ સુગર
  4. 1/4 કપક્રીમ ચીઝ
  5. 1/4 કપમિલ્ક પાઉડર
  6. 1 કપચિલ્લડ ફૂલ ફેટ દૂધ
  7. 12 નંગઓરિયો બિસ્કીટ નો ભૂકો
  8. 👉 ગાર્નિશ માટે :--
  9. 6-7 નંગઓરીયો બિસ્કીટ ના નાના ટુકડા

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ વ્હિપિંગ ક્રીમ ને બાઉલ માં કાઢી ઇલેક્ટ્રિક બિટરથી સોફ્ટ પિક આવે ત્યાં સુધી બીટ કરી લો. હવે આમાં મિલ્ક પાવડર અને આઇસીંગ સુગર ઉમેરો.

  2. 2

    હવે આમાં મિલ્કમેડ કંડેન્સડ મિલ્ક અને ચિલ્લડ ફૂલ ફેટ દૂધ ઉમેરી ઇલેક્ટ્રિક બીટર થી બીટ કરી લો.

  3. 3

    હવે આ ક્રીમ માં ક્રીમ ચીઝ અને ઓરિઓ બિસ્કીટ ની અંદરની ક્રીમ ઉમેરી ફરીથી ઇલેક્ટ્રિક બીટરથી બીટ કરી લો.

  4. 4

    હવે આ ક્રીમ માં ઑરીઓ બિસ્કીટ નો ભૂકો ઉમેરી હલકા હાથથી મિક્સ કરી લો. હવે આ આઇસક્રીમ ને એર ટાઇટ ડબ્બા માં ભરી ઉપરથી ઑરીઓ બિસ્કીટ ના નાના નાના ટુકડા ભભરાવી ગાર્નિશ કરી લો. હવે આ ડબ્બા ને ઢાંકણ ઢાંકી ફ્રીઝરમાં 10 કલાક માટે આઇસક્રીમ ને સેટ થવા માટે મૂકી દો. 10 કલાક થાય ત્યાર બાદ ડબ્બા માંથી બહાર કાઢી ઠંડું ઠંડું સર્વ કરો.

  5. 5

    હવે આપણી એકદમ ચોક્લેટી ઑરિઓ કૂકી ક્રીમ આઇસક્રીમ તૈયાર છે સર્વ કરવા માટે.

  6. 6
  7. 7
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
પર
Vadodara, Gujarat, India
I love cooking & cooking is my Passion..😍😘
વધુ વાંચો

Similar Recipes