ઓરીઓ આઈસ્ક્રીમ (Oreo Icecream Recipe In Gujarati)

Vaishali Vora
Vaishali Vora @vaishali_29

#HR

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪ લોકો માટે
  1. ૫૦૦ મીલી ફૂલ ફેટ દૂધ
  2. ૧૦ ટી સ્પૂન ખાંડ
  3. ૩ ટેબલ સ્પૂનમિલ્ક પાઉડર
  4. ૧ ટી સ્પૂનવેનિલા એસેન્સ
  5. ૧૦૦ ગ્રામ ઓરિઓ બિસ્કીટ
  6. ૧/૨ કપવ્હિપ ક્રીમ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક તપેલી માં દૂધ,ખાંડ અને મિલ્ક પાઉડર નાખી ને બરાબર મિક્સ કરો.ત્યાર બાદ તેને ગેસ ઉપર મૂકી ને ધીમા તાપે ઉભરો આવે ત્યાં સુધી ઉકાળો.

  2. 2

    હવે તે ઠંડુ થાય એટલે એક એર ટાઈટ ડબ્બા મા ભરી ને ૫-૬ કલાક માટે ફ્રીઝર માં સેટ કરવા મૂકો.

  3. 3

    સેટ થયેલા આઇસક્રીમ ને ફ્રીઝર માંથી બાર કાઢી ૩ લીટર ની એક તપેલી માં કાઢી લો.ત્યાર બાદ તેમાં વ્હિપ ક્રીમ અને વેનિલા એસેન્સ નાખો અને બિટર ની મદદ થી ૮-૧૦ મિનિટ માટે વ્હીપ કરો.મિશ્રણ એકદમ ફ્લપ્પી થઈ જશે.

  4. 4

    ત્યાર બાદ તેમાં ઑરીઓ બિસ્કીટ ને અધકચરા હાથેથી ક્રશ કરી ને નાખો ને બધું બરાબર મિક્સ કરી લો.હવે આ મિશ્રણ ને ફરીથી એક મોટા એર ટાઈટ ડબ્બા મા ભરી લો.ઉપર થી થોડા ક્રશ ઑરિઓ નાખો અને ઢાંકણ બંધ કરી ને ૭-૮ કલાક અથવા આખી રાત માટે ફ્રી માં સેટ કરવા મૂકો. મે અહી બે ડબ્બા મા ભર્યો છે.

  5. 5

    ત્યાર બાદ તેને સ્કૂપર ની મદદ થી કાઢી ને ઓરિયો બિસ્કીટ થી ગાર્નિશ કરી ને સર્વ કરો.

  6. 6

    તો તૈયાર છે ટેસ્ટી અને બાર મળતા આઇસક્રીમ જેવો જ ઑરિયો આઇસક્રીમ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vaishali Vora
Vaishali Vora @vaishali_29
પર

Similar Recipes